________________
અધ્યયન-૮: કપિલીય પ્ર.
[ ૧૪૯ ]
દેવામાં આવે, તેનાઈવ તેનાથી પણ, આ વિશાળ ધનથી પણ, સે - તે લોભી માનવને જ સંતુણે - સંતોષ થઈ શકતો નથી, આ પ્રકારે, ને આ સંસારની, કથા-આત્માઓની તૃષ્ણાને, યુપૂરા - સંતોષવી મહામુશ્કેલ છે. ભાવાર્થ :- ધન-ધાન્યથી પૂર્ણ આખા લોકની સમૃદ્ધિ જો કોઈ એક વ્યક્તિને આપવામાં આવે, તો પણ લોભી માનવ સંતુષ્ટ થઈ શકતો નથી. આવા તૃષ્ણાવાન આત્માના લોભની પૂર્તિ થવી મહામુશ્કેલ છે. १७ जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डइ ।
__दोमास-कयं कज्ज, कोडीए वि ण णिट्ठियं ॥१७॥ શબ્દાર્થ :- ન -જેમ જેમ, તાદ - લાભ થતો જાય છે, તer - તેમ તેમ, નોહો - લોભ થાય છે, તા : લાભથી, તો- લોભની, પવ૬ - વૃદ્ધિ થાય છે, તો મરચું - બે માસા સોનાથી થનાર, વર્ષા - કાર્ય લોભવશ, ડીપ વિ - કરોડ સોનામહોરોથી પણ, ચિં- પૂરું ન થયું. ભાવાર્થ :- આ સંસારમાં વ્યક્તિને જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ થાય છે કારણ કે લાભથી લોભની વૃદ્ધિ થતી જ રહે છે. જેમ કે કપિલ બ્રાહ્મણનું બે માસા સોનાથી થતું કામ કરોડો સુવર્ણ મુદ્રાઓથી પણ પૂરું ન થયું. વિવેચન :જ સંતુલે - ધન ધાન્યાદિથી પરિપૂર્ણ સમગ્ર લોકના દાનથી પણ લોભીની લોભવૃત્તિ સંતોષ પામતી નથી. કહ્યું છે કે –
न वह्निस्तृणकाष्ठेषु, नदीभिर्वा महोदधिः ।
न चैवात्मार्थसारेन, शक्यस्तर्पयितुं कवचित् ।। ઘાસ અને કાષ્ઠથી જેમ અગ્નિ અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી. તેવી જ રીતે લોભી આત્માઓને સર્વસ્વ ધન દઈ દેવાથી પણ કયારે ય તૃપ્ત કરી શકાતા નથી.
સ્ત્રી સંગનો ત્યાગ :|१८ णो रक्खसीसु गिज्झेज्जा, गंडवच्छासु णेगचित्तासु ।
जाओ पुरिसं पलोभित्ता, खेलति जहा व दासेहिं ॥१८॥ શબ્દાર્થ - વિશ્વાસુ - સ્તનયુકત વક્ષ:સ્થળવાળી, નેવાનું - ચંચળ ચિત્તવાળી, ગાઓ - જે સ્ત્રી, પુર્વ - પુરુષોને, પત્તો બત્તા - લોભાવીને, પોતાના વશમાં કરીને, વાહિં - દાસની, ગહ વ - જેમ, હેન્નતિ - નચાવે છે, કામ કરાવે છે, રહણી, - માટે રાક્ષસી રૂપ સ્ત્રીઓમાં, નો જોm - આસક્ત થવું ન જોઈએ.