________________
[ ૧૪૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બની શકતાં નથી. તો પછી પ્રણીવધ કરનાર અને કરાવનાર તે દુઃખોથી મુક્ત કેવી રીતે થઈ શકે? તેથી આત્મકલ્યાણના ઇચ્છુકે અનુમોદનના સમસ્ત પાપોથી પણ દૂર રહેવું જોઈએ. ઉદાહરણ :- ઉજ્જયિની નગરીમાં એક શ્રાવકપુત્ર હતો. એકવાર ચોરોએ તેનું અપહરણ કર્યું, તેને માલવદેશમાં એક શિકારીને ત્યાં વેંચી દીધો. શિકારીએ તેને બટેર, તેતર કે કોઈ પણ પક્ષી મારવા કહ્યું. શ્રાવકપુત્રે પોતાની અહિંસક ભાવના અને કરુણાભાવને કારણે સ્પષ્ટ રીતે આમ કરવાની ના પાડી દીધી. તેથી તે શિકારીએ ગુસ્સે થઈ તેને ખૂબ માર માર્યો, હાથીના પગ નીચે કચડાવ્યો. આમ પ્રાણ ત્યાગનો અવસર આવવા છતાં તેણે જીવહિંસા કરવાનું સ્વીકાર્યું નહીં. તેવી જ રીતે સંયમનું પાલન કરનાર સાધુઓએ દઢતાપૂર્વક ત્રિકરણ–ત્રિયોગે જીવહિંસા ન કરવી જોઈએ.
રસાસક્તિ ત્યાગ :११ सुद्धसणाओ णच्चाणं, तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ।
जायाए घासमेसिज्जा, रसगिद्धे ण सिया भिक्खाए ॥११॥ શબ્દાર્થ – સુસંગો - ગવેષણાની શુદ્ધ વિધિ નિયમોને, દોષોથી રહિત શુદ્ધ ગવેષણાને,
ક્વા - જાણીને, તન્થ - એ શુદ્ધ એષણામાં, સખા - પોતાના આત્માને, ઢs - સ્થાપિત કરે, એષણાથી આહાર પ્રાપ્ત કરે, મજહાણ - ભિક્ષાથી નિર્વાહ કરનાર સાધુ, ગાથા સંયમયાત્રાનો નિર્વાહ કરવા માટે, વાસં - આહારની, તિજ્ઞા યાચના કરે, રાધે- રસોમાં આસક્ત, વૃદ્ધ, જ સિયા - ન થાય.
ભાવાર્થ :- સાધુ ઉગમ, ઉત્પાદના તથા એષણા દોષોથી રહિત શુદ્ધ ગવેષણાને જાણીને તેમાં જ પોતાના આત્માને સ્થાપિત કરે અર્થાતુ શુદ્ધ આહારને જ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે અને સંયમયાત્રાના નિર્વાહ માટે જ આહારની ગવેષણા કરે પરંતુ ભિક્ષામાં મળેલા આહારના સ્વાદમાં આસક્તિભાવ ન કરે. १२ पंताणि चेव सेविज्जा, सीयपिंडं पुराणकुम्मासं ।
अदु बुक्कसं पुलागं वा, जवणट्ठाए णिसेवए मथु ॥१२॥ શબ્દાર્થ – વાળ સૂકો (નીરસ) આહાર, સીધ૬. ઠંડો આહાર, રેવ. અને પુ સુષ્મા - જૂના અડદ વગેરેના બાકુળા, આદુ અથવા, યુક્ર - મગ, ઘઉં વગેરેનું તુષ અને ભુસું, પુતા અલ્પ સત્ત્વવાળા ધાન્ય કળથી, કોદરો વગેરે, મંથે - સુકવેલાં બોરનું ચૂર્ણ વગેરે, નવપટ્ટા - સંયમયાત્રાના નિર્વાહ અર્થે, શરીરના નિર્વાહ માટે, વિના સેવન કરે, આવા સામાન્ય પદાર્થોનો આહાર કરે, fસેવ - વારંવાર અથવા લાંબા સમય સુધી સેવન કરે. ભાવાર્થ :- સાધુ સંયમયાત્રાના નિર્વાહ માટે જ અનાસક્ત ભાવે સાદુ, નીરસ અને ઠંડા આહારનું સેવન કરે, કાળ વ્યતીત થયેલા જૂના અડદ વગેરેના બાકુળા, મગ, ઘઉં વગેરેનું તુષ કે ભુસું; નિઃસાર, રૂક્ષ