________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ગુણદોષની તુલના કરીને બુદ્ધિથી વિચારણા કરે, આ પ્રકારની સુવિચારણા કરીને પોતાનું જીવન સુંદર બનાવે. frદ સુષ્યથા - ગૃહસ્થ છતાં સુવતી અર્થાત્ પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિવિનીતતા, સહૃદયતા તેમજ અમત્સરતા આદિ સજ્જનતાના ગુણોને ધારણ કરનારા.
અહીં સુવ્રત શબ્દ આગમોકત બાર વ્રતોના અર્થમાં પ્રયુક્ત નથી. તે અણુવ્રતાદિના ધારક ગૃહસ્થ શ્રમણોપાસક વૈમાનિક દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત ગાથામાં સુવતીની ઉત્પત્તિ મનુષ્ય યોનીમાં કહી છે. તેથી અહીં 'વ્રત' શબ્દથી પ્રકૃતિભદ્રતા આદિ ગૃહસ્થોચિત ગુણોનું ગ્રહણ થાય છે. અહીં હિ સુષ્ય પદથી માર્ગાનુસારીના ૩૫ ગુણ પણ ગ્રહણ કરી શકાય છે.
મેડ્યિા ૮ પાળિોઃ - (૧) જીવના જેવાં કર્મ હોય છે, તદનુસાર જ તેની ગતિ થાય છે માટે પ્રાણી વાસ્તવમાં કર્મસત્ય છે. (૨) જીવ જેવાં કર્મ કરે છે, તેવા તેને ભોગવવાં જ પડે છે. ભોગવ્યાં વગર છૂટકારો નથી, આથી જીવોને કર્મસત્ય કહ્યા છે. વિડના સિવા :- અહીં શિક્ષાનો અર્થ છે, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. ગ્રહણશિક્ષા– શાસ્ત્ર સિદ્ધાંતોનું અધ્યયન કરવું, જાણવું, અને આસેવનશિક્ષા –જ્ઞાત આચાર, વિચારોને ક્રિયાન્વિત કરવા. સૈદ્ધાંતિક જ્ઞાન વિના આસેવન સમ્યક બનતું નથી અને આસેવન વિના જ્ઞાન સફળ બનતું નથી. આમ બંને મળીને શિક્ષાને પૂર્ણ બનાવે છે. આવી શિક્ષા વિપુલ-વિસ્તીર્ણ ત્યારે કહેવાય છે જ્યારે તે સમ્યગદર્શનયુક્ત અણુવ્રત કે મહાવ્રતાદિને ધારણ કરી તેનું શુદ્ધ આરાધન કરે. અશ્વિથા:- અતિક્રમણ કરીને. શ્રાવક-શ્રાવિકા કે સાધુ-સાધ્વી પોતાના ધર્માચરણની આરાધનાથી દેવગતિ જ પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય ગતિનું ઉલ્લંઘન કરી જાય છે. વાસ્તવમાં તો સિદ્ધગતિનો લાભ જ પરમ લાભ છે પરંતુ સૂત્રમાં પૌગલિક સુખની અપેક્ષાએ દેવગતિને મનુષ્યથી શ્રેષ્ઠ કહી છે. સનવતા:- શીલવાન શબ્દના ત્રણ અર્થ થાય છે. (૧) અવિરિત સમ્યગુદષ્ટિની અપેક્ષાએ સદાચારી (૨) વિરતાવિરતની અપેક્ષાએ અણુવ્રતી (૩) સર્વવિરતિની અપેક્ષાએ મહાવ્રતી.
અલી :- પરિષહ અને ઉપસર્ગ આદિની ઉપસ્થિતિમાં દીનતા કે કાયરતા ન કરનાર, સદા ઉત્સાહ અને પ્રસન્ન ભાવમાં રહેનાર, પરાક્રમી તેજસ્વી મુનિ.
માનુષિક, દૈવિક કામભોગ અને તેના પરિણામ :२३ जहा कुसग्गे उदगं, समुद्देण समं मिणे ।
एवं माणुस्सगा कामा, देवकामाण अतिए ॥२३॥ શબ્દાર્થ :- સુરજે- દર્ભની અણી પર રહેલા, ૩૬ = પાણી વગેરે, સમુદ્ગ = સમુદ્રની, સમ - સાથે, તુલનામાં, મિળે , માપવામાં આવે, તુલના કરાય તો, કેવામાન - દેવોના શબ્દાદિ