SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૭ઃ ઉરશ્રીય | ૧૩૩ | છે; જેઓ શીલ સંપન્ન છે અર્થાત્ દેશ વિરતિ કે સર્વ વિરતિથી યુક્ત છે, જે ઉત્તરોત્તર ગુણોને પ્રાપ્ત કરે છે, તે અદીન કે પરાક્રમી પુરુષ (મૂળધન રૂપ મનુષ્યત્વથી આગળ વધીને) દેવત્વને પ્રાપ્ત કરે છે. २२ एवमदीणवं भिक्खुं, अगारिं च वियाणिया । कहण्णु जिच्चमेलिक्ख, जिच्चमाणे ण सविदे ॥२२॥ શબ્દાર્થ :- અડીખવું = દીનભાવ રહિત, અહિં = ગૃહસ્થ, શ્રાવક, પર્વ વિવાળિયા = આ તત્ત્વને જાણીને, વરુદvપુ - કોણ, કેમ, કયો વિવેકી પુરુષ, પતિનg - એવા અનુપમ લાભને, બિન્ને - હારશે, ખોઈ બેસે, વિશ્વના ને - અને ખોવાઈ જતો પણ, છ વિવે. પશ્ચાત્તાપ કેમ નહીં કરે ? કેમ નથી સમજતો ? ભાવાર્થ :- આમ દીનતારહિત તેજસ્વી સાધુ અને ગૃહસ્થને દેવત્વ પ્રાપ્તિરૂપ લાભયુક્ત થયેલો જાણીને કયો વિવેકી પુરુષ આવો ઉત્તમ લાભ ગુમાવશે? અને વિષય કષાય આદિથી પરાજિત થવા છતાં પણ તે સમજી શકતો નથી કે હું પરાજિત થઈ રહ્યો છું, દેવગતિરૂપ ધનલાભને હારી રહ્યો છું. વિવેચન : પ્રસ્તુત અધ્યયનનાં પ્રારંભમાં ત્રણ વણિક પુત્રોનું દષ્ટાંત છે. આ દષ્ટાંત દ્વારા મનુષ્યત્વને મૂળ ધન, દેવત્વને લાભ અને મનુષ્યત્વરૂપ મૂળધન ગુમાવવાથી નરક તિર્યંચગતિ રૂપ હાનિનો સંકેત કર્યો છે. મૂવિંદ- જેમ મૂળ પૂંજી હોય તો તેનાથી વ્યાપાર દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકાય છે, એવી જ રીતે મનુષ્યગતિ કે મનુષ્યત્વરૂપ મૂળ પૂંજી હોય, તો તેના દ્વારા પુરુષાર્થ કરવાથી ઉત્તરોત્તર સ્વર્ગ–અપવર્ગરૂપ લાભ મેળવી શકાય છે. વરિયા :- નરક અને તિર્યંચ, આ બંને ગતિઓ વધમૂલિકા છે. વધ શબ્દથી ઉપલક્ષણથી મહારંભ, મહાપરિગ્રહ, અસત્યભાષણ, માયા વગેરે પાપપ્રવૃત્તિનું પણ ગ્રહણ થાય છે, જે બંને ગતિમાં લઈ જવાના મુખ્ય કારણ છે. 'વહ' શબ્દથી અહીં બધાં પાપોનું ગ્રહણ થયું છે. નં શિપ તોથા:- જિહા લોલુપતા અને શઠતા અર્થાતુ વિશ્વાસઘાત કે ઠગાઈ. આ બંનેના કારણે દેવભવ અને મનુષ્યભવને હારી જવાય છે, કેમ કે માંસાહાર આદિ રસલોલુપતા નરકગતિના અને ઠગાઈરૂપ માયા તિર્યંચ ગતિના આયુષ્યના બંધનું કારણ છે. ૩ – (૩ન્મા ) - નીકળવું કે ઉપર આવવું. નરકગતિ તેમજ તિર્યંચ ગતિમાંથી ચિરકાળ સુધી પણ નીકળવું દુષ્કર છે. કોઈ હળુકર્મી આત્મા જ નરક કે તિર્યંચગતિથી નીકળી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોટા ભાગના જીવો નરક અને તિર્યંચગતિમાં જ જન્મમરણ કર્યા કરે છે. સપેપ, તુરિયા :- આ પ્રમાણે લોલુપતા અને પંચનાથી દેવત્વ અને મનુષ્યત્વને હારી ગયેલા તથા નરક અને તિર્યંચગતિમાં જનારા બાલજીવો તેમજ મનુષ્ય અને દેવગતિમાં જનારા પંડિતપુરુષો, આ બંનેના
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy