________________
૧૨૬
ભાવાર્થ :- જ્યાં સુધી તે ઘરમાં અતિથિ ન આવે, ત્યાં સુધી જ તે બિચારો જીવે છે, જ્યારે અતિથિ તેના ઘેર આવે, ત્યારે તેનું માથું કાપીને અર્થાત્ વધ કરીને ભક્ષણ કરવામાં આવે છે.
४
जहा से खलु उरब्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिट्ठे, ईहइ णरयाउयं ॥४॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
શબ્દાર્થ :- નહીં - જે રીતે, હજુ - ચોક્કસ જ, લે - તે પુષ્ટ થયેલો, ૩૨૦મે – બકરો, આસાપ્ - અતિથિને માટે, સૌહિત્ = ઈષ્ટ છે, અતિથિના ઉદેશ્યથી રાખેલો છે, વ = આ જ રીતે, અહમ્ભટ્ટે = અધર્મિષ્ઠ, વાલે = અજ્ઞાની જીવ પણ પાપાચરણ કરીને, પરયાય = નરકાયુની, દ = ઈચ્છા કરે છે અર્થાત્ નરક ગતિમાં જાય છે.
ભાવાર્થ : – જેમ તે પુષ્ટ બકરો ખરેખર મહેમાનની જ પ્રતીક્ષા કરે છે અર્થાત્ તેની જ રાહ જોવા પૂરતો જીવે છે. તેમ જ અધર્મી કે અજ્ઞાની જીવ પણ વાસ્તવિક રીતે નરકના આયુષ્યની પ્રતીક્ષા કરે છે અર્થાત્ પાપાચરણ કરીને નરકમાં જવાની જ તૈયારી કરે છે.
વિવેચન :
નવસ :– ચૂર્ણિ અને વૃત્તિમાં આનો અર્થ મગ, અડદ જવ આદિ ધાન્ય કર્યો છે. શબ્દકોષમાં ઘાસ, તૃણ અને ઘઉં આદિ ધાન્યરૂપે અર્થ કર્યો છે.
सयंगणे : ઃ– તેના બે રૂપ (૧) સ્વાંગણે—પોતાના ઘરના આંગણમાં (૨) વિષયાંગણે ઈન્દ્રિયના વિષયોનું પોષણ.
ગાયમેÇ :– જેની ચરબી વધી ગઈ છે. આ રીતે પુષ્ટ, પરિવૃદ્ધ અને ચરબી વધી જવાથી હૃષ્ટપુષ્ટ થઈ
ગયો છે.
आए :- આદેશ, જેના આવવા પર ઘરના લોકોને તેના આતિથ્ય માટે આદેશ—આજ્ઞા દેવામાં આવે છે, તેને આદેશ કહેવાય છે માટે અતિથિ કે પરોણો આદેશ કહેવાય છે.
જુહી :- ભરપૂર સુખ સાધનોનો ઉપયોગ કરવા છતાં હૃષ્ટપુષ્ટ તે બકરો દેખાવમાં સુખી લાગતો હોવા છતાં ભવિષ્ય ખરાબ હોવાથી દુઃખી છે. જેમ મરનાર કોઈ વ્યક્તિને શણગારવો વસ્તુતઃ તેને દુઃખી કરવારૂપ જ છે. એવી જ રીતે આ બકરાને સારા પદાર્થો ખવડાવવા, પીવડાવવા વગેરે વસ્તુતઃ દુઃખપ્રદ જ છે. આવાં દુ:ખી પ્રાણી માટે જ 'બિચારા' શબ્દનો પ્રયોગ પણ કર્યો છે.
આસક્તિનું પરિણામ :
हिंसे बाले मुसावाई, अद्धाणम्मि विलोवए । अण्णदत्तहरे तेणे, माई कण्हुहरे सढे ॥ ५॥