________________
૧૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ઉપસંહાર ઃ— જૈન દર્શન જ્ઞાન અને ક્રિયા (વર્તન)નું સાહચર્ય સ્વીકારે છે. અજ્ઞાન એ સંસારનું મૂળ છે, તેને દૂર કરવા પ્રબળ પુરુષાર્થ આવશ્યક છે. કેમ કે જન્મોજન્મથી વારસામાં મળેલાં અને જીવના અણુએ અણુના સંસ્કારમાં જડાયેલાં અજ્ઞાનને દૂર કરવા કઠિનમાં કઠિન તપશ્ચર્યાઓ કરવી પડે છે. ધન, પરિવાર આદિનો મોહ છૂટવો તે પણ અત્યંત કઠિન છે. માત્ર વેશ પરિવર્તનથી આત્મવિકાસ થઈ શકતો નથી. વૈશ પરિવર્તનની સાથે હ્રદયનું પરિવર્તન થવું પણ જરૂરી છે. તેના દ્વારા જ સાચી નિકથીયતાની પ્રાપ્તિ થાય છે.
॥ અધ્યયન-૬ સંપૂર્ણ ॥
॥