________________
૧૨૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- એષણા સમિતિના પાલનમાં તત્પર લજ્જાવંત સંયમી સાધુ ગામ વગેરેમાં અનિયત વૃત્તિવાળો થઈને વિચરણ કરે. અર્થાત્ કોઈ પણ જગ્યાએ નિયતવાસ ન કરે. અપ્રમત્તભાવે સંયમનું પાલન કરતાં ગૃહસ્થો પાસેથી નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરે.
વિવેચન :સબૂકિસ – અહીં દિશા શબ્દથી ૧૮ ભાવ દિશાઓનું ગ્રહણ કર્યું છે. (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) તેજસુકાય (૪) વાયુકાય (૫) અગ્ર બીજ (૬) મૂળબીજ (૭) પર્વબીજ (૮) સ્કંધબીજ (૯) તીન્દ્રિય (૧૦) ત્રીન્દ્રિય (૧૧) ચતુરિન્દ્રિય (૧૨) તિર્યંચ પંચેન્દ્રિય (૧૩) સમૂર્છાિમ (૧૪) કર્મભૂમિજ (૧૫) અકર્મભૂમિજ (૧૬) અન્તર્લીપજ (૧૭) નારક (૧૮) દેવ. વારલી - જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી અર્થાત્ આજીવન પંડિતમરણની ઈચ્છા, ભાવના રાખીને.
પિંડલ્સ પગારૂ:- (૧) સાધુને માટે ભિક્ષાદાનના પ્રસંગમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાધ, એ ચારે ય પ્રકારના આહારનો ઉલ્લેખ જોવા મળે છે. આમ 'પિંડ' શબ્દથી અહીં અશન, ખાધ, અને સ્વાધ આ ત્રણે ય અને 'પાન' શબ્દથી પાણી ગ્રહણ કરવામાં આવેલ છે. મન, વચન, કાયાથી શરીરાસક્તિ :- મનથી સતત ચિંતન કરવું કે હું સુંદર, બળવાન, રૂપવાન કેમ બનું? વચનથી – શરીરને પુષ્ટ બનાવતા રસાયણાદિ સંબંધિત પ્રશ્ન કરતા રહેવું તથા કાયાથી – સદા રસાસ્વાદયુક્ત તથા વિગય આદિનું સેવન કરી શરીરને પુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો, એ શરીરાસક્તિ છે.
– ખાદ્ય પદાર્થોને બીજા દિવસ માટે સંગ્રહ કરીને રાખવો તે 'સન્નિધિ છે. પછી પત્ત સાવ નિરો :- બે વ્યાખ્યાઓ (૧) ચૂર્ણિ અનુસાર – જેમ પક્ષી આહાર કરી ભવિષ્યમાં આહારની અપેક્ષા રાખ્યા વિના જ પોતાની પાંખો વડે ઉશ્યન કરે છે, એ જ રીતે સાધુ પણ આહાર કરી, આવતી કાલના અન્ન આદિની ઇચ્છાથી રહિત થઈ, પોતાનાં પાત્રો કે ઉપકરણોને
જ્યાં જાય ત્યાં સાથે લઈને વિચરે, કયાંય પણ રાખે નહીં; સારાંશ એ છે કે પાછળની ચિંતાથી મુક્ત બની, નિરપેક્ષભાવે વિહાર કરે. (૨) બ્રહવૃત્તિ અનુસાર – પક્ષી બીજા દિવસ માટે સંગ્રહ નથી કરતું, તે નિરપેક્ષ ભાવે ઊડી જાય છે. તે જ રીતે સાધક નિરપેક્ષ બની અને સંયમ નિર્વાહ માટે પાત્રા લઈને ભિક્ષા માટે ફરે, મકરવૃત્તિથી પોતાનો નિર્વાહ કરે, સંગ્રહની અપેક્ષા ન રાખે. ચિંતા ન કરે. પ્રમાદ ત્યાગની પ્રેરણા – પ્રસ્તુત ગાથા ૧૧ થી ૧૭ સુધીમાં નિમ્નોક્ત પ્રમાદથી બચવાનો નિર્દેશ કર્યો છે. (૧) શરીર અને તેનાં રૂપરંગ આદિ વિષયોમાં મન, વચન, કાયાથી આસકત ન બને. શરીરસક્તિથી મનુષ્ય અનેક પાપકર્મ કરે છે અને વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. શરીરની આસક્તિ પણ પ્રમાદ છે, એ લક્ષ્યમાં રાખી સદા અપ્રમત્ત રહે. (૨) દેહાસક્તિથી દૂર રહી સાધકે મોક્ષ કે આત્મલક્ષી બની