________________
| અધ્યયન–૬: ક્ષુલ્લકનિગ્રંથીય
૧૧૭ |
વિમુક્વ = છૂટી જાય છે. ભાવાર્થ :- આ સંસારમાં કેટલાક લોકો એમ જ માને છે કે પાપનાં પ્રત્યાખ્યાન કર્યા વિના જ આર્ય તત્ત્વને જાણી લે અને સ્વીકારી લે, તો પણ સર્વ દુઃખથી મુક્ત થઈ શકે છે. १. भयंता अकरता य, बंध मोक्खपइण्णिणो ।
वाया विरियमित्तेण, समासासेति अप्पयं ॥१०॥ શબ્દાર્થ :- વંધનોથપળો - બંધ અને મોક્ષ વગેરે તત્ત્વોને માનનારા, અનંતા - ઉપદેશની વાતો જ કરે, ૨ = પરંતુ, તા - આચરણ કંઈ કરતાં નથી, વાવિવિ મિત્તે - માત્ર વચનના આડંબરથી વચન શક્તિથી જ, અપ - પોતાને, સાલાતિ - ધર્મી હોવાનું આશ્વાસન આપે છે. ભાવાર્થ :- જે લોકો બંધ અને મોક્ષ વગેરે તત્ત્વને માનીને ઉપદેશની ઘણી વાતો કરે પરંતુ તે મુજબ આચરણ કે ત્યાગ-પ્રત્યાખ્યાન કંઈજ કરતા નથી, તેવા લોકો કેવળ વાચાબળથી કે માત્ર વચનના આડંબરથી પોતાના આત્માને ધર્મી હોવાનું ખોટું આશ્વાસન આપે છે, સંતોષ માને છે. |११ ण चित्ता तायए भासा, कुओ विज्जाणुसासणं ।
विसण्णा पावकम्मेहिं, बाला पंडियमाणिणो ॥११॥
શબ્દાર્થ :- પિત્તા બાદ અનેક પ્રકારની ભાષાઓ, વિવિધ વચન, ન તથા - આત્માની પાપોથી રક્ષા નથી કરતા, વિજ્ઞાપુતાઈ = મંત્રાદિ વિદ્યાની શિક્ષા પણ, જૂઓ = કેવી રીતે રક્ષા કરી શકશે? અર્થાતુ નહીં કરી શકે, વાસા = તે અજ્ઞાની પ્રાણી, પડિયમrણો = પોતાને પંડિત માનતો. પવછઉંપાપાચરણોથી, વિસઇ - સંસારમાં ફસાય જાય છે, દુઃખી થાય છે.
ભાવાર્થ :- ધર્માચરણ વિના વિવિધ પ્રકારની ભાષાઓ દુઃખોથી મનુષ્યની રક્ષા નથી કરતી, તો વ્યાકરણ, ન્યાય, મીમાંસા, મંત્રવિધા આદિ અનેક વિદ્યાઓનું જ્ઞાન પણ કેવી રીતે રક્ષણ કરી શકશે અર્થાતુ ન જ કરી શકે તો પણ અજ્ઞાની પ્રાણી આ જ્ઞાનથી પોતાને પંડિત માની પાપકર્મનાં આચરણોથી સંસારમાં ફસાઈ જાય છે, દુઃખી થાય છે.
વિવેચન :
અવિધાજનિત અવસ્થાઓ : (૧) એકાંત જ્ઞાનથી જ મોક્ષ થઈ શકે છે. પાપના ત્યાગની કશી ય આવશ્યકતા નથી. (૨) બંધ અને મોક્ષની વાતો જ કરી, વિલાસથી સંતોષ માને પણ કરે કંઈ જ નહીં. (૩) આચરણની અપેક્ષાએ તે બાલ હોવા છતાં ભાષાજ્ઞાન માત્રથી પોતાને પંડિત માને. (૪) પાપના ત્યાગનું મહત્વ સમજ્યા વિના તે પાપ કાર્યો કરવામાં જ મશગુલ રહે.