________________
[ ૧૧૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :તહાપૂણ અપાળા - સંયમમાં રમણતા માટે આ શબ્દનો પ્રયોગ છે. વિપરીપજ્ઞ – વિશેષરૂપથી પ્રસન્ન રહે. મૃત્યુથી ઉદ્વિગ્ન ન થાય. પૂર્ણરૂપે નિષ્કષાયી બની શાંત પ્રશાંત બને.
ત્રણ પ્રકારના પંડિત મરણઃ- (૧) ભક્ત પરિજ્ઞાઃ- મૃત્યુ સમયે ચતુર્વિધ આહાર તથા અઢાર પાપના જીવન પર્યત પ્રત્યાખ્યાનરૂપ અનશન. (૨) ઈગિનીમરણઃ- અનશનની સાથે નિશ્ચિત સ્થાનમાં જ રહેવું અને બીજા પાસે શરીરની શુશ્રષા કરાવવી નહિ અર્થાતુ શરીરની શુશ્રુષા કે પરિચર્યા સ્વયં કરી શકે છે. (૩) પાદપોપગમન - કપાયેલા વૃક્ષની સમાન સ્થિર રહીને અનશનનું પાલન કરવું ઉપસંહાર :- આ અધ્યયનમાં અકામમરણ અને સકામમરણ, બે પ્રકારના મરણ અને તેના અધિકારી જીવોના લક્ષણો તથા બંને પ્રકારના મરણના પરિણામને પ્રદર્શિત કર્યું છે. આ સમસ્ત કથનનો સાર એ છે કે જીવનને શ્રેષ્ઠ, ગુણસંપન્ન, વ્રતધારી બનાવીને અંતિમ સમયે સંથારો સ્વીકાર કરી મનુષ્ય જન્મ સફળ કરી લેવો જોઈએ.
| | અધ્યયન-પ સંપૂર્ણ II