________________
| અધ્યયન-s: ક્ષુલ્લકનિગ્રંથીય
[ ૧૧૧]
છઠું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ 'ક્ષુલ્લક નિગ્રંથીય' છે. નિગ્રંથોના આચાર-વિચારોનું પ્રતિપાદન જે અધ્યયનમાં હોય, તે નિગ્રંથીય અધ્યયન કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આ નામનાં બે અધ્યયન છે નાના અધ્યયનને 'ક્ષુલ્લક' અને મોટા અધ્યયનને 'મહા' વિશેષણ આપવામાં આવ્યું છે, તેથી આ છઠ્ઠા અધ્યયનનું નામ ક્ષુલ્લક નિગ્રંથીય અને વીસમા અધ્યયનનું નામ મહાનિગ્રંથીય છે. છઠ્ઠા અધ્યયનમાં ૧૮ ગાથાઓ અને વીસમા અધ્યયનમાં ૬૦ ગાથાઓ છે.
નિગ્રંથ શબ્દનો પ્રયોગ જૈન આગમમાં અનેક સ્થાને જોવા મળે છે. આ જૈનધર્મનો પ્રાચીન અને પ્રચલિત શબ્દ છે. સુધર્માસ્વામીથી લઈને આઠ આચાર્યો સુધી જૈનધર્મ નિગ્રંથ ધર્મના નામથી પ્રચલિત હતો. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીર માટે 'નિગ્રંથ જ્ઞાતપુત્ર' શબ્દપ્રયોગ જોવા મળે છે.
- સાધુ પૂલ અને સૂક્ષ્મ અથવા બાહ્ય અને આત્યંતર બંને પ્રકારની ગ્રંથિનો પરિત્યાગ કરી નિગ્રંથ બને છે. આવશ્યકતા ઉપરાંત વસ્તુનો સંગ્રહ કરવો, દીધા વગરની કોઈ પણ વસ્તુ લેવી અને સ્વયં તે પદાર્થ તૈયાર કરવો કે કરાવવો વગેરે પ્રવૃત્તિ બાલ ગ્રંથિ છે અને અવિદ્યા અર્થાત્ તત્ત્વજ્ઞાનનો અભાવ, બ્રાન્ત માન્યતાઓ, સાંસારિક સંબંધો પ્રતિ આસક્તિ, મોહ, માયા, કષાય, રાગયુક્ત જનસંપર્ક, ઉપભોગ્ય પદાર્થો પ્રત્યે ફલાકાંક્ષા અર્થાત્ ફળની ઈચ્છા, જ્ઞાનવાદ, વાણીવીરતા, ભાષાવાદ, ક્રિયા રહિત વિદ્યા આદિ બ્રાન્ત માન્યતાઓ, શરીરાસક્તિ, વિવિધ પ્રમાદ, વિષયવાસના આદિ આવ્યેતર ગ્રંથિ છે. 'નિગ્રંથતા' માટે આ બાહ્ય –આત્યંતર અને બંને પ્રકારની ગ્રંથિઓનો ત્યાગ કરવો આવશ્યક છે. આ દ્રવ્ય અને ભાવગ્રંથિઓનાં કુચક્રમાં પડનાર સાધક કેવળ વેષ માત્રથી, શાબ્દિક જ્ઞાનથી,
ભાષાથી કે વિવિધ વિદ્યાઓનાં અધ્યયનથી પોતે પોતાને પાપકર્મોથી બચાવી શકતા નથી. વિશાળ પરિવાર, ધન, ધાન્ય, રત્ન, આભૂષણ, સંપત્તિ આદિ પણ દુઃખ કે પાપ કર્મોનાં ફળથી કોઈને બચાવી શકતાં નથી. જે જ્ઞાન કેવળ ગ્રંથો સુધી સીમિત છે અર્થાત્ પુસ્તકીયું છે, આચરણરૂપે આત્મામાં ઊતર્યું નથી, તેની અસર જીવનની દરેક પ્રવૃત્તિમાં હોતી નથી, તે જ્ઞાન આત્મોન્નતિનું કારણ બનતું નથી.
તેથી જ આ અધ્યયનમાં સર્વપ્રથમ અજ્ઞાન કે અવિદ્યાને 'ગ્રંથિ'નો મૂળ સ્રોત સમસ્ત, દુઃખો અને પાપોનું મૂળ કહ્યું છે અને તેના કારણે જ જીવ જન્મમરણરૂપ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે, દુઃખી થાય છે. અવિધા અર્થાત્ મિથ્યાજ્ઞાનને કારણે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ અયથાર્થ દેખાય છે. તેવા અજ્ઞાની જીવો જે કાર્ય બંધન, દુઃખ, અત્રાણ, અશરણ, અસુરક્ષાનું કારણ છે, તેને મુક્તિ, સુખ, ત્રાણ તેમજ સુરક્ષાનું કારણ