________________
| ૧૦૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- સાધુ હોય કે ગૃહસ્થ, જેણે તપ સંયમનું આચરણ કર્યું છે, કષાયોને શાંત કર્યા છે કે પાપોથી નિવૃત્ત થયા છે, તે ઉપરોક્ત ઉત્તમ દેવલોકનાં સ્થાનોને પ્રાપ્ત કરે છે. २९ तेसिं सोच्चा सपुज्जाणं, संजयाण वुसीमओ ।
ण संतसंति मरणंते, सीलवंता बहुस्सुया ॥२९॥ શબ્દાર્થ :- ક્ષિ - એ, તે, સપુન્ના- પૂજનીય, સંનયાળ - સંયમવાન, યુવીમો - રત્નત્રયથી યુક્ત, લોન્ચ = સાંભળીને (જો), સતવંત = ચારિત્રવાન થઈ જાય, વહુસુયા = અને બહુશ્રુત થઈ જાય, તે મહાત્મા, મરતે - મરણ સમયમાં, જ સંતતિ - ત્રાસ પામતા નથી, દુઃખી થતા નથી.
ભાવાર્થ :- પૂજનીય, જિતેન્દ્રિય અને સંયમી મુનિઓનું આ પ્રકારનું સદ્ગતિરૂપ વર્ણન સાંભળીને આચારનિષ્ઠ, બહુશ્રુતજ્ઞાની સાધક મરણ સમયે દુઃખનો અનુભવ કરતા નથી અર્થાતુ પોતાના મરણને બગાડતા નથી પરંતુ સાવધાન રહી પંડિતમરણને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
૩ત્તરડું-વિનોદ - ઉપર- ઉપરના દેવલોકમાં મોહકર્મનું પ્રમાણ અલ્પ થતું જાય છે અર્થાત્ કષાયમોહ, વેદમોહ વગેરે ઉપરના દેવલોકમાં અલ્પ થતાં જાય છે.
અખોવવUM સંછાસ :- દેવોમાં જીવન પર્યત વર્ણ, કાન્તિ વગેરે ઘટતાં નથી તથા દેવોમાં ઔદારિક શરીરની સમાન બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધવસ્થા નથી હોતી, આયુષ્યના અંત સુધી તે એક સરખી અવસ્થામાં જ રહે છે. તેથી તેને 'તત્કાલ ઉત્પન્ન થયેલાની જેમ', આ ઉપમા આપી છે.
"જ સંતતિ રાતે' - મૃત્યુ સમયમાં સંત્રાસિત થતા નથી અર્થાત્ ત્રાસ પામતા નથી કે દુઃખ પામતા નથી. તાત્પર્ય એ છે કે ધર્મોપાર્જન કરેલા સંયમી, શીલવાન, ધર્માત્મા પુરુષ ધર્મફળને જાણતાં હોવાથી અને સંસ્કારોથી જીવનને સંસ્કારિત કરેલું હોવાથી મૃત્યુના સમયે ગભરાતા નથી. તેઓ ભય, ચિંતા, શોક, વિલાપ કે રુદન કરતા નથી, કોઈ પણ પ્રકારે દુઃખી થતાં નથી, મૃત્યુ પામતાં પણ પ્રસન્નભાવે જ રહે છે. તેનાથી વિપરીત જે જીવો અવિરત, અસંસ્કારિત જીવો મૃત્યુ સમયે પોતાના પાપકૃત્યોને યાદ કરી તેના ફળ સ્વરૂપનો વિચાર કરતાં જ, હું કયાં જઈશ? એવા પ્રકારના શોકથી ત્રાસી જાય છે. આ રીતે અજ્ઞાની જીવ મરાતે સંતતિ અર્થાત્ મૃત્યુ સમયે સંત્રાસિત થઈ જાય છે, દુઃખી થાય છે.
સકામ મરણની પ્રાપ્તિ અને ઉપાય :३० तुलिया विसेसमादाय, दयाधम्मस्स खतिए ।
विप्पसीएज्ज मेहावी, तहाभूएण अप्पणा ॥३०॥