________________
[ ૧૦૬ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શ્રાવક, દિવાસે વ = ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં પણ, છવિ બ્રામ = ઔદારિક શરીરથી, શરીર પરંપરાથી, મુ - છૂટી જાય છે, બહુ સાથે - દેવલોકમાં, છે - જાય છે.
ભાવાર્થ :- આ પ્રમાણે વ્રતાચરણની શિક્ષાથી સંપન્ન શ્રાવક ગૃહવાસમાં રહેવા છતાં પોતાનાં વ્રતાચરણથી મનુષ્ય સંબંધી દારિક શરીરથી છૂટી જાય છે અને આયુષ્ય પૂર્ણ થતાં દેવગતિમાં જાય છે. २५ अह जे संवुडे भिक्खू , दोण्हं अण्णयरे सिया ।
सव्व दुक्खप्पहीणे वा, देवे वावि महिड्डिए ॥२५॥ શબ્દાર્થ - - અથ' એ પૂર્વના વિષયથી જોડવા માટેનો અવ્યય છે, સંધુ-સંવરવાળો, આશ્રવથી રહિત, રોઢું = બન્નેમાંથી, (કે સુંદર પરિણામમાંથી), અgયર = એક, સિય = હોય છે, સબૂકુfguહીને = સર્વ દુઃખનો નાશ કરનાર સિદ્ધ થાય છે, વાવ = અથવા, મહિપ = મહા ઋદ્ધિશાળી, રે - દેવ હોય છે.
ભાવાર્થ :- સંસારથી નિવૃત્ત થયેલા અર્થાતુ આશ્રવથી રહિત સંયમી સાધુની બેમાંથી એક પ્રકારની ગતિ થાય છે – (૧) તે સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. (૨) મહર્તિક દેવ બને છે. વિવેચન :મારી માફયંજિ :- સામાયિક, ૧૪ નિયમ, અનેક વ્રત, પૌષધ અથવા ૧૨ વ્રત વગેરે ગૃહસ્થનાં ધાર્મિક જીવનનાં અંગ છે.
સામાયિક એ જૈનદર્શનની આત્મવિકાસની ક્રિયા છે. આ ક્રિયા ગૃહસ્થોએ પ્રાયઃ હંમેશાં કરવાની હોય છે અને તે ક્રિયા શુદ્ધ રીતે કરતાં કરતાં તેનું ઉચ્ચતમ ફળ મોક્ષ મેળવી શકાય છે અને પૌષધ એ સંપૂર્ણ અહોરાત્ર પર્યત આત્મચિંતન, ધર્મજાગરણ કરવાની ક્રિયા છે. પૌષધને દિવસે ઉપવાસ કરી, સૌમ્ય આસને બેસી, આત્મચિંતન કે તત્ત્વચિંતન કરવાનું હોય છે. પસદં:- પૌષધ, શ્રાવકનાં બાર વ્રતમાં ૧૧મું વ્રત છે. જેને પરિપૂર્ણ પૌષધ કહેવામાં આવે છે. શ્રાવકને મહિનામાં છ પર્વ તિથિઓમાં છ પૌષધ વ્રત કરવાનું વિધાન છે. બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ. પ્રસ્તુત ગાથામાં શુકલ કે કૃષ્ણ પક્ષની અંતિમતિથિ જેને પાખી કહે છે, મહિનાની આ બે પાક્ષિક તિથિઓમાં પૌષધ છોડવો ન જોઈએ એવો નિર્દેશ છે. પરિપૂર્ણ પૌષધમાં– (૧) અશનાદિ ચારે ય આહારનો ત્યાગ, (૨) મણિ, મોતી, સુવર્ણ, આભૂષણોનો ત્યાગ (૩) માળા, સ્નાન, મર્દન, વિલેપન આદિ શરીર શુક્રૂષાનો ત્યાગ, (૪) અબ્રહ્મચર્યનો ત્યાગ, (૫) સાવધ કાર્યનો ત્યાગ કરવો અનિવાર્ય છે તથા એક અહોરાત્રિ અર્થાત્ આઠ પ્રહર સુધી આત્મચિંતન, સ્વાધ્યાય, ધર્મધ્યાન કરવાનું હોય છે. ભગવતી સૂત્રમાં દર્શાવેલા શંખ શ્રાવકના વર્ણન ઉપરથી આહાર પાણીનો ત્યાગ કર્યા વિના પણ પૌષધ કરવામાં આવે છે. જેને દેશપૌષધ અર્થાતુ દયા કે છકાયવ્રત સમજવું જોઈએ.