________________
અધ્યયન–૫ : અકામમરણીય
સંયમમાં કઈ દષ્ટિએ શ્રેષ્ઠ છે તે જણાવ્યું છે. અને તે યુગના વિભિન્ન ધર્મ સંપ્રદાયોના સાધુઓ, સંન્યાસીઓની સંયમપાલનની ઉપેક્ષાનું તથા બાહ્ય વેશભૂષાથી મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્ત થઈ જવાની તેમની સમજનું ખંડન કર્યું છે. સમ્યક્ સમજપૂર્વક, અતિચાર રહિત અને આકાંક્ષા રહિત વ્રતાચરણનું પાલન કરનાર જ સકામમરણનો અને સ્વર્ગ કે મોક્ષનો અધિકારી કહેવાય છે.
શિખિળ :- વસ્ત્રરહિત રહેનાર નગ્ન સાધુઓ. તે યુગમાં (૧) મૃગચારિક, (૨) ઉદંડક (૩) આજીવક. એ ત્રણ પ્રસિદ્ધ નગ્ન સંપ્રદાયોનો ચૂર્ણિમાં ઉલ્લેખ છે.
૧૦૫
સંચાડી-(સંષાટી) – કપડાના ટુકડાને સાંધીને બનાવવામાં આવતું સાધુનું એક ઉપકરણ (ગોદડી). બૌદ્ધ શ્રમણોમાં આ પ્રચલિત હતું.
મુંડિળ :– જે પોતાના આચાર મુજબ મુંડન કરાવી ચોટી કપાવનાર હોય, તે સંન્યાસીઓ તરફ આ સંકેત છે. ઉપરોક્ત દરેકનું ભિક્ષાચરીયુક્ત જીવન કુશીલ આચરણના કારણે તેને નરકથી બચાવી શકતું નથી. ઉદાહરણ :– રાજગૃહ નગરના વૈભારગિરિની નજીકમાં આવેલા એક ઉદ્યાનમાં મોટો ભોજન સમારંભ હતો. એક ભિક્ષુકે આ જોયું. તે ત્યાં ભિક્ષા પ્રાપ્તિની આશાથી ભટકવા માંડયો. હે દાતા ! કાંઈ ખાવાનું આપો. એવા દીનતાપૂર્વકના શબ્દો કહેવા છતાં કોઈએ કંઈ ન આપ્યું. આથી તેણે વૈભારગિરિ ઉપર ચડીને રોષવશ લોકો ઉપર શિલા નાંખવાના દુષ્ટ આશયથી તે પર્વતની એક ભારે શિલાને નાંખવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નમાં તે પોતે જ નીચે ચગદાઈ ગયો. તે મરીને સાતમી નરકમાં ગયો. આ રીતે દુઃશીલને કેવળ ભિક્ષાવૃત્તિ નરકથી બચાવી શકતી નથી.
સદ્ગુહસ્થનાં લક્ષણો :
२३
अगारि सामाइयंगाणि, सड्डी काएण फासए । पोसहं दुहओ पक्खं, एगरायं ण हावए ॥ २३॥
શબ્દાર્થ :- સડ્ડી = શ્રદ્ધાવાન શ્રાવક, અરિ સામાËષિ = શ્રાવક ધર્મના અંગરૂપ સામાયિક આદિ વ્રતોનું, જાણ્ = શરીરથી, પાલણ્ - પાલન કરવું જોઈએ, દુહો પä - કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ બન્નેમાં, TRIછ્યું - એક રાત્રિને માટે પણ, પોસહં - પૌષધ કરવાનું, ળ હાવણ્ = ન છોડવું.
=
-ન
શબ્દાર્થ
ભાવાર્થ :– શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાયિકાદિ સર્વ અનુષ્ઠાનોનું શ્રદ્ધાપૂર્વક કાયાથી પાલન કરે. મહિનામાં બન્ને પક્ષમાં પૌષધ કરે અર્થાત્ કૃષ્ણપક્ષ અને શુકલપક્ષમાં આઠમ, ચૌદશ, અમાસ અને પૂર્ણિમાના દિવસે એમ છ પૌષધ કરે. સંપૂર્ણ પૌષધ કરવાનું શક્ય ન હોય તો એક રાત્રિ માટે પણ પૌષધ કરવાનું ન છોડે.
२४
एवं सिक्खासमावणे, गिहवासे वि सुव्वए ।
मुच्चइ छविपव्वाओ, गच्छे जक्ख सलोगयं ॥ २४ ॥
सिक्खासमावणे * વ્રત પાલનરૂપ આચાર સહિત, આચારનિષ્ઠ, સુવ્વય્ – સુવ્રતી
: