________________
૧૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સદે (શ8) - શઠ શબ્દનો અર્થ ધૂર્ત, દુષ્ટ, મૂઢ કે આળસુ પણ થાય છે. અહીં ધૂર્ત અર્થ ઉપયુક્ત છે. સિTIળ :- શિશુનાગ અર્થાતુ અળસિયા. તે માટી ખાય છે અને માટીમાં રહેવા-ચાલવાથી શરીરપર માટી ચોંટી જાય છે. આ રીતે તે અંદર અને બહાર બંને જગ્યાએ માટીનો સંચય કરે છે. ૩વવા (પપાતિક) :- આગમોમાં પ્રાણીઓની ઉત્પત્તિ અર્થાત્ જન્મના ત્રણ પ્રકાર કહ્યા છે– (૧) સમૂર્ઝન (૨) ગર્ભજ અને (૩) ઉપપાત. હીન્દ્રિયાદિ જીવ સમૂર્ઝન છે, પશુ પક્ષી અને મનુષ્ય આદિ ગર્ભજ છે અને નારક તથા દેવ ઔપપાતિક હોય છે. નારકીની અપેક્ષાએ અહીં ઔપપાતિક સ્થાન કહ્યું છે. તેઓની ઉત્પન્ન થવાની કુંભીઓ પણ અત્યંત દુઃખ ઉપજાવનાર હોય છે. ધુને ર (ધૂર્ત રૂવ) - અહીં જુગારીને ધૂને કહ્યું છે. જુગારી જેમ દુઃખી થાય છે, બહુ પશ્ચાત્તાપ કરે છે, તેમ નરકમાં દુઃખ પામતાં જીવો પોતાનાં કૃત્યોનો બહુ પશ્ચાત્તાપ કરે છે. અહીં પશ્ચાત્તાપ કરવા માટે જુગારીનું દષ્ટાંત યથાર્થ છે.
ત્તિ નિg :- (૧) એક જ દાવમાં પરાજિત (૨) કલિ' નામક દાવથી પરાજિત. પ્રાચીન ગ્રંથો અનુસાર જુગારમાં બે પ્રકારના દાવ હોય છે. કૃતિદાવ અને કલિદાવ. કૃત જીતનો દાવ છે અને 'કલિ' હારનો દાવ છે. સકામમરણની પ્રતિજ્ઞા :१७ एयं अकाम-मरणं, बालाणं तु पवेइयं ।
एत्तो सकाम-मरणं, पंडियाणं सुणेह मे ॥१७॥ શબ્દાર્થ :- પદ્ય = કહેવાયું છે કે, પ્રશ્નો - ત્યાંથી આગળ, હવે આગળ, ઘડિયાળ - પંડિત પુરુષોનું, સવામાં સકામમરણ, મે મારાથી, સુખેદ - તે સાંભળો, તમે સાંભળો. ભાવાર્થ :- આ રીતે ઉપરની ગાથાઓમાં બાલ જીવોના અકામમરણનું વિવેચન કરવામાં આવ્યું છે, હવે પંડિતોનું સકામમરણ કહીશ, તે મારી પાસેથી તમે સાંભળો. १८ मरणं पि सपुण्णाणं, जहा मेयमणुस्सुयं ।
विप्पसण्ण-मणाघाय, संजयाणं वुसीमओ ॥१८॥ શબ્દાર્થ – પુ0MM - પુણ્યવાન, સંનયામાં - થનાવાન, સંયત, ગુણીનો - રત્નત્રયથી સંપન્ન મહાત્માઓનું, મરણ fપ - પંડિત મરણ, વિપક્ષઘા - અતિ પ્રસન્ન, પ્રશસ્ત, અગાથા - આઘાત રહિત, ઉપદ્રવ રહિત, દુઃખ રહિત હોય છે, નહીં- જેવું, છે મેં, અનુસુયં - સાંભળ્યું છે. ભાવાર્થ :- જેવી રીતે ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે, તે કહું છું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોથી સંપન્ન સંયમી તથા પુણ્યશાળી આત્માઓનું મરણ વ્યાઘાત રહિત અર્થાતુ દુઃખ કે કલેશ રહિત