________________
અધ્યયન—૫ : અકામમરણીય
૧૦૧
શોક કરે છે.
ભાવાર્થ :- જેમ ગાડીવાન સમતલ રાજમાર્ગ છોડીને વિષમ માર્ગે જાય ત્યારે, ખાડા ટેકરા આવવાને કારણે ગાડીની ધોંસરી તૂટી જવાથી તથા ત્યાં બીજાં સાધન ન મળવાથી ઘણો પશ્ચાત્તાપ કરે છે. તેમ જે અજ્ઞાની જીવ ધર્મને છોડીને અધર્મને સ્વીકારે છે, તે મૃત્યુના મુખમાં પહોંચે છે, ત્યારે ગાડીવાનની જેમ શોક કરે છે, દુઃખી થાય છે.
१६
तओ से मरणंतम्मि, बाले संतस्सइ भया । अकाममरणं मरइ, धुत्ते व कलिणा जिए ॥ १६ ॥
શબ્દાર્થ :- તો - ત્યાર પછી, મરખંમ્મિ - મરણ સમયમાં, મા - નરકગતિના ડરથી, સંતસર્ - ધ્રૂજે છે, અત્યંત દુઃખનો અનુભવ કરે, ગામમાં - અકામમરણ, મરડ્ – મરે છે, ય - અને, નિજ = એક જ દાવમાં, ર્િ= હારેલા,પુત્તે ૫ – જગારીની જેમ.
ભાવાર્થ :- ત્યારપછી તે અજ્ઞાની મરણના સમયે ભયભીત થઈને ત્રાસ પામે છે અને અકામમરણે મરીને દુઃખ । પામે છે, જેમ ધૂર્ત જુગારી એક જ દાવમાં સર્વસ્વ હારી દુઃખ પામે છે.
વિવેચન :
વાળન્દ્રે :- ઇચ્છાકામ અને મદનકામ, આ બન્નેનો અભિલાષી કે આસકત.
જામોનેસુ – શબ્દ અને રૂપ, આ બંને 'કામ' તથા ગંધ, રસ અને સ્પર્શ, 'ભોગ' કહેવાય છે અથવા સ્ત્રીસંગ કામ અને વિલેપન, મર્દન આદિ ભોગ કહેવાય છે.
ì :– કામભોગાસક્ત માનવ એકલો, કોઈ મિત્રો વગેરેની સહાય વિનાનો, ઘોર નરકમાં જાય છે.
ઝૂડાય Đરૂ :- (૧) માંસાદિની લોલુપતાવશ મૃગાદિને બંધનમાં નાખે છે. (૨) કૂટમાં અર્થાત્ પાસે પડેલા મૃગને શિકારી દ્વારા યાતના આપવામાં આવે છે, તે જ રીતે નરકમાં ગયેલા જીવને પણ પરમાધાર્મિક દેવો દુ:ખ આપે છે, તેથી તે કૂટ અર્થાત નરકના બંધનથી બંધાય છે. (૩) ફૂટ અર્થાત્ અસત્ય વચનાદિરૂપ ભાવ કૂટમાં પ્રવૃત્ત બને છે.
બાલ જીવ કોઈ પણ મને કલ્પિત વિચારધારાથી પ્રેરિત થઈ હિંસાદિ કર્મોનું નિઃસંકોચપણે આચરણ કરે છે, આ વાતનો સંગ્રહ પાંચમીગાથા થી નવમી ગાથા સુધીમાં થયો છે.
માર્ગ અઠ્ઠમ્ ઃ- ગૃહસ્ય જીવનનાં ઉદ્દેશ્યોની પૂર્તિ માટે હિંસા કરવી, તે સપ્રયોજન હિંસા છે અને ક્રૂરતાના ભાવોથી, ખરાબ આદતથી, વિવેકશૂન્યતાથી અને અજ્ઞાનદશાથી કોઈ પણ પ્રયોજન વિના જે હિંસા કરવામાં આવે છે, તે નિષ્પ્રયોજન હિંસા કહેવાય છે. તેને જ અહીં સાર્થક અને નિરર્થક હિંસા કહેવામાં આવી છે.