________________
[ ૯૨]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પરજ્ઞા - બીજાના દોષો જોનારા અથવા કર્મોથી પરાધીન છે, પણ - આ બધા અવગુણોને, અત્તિઅધર્મરૂપ સમજીને, ફુગુમાળો - તેનાથી દૂર રહીને, નાન વરીયે - જીવનપર્યંત, શરીરનો નાશ ન થાય ત્યાં સુધી, જુઓ - ગુણોના વિકાસની, તેને પ્રાપ્ત કરવાની, વેર ઈચ્છા કરે, ગુણોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. ભાવાર્થ :- જે લોકો અસંસ્કારી છે અર્થાત્ સુસંસ્કારી નથી, તુચ્છ પ્રકૃતિના છે, બીજાઓની નિંદા કરનારા છે, રાગદ્વેષમાં રચ્યા પચ્યા રહી પરચિંતા કર્યા જ કરે છે અથવા કર્મોથી પરાધીન છે કે વાસનાઓને આધીન છે. "તે બીજાના દોષો તરફ દષ્ટિ રાખનારા લોકો ધર્મ રહિત છે," એમ જાણીને સાધક તેઓની સંગતિ કરે નહીં અને શરીરનો નાશ ન થાય, ત્યાં સુધી અર્થાત્ જીવનની અંતિમ પળ સુધી સણોનો જ સંગ્રહ કરે, તેની જ ચાહના કરે, તેની જ આરાધના કરતો રહે અર્થાત્ ઉપરોક્ત અવગુણોથી સદાય દૂર રહે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
આ ગાથાનો અર્થ પ્રતોમાં અન્યમતને લક્ષમાં રાખીને કરવામાં આવ્યો છે પરંતુ અસંસ્કૃત જીવનનો પ્રસંગ હોવાથી તેને અનુરૂપ અર્થ કરવો ઉચિત સમજી તે જ અર્થ અહીં શબ્દાર્થ ભાવાર્થમાં સ્વીકારવામાં આવ્યો છે.
પહેલી ગાથામાં અસંસ્કૃત શબ્દનો પ્રયોગ તૂટેલા આયુષ્યનું જોડાણ ન થઈ શકે એ અર્થમાં છે, જ્યારે અંતિમ ગાથામાં અસંસ્કૃત શબ્દ ( હયા= અછૂત) અસંસ્કારિત જીવનવાળા, એવા અર્થમાં છે. ઉપસંહાર :- જીવન ચંચળ છે. માનસિક ચંચળતા કર્મબંધનું કારણ છે અને બાંધેલા કર્મને ભોગવ્યા વગર છૂટકો નથી. ક્ષણભંગુર જીવન જાગૃતિનો સંદેશ આપે છે. અને અસંસ્કારિત જીવનવાળાને જોઈ પોતાના જીવનને ઉત્તમોત્તમ ગુણોથી સુસંસ્કારિત કરવું જોઈએ.
II અધ્યયન-૪ સંપૂર્ણ |