________________
| અધ્યયન-૫: અકામમરણીય
૯૯
પાંચમું અધ્યયન OCRORODORO RO ROR
પરિચય :
આ અધ્યયનનું નામ 'અકામમરણીય છે. નિયુક્તિમાં તેનું બીજું નામ 'મરણવિભક્તિ' છે.
સંસારી જીવની જીવનયાત્રા બે વિભાગમાં વિભાજિત છે–(૧) જન્મ અને (૨) મરણ. જીવ જન્મ અને મરણ કર્યા જ કરે છે. જીવન અને મૃત્યુના યથાર્થ દષ્ટિકોણ કે યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના તે જીવો મૃત્યુ પછી સુગતિઓ અને સુયોનિઓમાં જવાને બદલે, જન્મ મરણ ઘટાડવાને બદલે દુર્ગતિ અને કુયોનિઓમાં વારંવાર જન્મ મરણ કરે છે. જે જીવો જીવન અને મૃત્યુનાં રહસ્યને યથાર્થ રીતે જાણી લે છે અને તે જ પ્રકારે જીવન જીવે છે, જેને જીવવાનો મોહ નથી, મૃત્યુની દરકાર નથી તેમજ જે જીવન અને મૃત્યુમાં સમ રહી જીવનને તપ, ત્યાગ, વ્રત, નિયમ, ધર્માચરણ આદિથી સફળ બનાવે છે, મૃત્યુને સમીપ આવેલું જાણીને, સંગ્રામે ચડેલા યોદ્ધાની જેમ કષાય સાથે કેસરિયા કરવા તૈયાર થઈ શરીરરૂપ સાધન દ્વારા સંલેખના કરે છે; આલોચના, નિંદા, ગહ, ક્ષમાપના, ભાવના, તેમજ પ્રાયશ્ચિત દ્વારા આત્મશુદ્ધિ કરવા અહિંસક શસ્ત્રાસ્ત્રોથી સજ્જ રહે છે, હસતાં હસતાં મૃત્યુને સ્વીકારી, મૃત્યુને મહોત્સવ બનાવી, આ નાશવંત શરીરને છોડી દે છે, તે જીવો ભવિષ્યના જન્મ મરણના ફેરા ઘટાડે છે અથવા જન્મ મરણની ગતિને સદાને માટે રોકી દે છે.
આ બંને કોટિની વ્યક્તિઓમાંથી એકના મરણને બાલમરણ અને બીજાના મરણને પંડિત મરણ કહે છે. પ્રથમ કોટિની વ્યક્તિ મૃત્યુથી ભયભીત બનીને રડે છે, વિલાપ કરે છે અને આર્તધ્યાન કરે છે. મૃત્યુ સમયે તેને પોતાના જીવનમાં કરેલાં પાપકર્મોનાં દશ્યો સ્મૃતિપટ પર ખડાં થાય છે અને પરલોકમાં મળનાર દુર્ગતિ તથા દુઃખ પરંપરાની પ્રાપ્તિના ભયથી ધ્રૂજી ઊઠે છે, તે પશ્ચાત્તાપ કરે છે, શોક, ચિંતા, ઉદ્વિગ્નતા, દુર્ગાનને વશ બની અનિચ્છાએ મૃત્યુને પામે છે. આમ મૃત્યુના સ્વરૂપ અને રહસ્યથી અજાણ કે અજ્ઞાત વ્યક્તિના ધ્યેયશૂન્ય મરણ 'અકામ મરણકે બાલમરણ' કહેવાય છે. જ્યારે મૃત્યુના સ્વરૂપ અને રહસ્યને સાંગોપાંગ સમજનાર અને મૃત્યુને પરમમિત્ર તરીકે સ્વીકારનાર વ્યક્તિઓનાં મૃત્યુને સકામમરણ' કહે છે.
મરણ છે? આ પ્રશ્રનું સમાધાન કોઈ વિરલા જ મેળવી શકે છે. દ્રવ્યની દષ્ટિએ આત્મા નિત્ય છે તેનું મરણ થતું નથી. દ્રવ્યદૃષ્ટિએ શરીરના પુલ ધ્રુવ અર્થાત્ કાયમ રહે છે, તેનું પણ મરણ થતું નથી. મૃત્યુનો સંબંધ આત્મદ્રવ્યની પ્રતિક્ષણ ઉત્પત્તિ તથા વ્યયશીલ પર્યાય પરિવર્તનથી પણ નથી પરંતુ જે ભવમાં આત્મા જોડાયેલો છે તે ભવનું આયુષ્યકર્મ પૂર્ણ થતાં આત્મા તે શરીરને છોડે, તેને મૃત્યુ કહે છે.