________________
e
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
કારણ કે કરેલા કર્મોને ભોગવ્યા વિના છૂટકો જ નથી.
૪
संसारमावण्ण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले, ण बंधवा बंधवयं उवेंति ॥४॥ શબ્દાર્થ :- સંસાર – સંસારમાં, અવપ્ન = આવેલો જીવ, પરK = બીજાને, અડ્ડા = માટે, ચ - જે, સાહારળ = સાધારણ, બધાનું ભેગું, માંં = કર્મ, રેફ્ = કરે છે, તG = તે, મ્મસ = કર્મના, વેવાતે = ફળભોગના સમયે, ભોગવતી વખતે, ૩- નિશ્ચય, તે - તે, વંધવા = બંધુ વગેરે, ધવયં • ભ્રાતૃભાવનું, ળ વૃતિ = પાલન કરતા નથી.
-
ભાવાર્થ :- સંસારી જીવ પોતાના બંધુજનો માટે જે સામૂહિક કર્મ કરે છે, તે કર્મના ઉદયે અર્થાત્ ફળ ભોગવવાનાં સમયે કોઈ પણ ભાઈ ભાંડુ ભાગ પડાવવા કે સંબંધ સાચવવા આવતાં નથી, એટલે કર્મફળ ભોગવવામાં ભાગ પાડતા નથી.
વિવેચન :
પાવઝ્મહિં :- પાપકર્મ (૧) મનુષ્યને પતનને માર્ગે લઈ જનાર હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ આદિ (૨) પાપના ઉપાદાન હેતુવાળું અનુષ્ઠાન (૩) અપરિમિત ખેતી, વાણિજ્યાદિ અનુષ્ઠાન.
પાલપટ્ટિÇ :- (૧) પશ્ય પ્રવૃત્તાન્ – પાપપ્રવૃત્ત મનુષ્યોને જો - કે કામવાસનાના બંધનમાં ફસાયેલા.
પાશ પ્રતિષ્ઠિત – રાગદ્વેષ
वेणुबद्धा :– વૈર શબ્દના ત્રણ અર્થ છે, (૧) શત્રુતા (૨) પાપ (૩) કર્મ. આથી વેરાણુબંધના ત્રણ અર્થ આ પ્રકારે થાય છે – (૧)શત્રુતા– વૈરની પરંપરા બાંધેલી વ્યક્તિ (૨) પાપથી અનુબદ્ધ વ્યક્તિ (૩) કર્મોથી બંધાયેલા. અહીં 'કર્મબદ્ધ' અર્થ જ ઈષ્ટ છે.
=
સંધિમુદ્દે ઃ– સંધિમુખનો શાબ્દિક અર્થ સાંધનું મુખ, બાકોરાનો આકાર છે. ટીકાકારોએ સંધિ અનેક પ્રકારની કહી છે, કલશાકૃતિ, નન્દાવર્તાકૃતિ, પદ્માકૃતિ, પુરુષાકૃતિ વગેરે.
બે કથાઓ :– (૧) પ્રિયંવદ ચોર સ્વયં કાષ્ઠ કલાકાર સુથાર હતો. તેણે વિચાર્યું કે સેંધ–બાકોરું એવું બનાવું કે લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય અને મારી કલાની પ્રશંસા કરે. તેણે કરવત વડે પદ્માકૃતિ બાકોરું બનાવ્યું અને પોતાના બે પગ તે બાકોરા દ્વારા ઘરમાં નાંખી પ્રવેશ કરવા યત્ન કર્યો, તે જ સમયે શેઠ તેના
બંને પગ ઘરની અંદરથી પકડી બાંધી લીધા. બહારથી ચોરનો સાથી તેને બહાર ખેંચવા લાગ્યો અને શેઠ ચોરને અંદર ખેંચવા લાગ્યા. આમ બંને બાજુ ખેંચતાણ થતાં, તે લોહીલુહાણ થઈ ગયો, અંતે મરણને શરણ થયો. (૨) એક ચોર પોતે કરેલા બાકોરાની પ્રશંસા સાંભળી હર્ષાતિરેકથી, સંયમ ન રાખી શકવાથી પકડાઈ ગયો. બંને કથાઓનું ફળ સમાન છે. જેમ ચોર પોતાના દ્વારા કરેલા બાકોરાના કારણે પકડાઈ જાય