SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૪ઃ અસંસ્કૃત . [ ૮૫ | અર્થ – મંગલ, કૌતુક, યોગ, વિદ્યા, તેમજ મંત્ર, ઔષધ કે ઈન્દ્રો સહિત સમસ્ત દેવગણ પણ મૃત્યુથી બચાવવા અસમર્થ છે. દષ્ટાંત :- ઉજ્જયિનીના રાજા જિતશત્રના રાજ્યમાં અટ્ટનમલ અજેય પહેલવાન ગણાતો હતો. આજુબાજુના રાજ્યોમાં તેને હરાવનાર કોઈ ન હતું. સોપારક નગરના રાજા સિંહગિરિ મલ્લયુદ્ધ જોવાના શોખીન હતા. અટ્ટનમલ તેના નગરમાં મલ્લયુદ્ધમાં હંમેશાં વિજય પતાકા ફરકાવીને ઈનામ મેળવતો. એકવાર રાજા સિંહગિરિએ એક યુવાન માછીમારને મલ્લયુદ્ધ માટે તૈયાર કર્યો. તે યુવાન બળવાન માસ્મિકમલે અટ્ટનમલ્લને પરાજિત કરી દીધો. અટ્ટનમલને વૃદ્ધાવસ્થાની પ્રતીતિ થઈ. તરત જ તેને વૈરાગ્યભાવ જાગૃત થયો અને નિગ્રંથ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. તે સમજી ગયો કે વૃદ્ધાવસ્થામાં એક ધર્મ જ શરણભૂત છે. પાપકર્મોનું પરિણામ :| २ | जे पावकम्मेहिं धणं मणुस्सा, समाययंति अमई गहाय । पहाय ते पासपयट्टिए परे, वेराणुबद्धा णरयं उर्वति ॥२॥ શબ્દાર્થ :- જે- જે, નપુર- મનુષ્ય, પાવહિં - પાપકર્મથી, થઈ. ધનને, અમથું (અમ) - અમૃત સમાન સમજીને, હાલ = ગ્રહણ કરીને, સમાચરિ-સંગ્રહ કરે છે, પHપટ્ટિા - સ્ત્રી-પુત્ર વગેરે બંધનોમાં ફસાયેલા, વેરાપુવા - વેરભાવની સાંકળમાં જકડાયેલા, તે - તે, અરે - મનુષ્ય, પવિત્ર ધનને છોડીને, વંન નરકને, સર્વતિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- જે મનુષ્યો અજ્ઞાનવશ પાપનાં કામો કરીને ધનનું ઉપાર્જન કરે છે અને ધનને અમૃત તુલ્ય સમજીને ગ્રહણ કરે છે, તેનો સંગ્રહ કરે છે પરંતુ તે ધનને અહીં જ છોડી, રાગદ્વેષની જાળમાં ફસાઈ, વૈરભાવથી બંધાઈ, તે જીવો મરીને નરક ગતિમાં ચાલ્યા જાય છે. । तेणे जहा संधिमुहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इह च लोए, कडाण कम्माण ण मोक्ख अत्थि॥३॥ શબ્દાર્થ - નદી-જે રીતે, આંધમુકે છીંડુ પાડવાની જગ્યાએ, વાહ પકડાયેલા, પવાર - પાપાત્મા, તેને - ચોર, સમુ - પોતાનાં જ કરેલાં કર્મોથી, વિરુ - દુઃખ પામે છે, પર્વ - એ રીતે, કથા જીવને, દ્રોપ-આ લોક, ૨અને, વિપરલોકમાં, વડાપ - પોતાનાં કરેલાં, જ્ઞાન - કર્મોથી, મોg - છૂટકારો, અસ્થિ = થતો નથી. ભાવાર્થ :- ખાતર પાડતા છીંડું પાડવાની જગ્યાએ જ પકડાઈ જતાં પાપી ચોર પોતાનાં દુષ્કર્મોથી દુઃખ પામે છે, તેમ દરેક જીવ પોતાના કરેલાં કૃત્યોનું ફળ આ લોકમાં તેમજ પરલોકમાં જરૂર ભોગવે છે
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy