________________
અધ્યયન—૩ : ચતુરંગીય
થઈ તેઓ રાજગૃહમાં આવ્યા. ત્યાં મણિપ્રભ યક્ષે દ્વિક્રિયાવાદની તેની અસત્ પ્રરૂપણાથી ક્રોધાયમાન બની, તેના ઉપર મુદ્ગરનો પ્રહાર કર્યો અને કહેવા લાગ્યો "ભગવાને સ્પષ્ટપણે પ્રરૂપણા કરી છે કે જીવને ક્રિયાયનો એક સાથે અનુભવ થતો નથી અર્થાત્ એકી સાથે બે ઉપયોગ હોતા નથી, વાસ્તવમાં આપની ભ્રાંતિનું કારણ સમયની અતિસૂક્ષ્મતા છે. આપ અસત્પ્રરૂપણાને છોડો, નહીં તો આ મુદ્ગરથી તમારો નાશ કરીશ. આ પ્રકારનાં યક્ષનાં ભયપ્રદ તથા યુક્તિયુક્ત વચનોથી તે પ્રતિબોધિત થયા અને તેમણે પોતાના દુરાગ્રહનો ત્યાગ કરી આત્મશુદ્ધિ કરી.
૭૫
(૬) રોહગુપ્ત (લુક) :– ગુપ્તાચાર્યના શિષ્ય રોહગુપ્ત અંતરંજિકા નગરીમાં તેમના દર્શનાર્થે આવ્યા. ત્યારે એક પોટ્ટશાલ પરિવ્રાજકે એવી ઘોષણા કરી કે મેં લોઢાના પટ્ટાથી મારા પેટને એટલા માટે બાંધ્યુ છે કે મારા પેટમાં ભરેલી અનેક વિદ્યાઓના ભારથી તે ફાટી ન જાય. આ જંબુદ્રીપમાં મારો કોઈ પ્રતિસ્પર્ધી નથી, તેથી મેં જાંબુના વૃક્ષની ડાળી હાથમાં રાખી છે. રોહગુપ્ત મુનિએ ગુરુદેવ ગુપ્તાચાર્યને પૂછયા વિના જ ઘોષણા કરનાર પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરવાનું નક્કી કર્યું. તેમણે ઘોષણા કરનાર તથા થાળી પીટનારને થોભાવી દીધો. ત્યાર પછી ગુરુમહારાજની પાસે આવીને રોહગુપ્તે જ્યારે વાત કરી, ત્યારે તેમણે કહ્યું —આ કાર્ય બરાબર (યોગ્ય) કર્યું નથી. તમે વાદવિવાદમાં કદાચ તેને પરાજિત કરી દેશો, તો પણ તે પરિવ્રાજક વૃશ્ચિકાદિ સાત વિદ્યાઓથી તમને અનેક રીતે હેરાન કરશે. રોહગુપ્તે વાદવિજય અને ઉપદ્રવ નિવારણ માટે ગુરૂના આર્શીવાદ માંગ્યા. ગુરુદેવે મયૂરી આદિ સાત વિધાઓ પ્રતીકારાર્થે આપી અને ક્ષુદ્રવિદ્યાકૃત ઉપસર્ગ નિવારણાર્થે રજોહરણ મંત્રિત કરીને આપ્યો. રોહગુપ્ત રાજસભામાં પહોંચ્યા. પરિવ્રાજકે જીવ અને અજીવ રાશિદ્રયનો પક્ષ પ્રસ્તુત કરી રોહગુપ્તના જ મત દ્વારા તેને પરાજિત કરવાનું નક્કી કર્યું. રોહગુપ્તે તેને પરાજિત કરવાના હેતુથી (૧) જીવ (૨) અજીવ (૩) નો જીવ, એ રાશિત્રયનો સિદ્ધાંત પ્રસ્તુત । કર્યો. નોજીવમાં ગરોળીની કપાયેલી પૂંછડીનું દૃષ્ટાંત આપ્યું. પરિવ્રાજકે પરાજયના રોષથી રોહગુપ્તનો નાશ કરવા માટે વૃશ્ચિકાદિ વિદ્યાનો પ્રયોગ કર્યો, પરંતુ રોહગુપ્તે તેની પ્રતિપક્ષી સાત વિદ્યાઓના પ્રયોગ દ્વારા તેને હરાવી દીધો. સહુએ પરિવ્રાજકને પરાજિત જોઈને નગર બહાર કાઢી મૂકયો.
જ
ગુરુદેવ પાસે આવી રોહગુપ્તે ત્રિરાશિ પક્ષના સ્થાપનથી માંડીને વિજયપ્રાપ્તિ સુધીનો વૃતાંત્ત સંભળાવ્યો. ત્યારે ગુરુમહારાજે કહ્યું કે હે વત્સ ! તમે ત્રિરાશિ દ્વારા પરિવ્રાજકને હરાવ્યો પરંતુ તમે જયારે ત્યાંથી જીતીને ઉઠયા ! ત્યારે એવું કેમ ન કહ્યું કે 'નો જીવરાશિ' અર્થાત્ ત્રિરાશિએ અમારો સિદ્ધાંત નથી ફકત જીવ અને અજીવ, આ બે જ રાશિ અમારા સિદ્ધાંતમાં છે માટે તમે સભામાં જઈને ફરીથી તેનો ખુલાસો કરો. આમ છતાં રોહગુપ્તે પોતાનો દુરાગ્રહ ન છોડયો અને તે ગુરુ સાથે પ્રતિવાદ કરવા તૈયાર થઈ ગયો. પરિણામે બલશ્રી રાજાની રાજસભામાં ગુરુ—શિષ્યનો છ માસ વિવાદ ચાલ્યો. અંતે રાજા વગેરેની સાથે ગુપ્તાચાર્ય જ્યાં ત્રણે લોકની બધી વસ્તુઓ મળે તેવી કુત્રિકાપણ દુકાને પહોંચ્યા, ત્યાં પહોંચીને તરત જ આચાર્ય મહારાજે દુકાનદાર પાસે માંગ્યું, તે મુજબ તેણે જીવ અને અજીવ બંને પદાર્થો બતાવ્યા પરંતુ નોજીવની માગણી કરી ત્યારે દુકાનદારે કહ્યું કે નોજીવ ત્રણે લાકમાં કયાંય મળતો નથી. ત્રણે લોકની દરેક ચીજ અહીં મળે છે. અહીં ન મળતી ચીજ ત્રણે લોકમાં કયાંય નથી મળતી. દુકાનદારની વાત સાંભળી આચાર્યે ફરીવાર રોહગુપ્તને સમજાવ્યા, પણ તે સમજયો નહિ. તેથી તેને હારેલો જોઈને રાજસભામાંથી