________________
૭૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ઉદ્યાનમાં ગયા, બધાને પકડી બાંધી પ્રહારથી ત્રાસ આપતાં રાજા પાસે હાજર કયાં, ત્યારે તેમણે પૂછયું 'આપતો શ્રમણોપાસક છો અને અમો શ્રમણ છીએ. અમારા પર શા માટે અત્યાચાર કરાવી રહ્યા છો?" તેમની વાત સાંભળીને રાજાએ કહ્યું "આપના અવ્યકત મતાનુસાર હું કેમ માની શકું કે આપ શ્રમણ છો અથવા ચોર? અને હું શ્રમણોપાસક છું કે બીજો કોઈ?" રાજાનું આ પ્રકારનું કથન સાંભળીને તે બધાને બોધ થઈ ગયો અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. રાજા દ્વારા પ્રતિબોધિત બનેલા તે મુનિઓ પોતાની મિથ્યા માન્યતાનું પ્રાયશ્ચિત કરી સ્થવિરોની સેવામાં ચાલ્યા ગયા. (૪) અશ્વામિત્ર - મહાગિરિ આચાર્યના શિષ્ય કૌડિન્ય પોતાના શિષ્ય અશ્વમિત્ર મુનિને દશમા વિધાનપ્રવાદ પૂર્વની નૈપુણિક નામની વસ્તુનું અધ્યયન કરાવી રહ્યા હતા. તે સમયે એક સૂત્રપાઠનું અધ્યયન આવ્યું કે વર્તમાન ક્ષણવર્તી નૈરયિક આદિ વૈમાનિક પર્યત ચોવીસ દંડકોના જીવ ક્ષણાંતરમાં ચ્છિન્ન થઈ જશે. આના પરથી અસ્વમિત્રે એકાંત ક્ષણક્ષયવાદનો આગ્રહ પકડી લીધો કે સઘળા જીવાદિક પદાર્થ પ્રતિક્ષણમાં નષ્ટ થઈ રહ્યા છે, કાંઈ સ્થિર નથી. કોડિન્યાચાર્યે તેમને અનેકાંત દષ્ટિથી સમજાવ્યું કે વ્યુચ્છેદનો અર્થ વસ્તુનો સર્વથા નાશ નહિ પણ પર્યાયની અપેક્ષાએ પ્રતિક્ષણ વસ્તુનો નાશ થાય, એ પ્રમાણે લેવાનો છે. જેનશાસ્ત્રનો એ સિદ્ધાંત જ છે કે સમસ્ત પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાસ્વત છે, પરંતુ અમ્લમિત્રે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહીં, રાજગ્રહનગરના શુક્લાધ્યક્ષ શ્રાવકોએ સમુચ્છેદવાદીઓ (નિતવો) ને ચાબુક વગેરેના પ્રહારથી ખૂબ માર્યા, ત્યારે મુનિઓ કહેવા લાગ્યા કે આપ તો શ્રાવકો છો અને અમે સાધુઓ છીએ, તો વ્યર્થ શા માટે અમને મારો છો? શ્રાવકોએ કહ્યું "આપના મત અનુસાર ન તો અમે શ્રાવક છીએ કે ન તો તમે સાધુ છો. આપે જેને જોયા છે, તેનો તો નાશ થઈ ગયો છે, અમે તો નવીન જ ઉત્પન્ન થયા છીએ. આપને મારનાર તથા આપ, બંને નવા જ ઉત્પન્ન થયા છો કેમ કે આપનો મત જ ક્ષણક્ષયનો પ્રતિપાદક છે, સર્વ પદાર્થો ક્ષણ વિનાશી છે, આ પ્રમાણે શ્રાવકો દ્વારા શિક્ષણ મેળવી તે બધા પ્રતિબોધિત થયા અને સર્વે પુનઃ સત્ય સિદ્ધાંતનો સ્વીકાર કરી પોતાના સંઘમાં આવી ગયા. (૫) ગંગાચાર્ય :- ઉલુકા નદીના પૂર્વ કિનારે એક ઉલ્લકાતીર નામનું નગર હતું અને પશ્ચિમી કિનારે ધૂળના કોટથી બાંધેલું એક નાનું ગામડું હતું ત્યાં મહાગિરિના શિષ્ય ધનગુપ્ત મુનિરાજ ચાતુર્માસ કર્યું. ધનગુપ્તાચાર્યને એક શિષ્ય હતો, જેનું નામ ગંગ હતું. તે પોતે પણ આચાર્ય હતા. તેમણે ઉલુકા નદીના પૂર્વ કિનારા ઉપર આવેલી ઉલુકા નગરીમાં ચાતુર્માસ કર્યું. શરદઋતુનો સમય હતો. એક દિવસે ગંગાચાર્ય પોતાના ધર્માચાર્યને વંદના કરવા માટે જઈ રહ્યા હતા. માર્ગમાં નદી આવતી હતી. તેમણે સામે કાંઠે જવા માટે નદીમાં પ્રવેશ કર્યો. તેમના માથામાં વાળ ન હતા, તેથી પ્રખર સૂર્યના કિરણોના આતાપથી તેમનું મસ્તક તપી રહ્યું હતું. બીજી બાજુ તેમનાં ચરણોને શીતલ જળનો સ્પર્શ થતાં ચરણોમાં શીતળતાનો અનુભવ થતો હતો. મિથ્યાત્વ કર્મોદયવશ તેમનાં મનમાં એવા પ્રકારનો તર્ક જાગ્યો કે આગમમાં કથન છે કે એક સમયમાં એક જીવ એક જ ક્રિયાનો અનુભવ કરે છે, પરંતુ મારા આ સ્વાનુભવે એ વાત સત્ય લાગતી નથી, કેમ કે અત્યારે શીત અને ઉષ્ણ, એમ બને અનુભવ મને એકી સાથે જ થઈ રહ્યા છે. આચાર્ય ધનગુણે વિવિધ યુક્તિઓથી તેને સત્યસિદ્ધાંત સમજાવ્યો, પરંતુ તેમણે દુરાગ્રહ ન છોડ્યો અને સંઘબહિષ્કૃત