________________
અધ્યયન–૩:ચતુરંગીય
૭૩ ]
बहुरय जमालिपभवा, जीवपएसा य तीसगुत्ताओ । अव्वत्ताऽऽसाढाओ, सामुच्छेयाऽऽसमित्ताओ ।।१६५।। गंगाए दो किरिया, छलगा तेरासियाण उप्पत्ती ।
थेरा य गुट्ठमाहिल पुट्ठमबद्धं परूविति ।।१६६।। –ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (૧) જમાલિઃ- 'દિયા જૂત' જે અત્યારે કરવામાં આવે છે, તે થઈ ગયું છે, એવું જે ભગવાન મહાવીરે કહ્યું છે, તે સત્ય નથી, એમ ભગવાન મહાવીરના સિદ્ધાંતને મિથ્યા માની, સ્થવિરો વડે સમજાવવા છતાં પણ તેણે પોતાના મિથ્યાગ્રહ પર અડગ રહીને પોતાનો અલગ મત સ્થાપિત કર્યો. (૨) તિષ્યગુપ્ત :- વસુ આચાર્યના શિષ્ય તિષ્યગુણે સાતમું આત્મપ્રવાદ પૂર્વ ભણતી વખતે એકપણ પ્રદેશથી હીન જીવને જીવ ન કહી શકાય, એ કથનને બરાબર સમજ્યા વિના એકાંત આગ્રહ સ્વીકારી લીધો કે અંતિમ પ્રદેશ જ જીવ છે, પ્રથમ દ્વિતીય આદિ પ્રદેશ નહીં. આચાર્ય વસુએ તે મિથ્યાગ્રહને છોડવા માટે ખૂબ જ સમજાવ્યા. યુક્તિપૂર્વક સમજાવવા છતાં પણ તે કદાગ્રહ છોડયો નહિ, પરંતુ જ્યારે તે આમલકપ્પા નગરીમાં પધાર્યા, ત્યારે તેમની મિથ્યા પ્રરૂપણા સાંભળીને ભગવાન મહાવીરના શ્રાવક મિત્રશ્રી શેઠે તેમને પોતાને ઘેર ભિક્ષા અર્થે પધારવા આમંત્રણ આપ્યું. ભિક્ષામાં તેણે મોદક આદિમાંથી એક તલ જેટલો ભાગ કાઢીને પીરસ્યો. ખીર, ઘી, પાણી વગેરે પણ કેવળ બિંદુ પ્રમાણમાં આપ્યાં. વસ્ત્રનો પણ એક તાંતણો આપ્યો. તિષ્યગુપ્તમુનિએ આનું કારણ પૂછયું, ત્યારે મિત્રશ્રી શ્રાવકે કહ્યું કે આપનો સિદ્ધાંત એવો છે કે અંતિમ એક પ્રદેશ જ પૂર્ણ જીવ છે, તેથી મોદક આદિનો એક કણ પણ પૂર્ણ મોદક (આદિ) છે. આપની દષ્ટિને અનુસરીને જ મેં આમ કર્યું છે. તિષ્યગુપ્તને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને આલોચના પ્રાયશ્ચિત કરીને પુનઃ સમ્બોધ પ્રાપ્ત કર્યો. (૩) આષાઢાચાર્યના શિષ્ય :- હૃદયશૂળની વેદનાથી મૃત્યુ પામેલા આષાઢાચાર્ય પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. પોતાના શિષ્યોને શિક્ષણ આપવાના હેતુથી પોતાના મૃત શરીરમાં પ્રવેશ કરી સાધુવેશે પોતાના શિષ્યોને અગાઢ યોગનું શિક્ષણ આપ્યું. શિક્ષણ પુરું થતાં પોતાના શિષ્યોને વસ્તુસ્થિતિ સમજાવીને શુદ્ધિ કરાવીને દેવલોકે ચાલ્યા ગયા.
આ પ્રસંગથી તેના શિષ્યો સાંસાયિક મિથ્યાત્વથી ગ્રસ્ત બની ગયા અને તેમણે અવ્યકતભાવનો સ્વીકાર કરી લીધો. તેઓ કહેવા લાગ્યા કે અજ્ઞાનવશ અમે સૌએ તે અસંયત દેવને સંયત માનીને વંદના કરી હતી. આથી હવે બીજે પણ કઈ રીતે નિશ્ચય કરી શકાય કે આ સંયત સાધુ છે કે અસંયત દેવ છે? તેથી દરેક વસ્તુ અવ્યકત જ છે, એમ માનવું જોઈએ. તે સ્વીકારવાથી મૃષાવાદ પણ થાય નહિ અને અસંયતને વંદના કરવાનો દોષ પણ લાગે નહિ.
રાજગૃહના મૌર્યવંશીય રાજા બલભદ્ર શ્રમણોપાસકે અવ્યકત નિદ્વવોને નગરમાં આવેલા જાણીને તેમને પોતાના સુભટો દ્વારા બાંધીને હાજર કરવાનો હુકમ કર્યો. રાજાના માણસો તેમને પકડી લાવવા માટે