________________
[ ૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
બહિષ્કૃત કરવામાં આવ્યો. ગચ્છથી બહિષ્કૃત બની રોહગુણે વૈશેષિક દર્શનની સ્થાપના કરી. તેમાં તેણે ભાવાત્મક છ પદાર્થોની પ્રરૂપણા કરી. તેનાથી તેનું બીજુંનામ ષલુક પણ પડ્યું. (૭) ગોષ્ઠામાહિલ :- આચાર્ય આર્યરક્ષિતે દુર્બલિકા પુષ્પમિત્રને યોગ્ય સમજીને જયારે પોતાના ઉત્તરાધિકારી આચાર્ય તરીકે જાહેર કર્યા, ત્યારે ગોષ્ઠામાહિલ ઇર્ષ્યાથી સળગી ઊઠયા. એકવાર આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર જ્યારે પોતાના શિષ્ય વિંધ્યમુનિને નવમા પૂર્વ પ્રત્યાખ્યાન પ્રવાહની વાચના દઈ રહ્યા હતા, ત્યારે તેમાં આ પ્રમાણે પાઠ આવ્યો– 'પાણાવાયં પવનહાનિ ગાવવા આના ઉપર પ્રતિવાદ કરતાં ગોષ્ઠામાહિલ બોલ્યા, 'ગાવવા , એવું ન બોલવું જોઈએ, કારણ કે એમ કહેવાથી પ્રત્યાખ્યાન સીમિત અને સાવધિક બની જાય છે. આમાં આકાંક્ષાનો સંભવ હોવાથી હું ભવિષ્યમાં મારીશ' એ પ્રકારનું દુષણ આવે છે. આચાર્યશ્રીએ સમજાવ્યું કે તમારી આ પ્રરૂપણામાં મર્યાદાવિહીન અને કાલાવધિ રહિત ઉત્સુત્ર પ્રરૂપણા દોષ હોવાથી અકાર્ય સેવન તથા ભવિષ્યમાંદેવાદિ ભવોમાં પ્રત્યાખ્યાન નહિ હોવાથી વ્રત ભંગનો દોષ લાગવાની આશંકા છે. 'યાવજીવન' એ શબ્દથી મનુષ્યભવ સુધીનું જ ગ્રહણ થાય છે અને જીવન પર્યંત વ્રતોનું નિરતિચાર રૂપે પાલન થઈ શકે છે. આ પ્રકારે સમજાવવા છતાં પણ ગોષ્ઠામાહિલે પોતાનો દુરાગ્રહ ન છોડ્યો. સંઘે ભેગા મળીને શાસનદેવી દ્વારા મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકરની પાસે ખુલાસો કરી આવવાની પ્રાર્થના કરી. શાસનદેવી વિદેહ ક્ષેત્રમાં જઈ સંદેશ લાવ્યા કે આચાર્ય કહે છે તે જ સત્ય છે, ગોષ્ઠામાહિલ મિથ્યાવાદી નિતવ છે. આમ છતાં ગોષ્ઠામાહિલ માન્યા નહિ, તેથી તેને સંઘે બહિષ્કૃત કરી દીધા. આ પ્રમાણે ગોષ્ઠામાહિલ સમ્યગુશ્રદ્ધાથી ભ્રષ્ટ બની આલોચના કર્યા વગર મરીને પ્રથમ કલ્પમાં દેવ થયા, તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રદ્ધા પરમ દુર્લભ છે. સંયમમાં પુરુષાર્થ :१० सुई च लधु सद्धं च, वीरियं पुण दुल्लहं ।
बहवे रोयमाणा वि, णो य णं पडिवज्जए ॥१०॥ શબ્દાર્થ :- સુ - ધર્મશ્રવણ, સદ્ધ - ધર્મશ્રદ્ધા, તબ્ધ પ્રાપ્ત કર્યા પછી, વરિ - સંયમમાં પરાક્રમ કરવું, પુખ = એનાથી પણ, ફુ દ = દુર્લભ છે, કેમ કે, વદ = ઘણા જ મનુષ્ય, રોયના વિ - રુચિ હોવા છતાં પણ, ઈ - તેને (ધર્મ તેમજ સંયમને), નો પડિવશ્વ - આચરણમાં લાવી શકતા નથી, જો = નહીં પણ, ન પણ.
ભાવાર્થ :- ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી પણ સંયમમાં પરાક્રમ કરવું, અત્યંત દુર્લભ છે. ઘણા જીવો સત્ય સંયમમાં રુચિ હોવા છતાં તેનું સમ્યગુ આચરણ કરી શકતા નથી.
વિવેચન :
મનુષ્યત્વ, ધર્મશ્રવણ તેમજ શ્રદ્ધાયુક્ત હોવા છતાં પણ મોટા ભાગની વ્યક્તિઓ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સંયમમાં પુરુષાર્થ કરી શકતી નથી. વીર્યનો અર્થ અહીં ચારિત્ર પાલનમાં પોતાની શક્તિ