________________
| અધ્યયન-૩: ચતુરંગીય
|
દ૯ |
ખીરના ભોજનની માંગ સ્વીકારી લીધી. સર્વપ્રથમ તેણે ચક્રવર્તીને ત્યાં બનેલી સ્વાદિષ્ટ ખીરનું ભોજન કર્યું. વારંવાર એવી ખીર ખાવાની ઈચ્છાથી એક દિવસમાં ઘણાં ઘરે ખાવાનું શરુ કર્યું. બ્રાહ્મણનું આયુષ્ય પુરું થાય, તો પણ છ ખંડનાં ઘરો પૂર્ણ થવાની સંભાવના નથી, તેથી બીજીવાર ચક્રવર્તીની સ્વાદિષ્ટ ખીર ખાવાનો અવસર મળવો દુર્લભ છે. તેમ સંસારમાં ભ્રમણ કરતાં જીવને પુનઃ મનુષ્ય જન્મ મળવો મહાદુર્લભ છે. (૨) પાસક (જુગાર રમવાનો પાસો) - ચાણકયની આરાધનાથી પ્રસન્ન થઈ દેવે પ્રસાદરૂપે આપેલા પાસાના પ્રભાવથી જેવી રીતે ચાણકયને પરાજિત કરવાનું ખૂબ મુશ્કેલ હતું, એવી જ રીતે આ સંસારમાં મનુષ્ય જન્મ મહાદુર્લભ છે. (૩) ધાન્ય – સમસ્ત ભરત ક્ષેત્રના બધા પ્રકારનાં અનાજનો આકાશને સ્પર્શે તેવડો ઢગલો કરી તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ મેળવીને, જેને ઓછું દેખાતું હોય અને શરીર કંપતું હોય એવી કોઈ વૃદ્ધાને આ ઢગલામાંથી એ પ્રસ્થ પ્રમાણ સરસવનો એક એક કણ શોધીને જુદા પાડવાનું કામ સોપવામાં આવે, તો તે કામ વૃદ્ધા માટે ઘણું મુશ્કેલ છે. તેમ છતાં તે શક્ય બને, તો પણ એક વાર ગુમાવ્યા પછી ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કરનારને પુનઃ મનુષ્યજન્મ મળવો અતિ દુર્લભ છે. (૪) ધત:- રત્નપુરના રાજા રિપુમર્દને પોતાના પુત્ર વસુમિત્રને પોતાની હયાતીમાં રાજય મેળવવાની રીત બતાવી કે ૧૦૦૮ થાંભલા તથા પ્રત્યેક થાંભલાના ૧૦૦૮ ખૂણાવાળા સભાભવનના પ્રત્યેક ખૂણાને ધુતમાં જીતી લે, ત્યારે તે ધુતક્રીડા વિજયી રાજકુમારને રાજય મળી શકે છે. રાજકુમારે એવું જ કર્યું પણ જુગારમાં થાંભલાઓના પ્રત્યેક ખૂણાને જીતવું તેના માટે દુષ્કર બન્યું. તેવી જ રીતે આ મનુષ્યભવ પુનઃ પ્રાપ્ત થવો દુર્લભ છે. (૫) રત્ન:- ધનદ નામનો કંજુસ વણિક પોતાના સંબંધીના આમંત્રણથી પોતાના પુત્ર વસુપ્રિયને જમીનમાં દાટેલાં રત્નોની રક્ષાનું કાર્ય સોંપી પરદેશ ગયો. તેણે ઘરે પાછા આવીને રત્નોની તપાસ કરી, તો તે મળ્યાં નહીં, કેમ કે તેના ચારે ય પુત્રોએ રત્નો કાઢીને વેચી નાખ્યાં હતાં. તેનાથી પ્રાપ્ત થયેલી ધનરાશિથી વ્યાપાર કરી તે કરોડોપતિ બની ગયા હતાં. વૃદ્ધ પિતાએ ગુસ્સામાં પુત્રોને ઘરમાંથી બહાર કાઢીને કહ્યું કે વેચેલાં રત્નોને પાછાં લાવો. હવે વેચેલાં રત્નોની પ્રાપ્તિ તે પુત્રોને માટે જેમ દુષ્ટર છે, તેમ એક વાર પ્રાપ્ત થયેલા મનુષ્યજન્મને પણ ફરી પ્રાપ્ત કરવો, અતિ દુર્લભ છે. (૬) સ્વપ્ન:- મુલદેવ નામના ક્ષત્રિયને પરદેશ જતી વખતે રસ્તામાં એક ચીંથરેહાલ વસ્ત્રધારી સંન્યાસી નો સાથ થઈ ગયો. માર્ગમાં કાંચનપુર નગરની બહારના એક તળાવના કાંઠા ઉપર બંને સૂઈ ગયા. પાછલી રાતે બંનેને મુખમાં ચંદ્રનો પ્રવેશ થતો હોય તેવું સ્વપ્ન આવ્યું. મૂલદેવે સંન્યાસીને સ્વપ્ન ખાનગી રાખવાનું કહ્યું પરંતુ સંન્યાસી પ્રત્યેક વ્યક્તિને પોતાના સ્વપ્નનો વૃત્તાંત કહેવા લાગ્યો. કોઈએ તેને કહ્યું 'આજે શનિવાર છે, એટલે તમને ઘી – ગોળ સાથે રોટલો અને તેલ મળશે. જ્યાં જ્યાં એ ભિક્ષા માટે ગયો ત્યાં ત્યાં તેને એ ચીજો ખૂબ પ્રમાણમાં મળી. મૂલદેવ સ્વપ્નપાઠક બ્રાહ્મણ પાસે ગયા અને તેમને સ્વપ્નની વાત કરી. બ્રાહ્મણે કહ્યું કે, જો પહેલાં મારી કન્યાની સાથે તમારા વિવાહ કરવાનું મંજૂર કરો, તો જ હું તમને તેનું ફળ કહું. મૂલદેવે સ્વપ્ન પાઠકની વાત સ્વીકારી લીધી. આમ તે સ્વપ્ન પાઠકનો જમાઈ બની ગયો. બ્રાહ્મણે કહ્યું,