________________
૭૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
'આજથી સાતમે દિવસે તમે નગરના રાજા થશો.'
હવે એ નગરનો રાજા મૃત્યુ પામ્યો અને રાજયની હાથણીએ ત્યાં રહેલા મૂલદેવને પુષ્પમાળા પહેરાવી દીધી. આ દશ્ય જોઈને સંન્યાસીને ખૂબ જ પશ્ચાત્તાપ થયો. તે રાજય લક્ષ્મીને માટે ચંદ્રપાનના સ્વપ્નની આશાએ રાત્રે તેને સ્વપ્ન આવ્યું હતું ત્યાં રોજ સુઈ જવા લાગ્યો, પરંતુ તે સ્વપ્ન હવે સંન્યાસી માટે દુર્લભ બની ગયું. તે પ્રમાણે એકવાર આ મનુષ્ય જન્મ ચૂકી જનાર પ્રમાદી જીવને ફરી મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. (૭) ચક–રાધાવેધ:- મથુરા નરેશ જિતશત્રુએ પોતાની પુત્રી ઇન્દિરાના વિવાહ માટે સ્વયંવરમંડપની રચના કરી અને તેની પાસે જ એક ખૂબ મોટો ઊંચો સ્તંભ પણ ઊભો કરાવ્યો. સ્તંભના ઊર્ધ્વભાગમાં સીધાં ફરતાં ચાર અને અવળાં ફરતાં ચાર ચક્ર ગોઠવ્યાં. તે ચક્રો ઉપર રાધા નામની ફરતી પૂતળીની ગોઠવણ કરાવી. સ્તંભના છેક નીચા ભાગમાં તેલથી ભરેલી એક કડાઈરખાવી. પછી એવી શરત રાખી કે જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને બાણથી વીંધશે, તે મારી રાજકન્યા ઇન્દિરાનો પતિ બનશે. સ્વયંવરમાં આવેલા રાજકુમારોમાંના કોઈનું બાણ પહેલાં ચક્ર સાથે, કોઈનું બીજા ચક્ર સાથે, તો કોઈનું ત્રીજા ચક્ર સાથે અથડાઈને તૂટીને નીચે પડી જતું પણ લક્ષ્યસ્થાન સુધી કોઈનું પણ બાણ જઈ શક્યું નહીં. અંતમાં ઈન્દ્રપુર નગરના રાજા ઈન્દ્રદત્તના પુત્ર જયંતકુમારે બાણથી પૂતળીની ડાબી આંખની કીકીનું વેધન કર્યું. રાજપુત્રી ઈન્દિરાએ એના ગળામાં વરમાળા પહેરાવી દીધી. જે રીતે રાધાવેધની સાધના અત્યંત કઠિન અને દુષ્કર છે એ જ રીતે મનુષ્ય જન્મને હારી ગયેલા પ્રમાદી પ્રાણીને માટે મનુષ્ય જન્મની પુનઃ પ્રાપ્તિ પણ અતિ દુર્લભ છે. (૮) કર્મ (કાચબો) - શેવાળથી આચ્છાદિત એક સરોવરમાં એક કાચબો પોતાના પરિવાર સાથે રહેતો હતો. એકવાર કોઈ કારણવશાત્ શેવાળમાં છિદ્ર પડી ગયું. આ સમયે શેવાળની નીચે રહેલા કાચબાએ પોતાની ડોક બહાર કાઢી, તો સ્વચ્છ આકાશમાં તારાગણોથી સુશોભિત પરમ શોભા સંપન્ન એવા શરદકાળ ના પૂર્ણ ચંદ્રમાનું અપૂર્વ દશ્ય જોઈને આશ્ચર્યપૂર્વક આનંદમગ્ન થઈ ગયો પણ આ અપૂર્વ દશ્ય (વસ્તુ) પોતાના પરિવારને બતાવવા માટે તેને લઈને જયારે કાચબો તે સ્થળે પહોંચ્યો ત્યારે તે છિદ્ર હવાના ઝપાટાને કારણે પુનઃ શેવાળથી આચ્છાદિત થઈ ગયું હતું, તેથી કાચબા અને તેના પરિવારને ફરીથી ચંદ્રનાં દર્શન ન થયા. એ રીતે મનુષ્ય જન્મને ગુમાવી બેઠેલા પ્રમાદી જીવને પણ મનુષ્યજન્મ મળવો અતિ દુર્લભ છે. (૯) યુગ:- અસંખ્યાત યોજન વિસ્તૃત સ્વયંભૂરમણ નામના અંતિમ સમુદ્રમાં પૂર્વદિશા તરફ કોઈ દેવ ગાડીનું ધોંસરું નાખે અને પશ્ચિમદિશા તરફ એ ધોંસરાની સાંબેલ નાંખે, પશ્ચિમદિશામાં નાંખેલી સાંબેલ પૂર્વદિશામાં નાખેલા ધોંસરાના વીંધમાં દાખલ થઈ જાય, એ વાત ઘણી દુર્લભ છે. આ રીતે મનુષ્યભવથી શ્રુત થયેલા પ્રમાદી જીવને ફરીથી મનુષ્યભવની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. (૧૦) પરમાણ:- કોઈ એક દેવ માણિક્યથી બનેલા એક સ્તંભને વજના પ્રહારથી તોડી નાખે પછી તેને ખૂબ પીસીને તેનું ચૂર્ણ બનાવી એક નળીમાં ભરીને સુમેરુ પર્વતના શિખર ઉપર ઊભા રહીને તે ચૂર્ણ ને ફૂંક મારી ચારે બાજુ ઉડાડે. આમ કરતાં એ સ્તંભના બધા પરમાણુઓ દૂર દૂર વિખરાય જાય, પછી એ સઘળા પરમાણુઓને એકત્રિત કરીને ફરી સ્તંભનું નિર્માણ કરવું જેમ દુષ્કર છે, તેવી જ રીતે મનુષ્યભવથી