________________
૫૬
३५
=
आयवस्स णिवाएणं, अउला हवइ वेयणा ।
एवं णच्चा ण सेवंति, तंतुजं तणतज्जिया ॥३५॥
આયવK = અત્યંત તાપ, તડકો, બિવાળ = પડવાથી પણ, અન્ના - ઘણી,
શબ્દાર્થ :અત્યધિક, વેયળા – વેદના, દવદ્ = થાય છે, વં – આવાં ઘણાં કષ્ટો સંયમમાં થાય જ છે. તેને, પન્ના
જાણીને, વિચાર કરીને, તળતબ્નિયા તૃણ અને તાપનાં કષ્ટો આવવા છતાં પણ, તંતુનું
મર્યાદાથી વધારે વસ્ત્રો કે ગૃહસ્થોનાં વસ્ત્રો, ન સેવંતિ - સેવન નથી કરતા.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :- અતિ ગરમી પડવાથી અચેલ કે અલ્પ વસ્ત્રધારી ભિક્ષુને ઘણી વેદનાઓ થતી જ રહે છે. તે બધી વેદનાઓ તો કર્મ નિર્જરા માટે સ્વીકારી છે, આવી વેદનાઓ તો થવાની જ છે, એમ વિચારીને તૃણસ્પર્શથી પીડિત હોવા છતાં પણ મુનિ મર્યાદા ઉપરાંત વસ્ત્રનો સ્વીકાર કરે નહીં
વિવેચન :
તૃણ શબ્દથી સૂકું ઘાસ, દર્ભ, કાંકરા, કાંટા આદિ ખૂંચવાવાળા જેટલા પદાર્થો છે, તે સર્વનું ગ્રહણ થાય છે. આવા તૃણાદિ ઉપર સૂવા, બેસવામાં તેના ખેંચવાથી, શરીર છોલાઈ જવાથી કે કઠોર સ્પર્શ થવાથી જે પીડા થાય છે; તેને સમભાવપૂર્વક સહન કરવી, તે તૃણ સ્પર્શ પરીષહ જય છે.
તૃણ પરીષહ વિજય માટેનું દૃષ્ટાંત :– શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાના પુત્ર ભદ્રે કામભોગોથી વિરક્ત બનીને સ્થવિરો પાસે સંયમ અંગીકાર કર્યો. કાલાન્તરે એકલવિહારી પ્રતિમા અંગીકાર કરી, તે વૈરાજ્ય (રાજ્યની અવ્યવસ્થાવાળા)દેશમાં ગયો. 'આ કોઈક રાજ્યનો ગુપ્તચર છે', એમ સમજી રાજ્ય કર્મચારીઓએ તેને પકડી લીધો. તેને પૂછવામાં આવ્યું, ત્યારે પણ તે મુનિને મૌન રહેલા જોઈ તેને તલવાર અને ભાલાની તીક્ષ્ણ ધારથી ધાયલ કર્યો. લોહી ટપકતાં ઘા ઉપર મીઠાનું પાણી છાંટયું અને દર્ભથી તેના શરીરને ઢાંકી ખાડામાં નાંખી દીધું. આમ છતાં ભદ્રમુનિએ સમભાવપૂર્વક આ પરીષહ સહન કર્યો. ૧૮) જલ-મલ પરીષહ :
३६
किलिणगाए मेहावी, पंकेण व रएण वा । घिंसु वा परियावेण, सायं णो परिदेवए ॥३६॥
શબ્દાર્થ :- પિંતુ =ઉનાળાની ઋતુથી, તાપથી થતાં, પરિયાવેગ = પરસેવા વગેરેનું કષ્ટ, પદ્મળ – મેલથી, પરસેવાથી, ભીના મેલથી, વ = અથવા, ર૫ = રજથી, સૂકા મેલથી, વિરુલિપ્નાર્ - શરીર લેપાય જાય, આ બધા મેલથી શરીર ભરાઈ જાય, મેહાવી – બુદ્ધિમાન સાધુ, સાયં = શરીર સુખને માટે, જો રિલેવર્ - ખેદ ન કરે, દીનતા ન કરે, દુઃખી ન થાય.
=
ભાવાર્થ :- ગ્રીષ્મૠતુમાં પરસેવાની ભીનાશથી કે મેલથી શરીર લિપ્ત થઈ જાય અથવા અત્યંત ગરમી પડવાથી શરીરમાં બળતરા થાય, તો પણ બુદ્ધિમાન સાધુ કયારે ય શાતા – સુખ માટે દીનતા