________________
અધ્યયન–૨ : પરીષહ
દેખાડે નહીં, વ્યાકુળ થાય નહીં અને શીતલતા માટે ઉત્સુક બને નહીં .
३७
वेएज्ज णिज्जरापेही, आरियं धम्मऽणुत्तरं । जाव सरीरभेउ त्ति, जल्लं कारण धारए ॥ ३७॥
શબ્દાર્થ ઃઅણુત્તર - સર્વ શ્રેષ્ઠ, પ્રધાન, આર્િથં - આર્ય, તીર્થંકર કથિત, ધમ્મ= શ્રુત ચારિત્રરૂપ ધર્મ (પ્રાપ્ત કરીને), વેન્ગ = સહન કરે, વેદન કરે, બિષ્નાપેદ્દી- નિર્જરાના લક્ષ્યથી, કર્મ નિર્જરાના ઈચ્છુક, ગાવ - જ્યાં સુધી, સૌરભે ત્તિ- શરીરનો નાશ ન થાય, ત્યાં સુધી, જીવનપર્યંત, જાળ = આ શરીરથી, શરીર પર, નાં = પરસેવો વગેરેને, ધરણ્ = રહેવા દે, ધુએ નહીં, સાફ કરે નહીં.
૫૭
ભાવાર્થ :- શ્રેષ્ઠ ચારિત્ર ધર્મને પામીને કર્મક્ષયનો ઈચ્છુક મુનિ મેલજનિત પરીષહને સહન કરે. જ્યાં સુધી શરીર ન છૂટે અર્થાત્ અંતિમ ક્ષણ સુધી શરીર પર મેલને ધારણ કરે, તેના પ્રત્યે ઘૃણા કરે નહિ પણ તેને સમભાવથી સહન કરે.
વિવેચન :
'જલ્લ'નો અર્થ છે પરસેવો અને તેનાથી થતો મેલ. ગ્રીષ્મૠતુમાં સૂર્યના પ્રખર તાપથી ઉત્પન્ન થતાં પસીનાની સાથે ધૂળ ચોંટતાં મેલ જામી જાય છે. મુનિ તેને દૂર કરવા પાણીથી સ્નાન કરવાની ઇચ્છા કરે નહીં. તે મેલ અને પરસેવાથી ભરેલા શરીરથી ઉદ્વિગ્ન થયા વિના સમભાવપૂર્વક તેને સહન કરે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ભાવ જળથી સ્નાન કરી, આત્માના કર્મમલ દૂર કરવા માટે નિરંતર ઉધત રહે. આવી રીતે શરીર શુદ્ધિથી નિરપેક્ષ મુનિ જલ્લ (મેલ) પરીષહનો વિજેતા કહેવાય છે.
(૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ :
३८
अभिवायणमब्भुट्ठाणं, सामी कुज्जा णिमंतणं । जे ताइं पडिसेवंति, ण तेसिं पीहए मुणी ॥ ३८ ॥
શબ્દાર્થ :- સામી - રાજા વગેરે દ્વારા, જુગ્ગા – કરેલાં, અભિવાયાં = નમસ્કાર, અનુઢ્ઢાળ = સત્કાર – સમ્માન તથા, ખિમંતળ = ભિક્ષાને માટે નિમંત્રણ મળે, તારૂં - તેને, ને - જો, ડિસેવંતિ – સેવન કરે છે, સ્વીકાર કરે, ભોગવે, તેલિ = તેની, મુળી = મુનિ, બ પૌર્ = ચાહના, ઈચ્છા – લાલસા ન કરે.
ભાવાર્થ :- રાજા વગેરે શાસકવર્ગીય લોકો તેમજ શ્રીમંતો અભિવાદન કરે તથા સત્કાર–સન્માન કરી ભોજન, નિવાસ આદિનું નિમંત્રણ આપે, તો પણ આત્માર્થી મુનિ સત્કાર કે સન્માનની સ્પૃહા કરે નહિ. अणुक्कसाई अप्पिच्छे, अण्णाएसी अलोलुए । रसेसु णाणुगिज्झिज्जा, णाणुतप्पेज्ज पण्णवं ॥३९॥
३९
શબ્દાર્થ :- અનુસારૂં = અલ્પ કષાયવાળા, અષ્વિચ્છે = અલ્પ ઈચ્છાઓવાળા, સત્કાર,