________________
અધ્યયન–૨ : પરીષહ
શબ્દાર્થ :- અત્તવેક્ષણ્ = આત્માશોધક મુનિ, તેભિવ્ઝ – ઈલાજની, ઉપચારની, ખમિળવેખ્ખા = ઈચ્છા પણ ન કરે, ચાહના પણ ન કરે, વિશ્ર્વ = સમાધિપૂર્વક સહન કરે, = જે, ૫ ધ્રુષ્ના રોગની સારવાર કે ઉપચાર પોતે ન કરે, બારવે = બીજા પાસે ન કરાવે, Üવુ એમાં જ, સહનશીલતામાં જ, તસ્ય - તે સાધુની, સામળ - સાધુતા છે.
૫૫
=
=
ભાવાર્થ :- આત્મશોધક મુનિ રોગ થાય ત્યારે ઔષધની ચાહના કરે નહિ, પરંતુ કર્મોનો વિચાર કરી આત્મભાવમાં રમણ કરે, અધ્યાત્મભાવને પ્રાપ્ત કરે. જે સાધક ચિકિત્સા કરે નહીં, કરાવે નહિ કે અનુમોદન પણ ન કરે, પરંતુ સમાધિપૂર્વક રહે, તે જ ખરેખર તેની સાધુતા છે.
વિવેચન :
अचेलगस्स लूहस्स,
संजयस्स तवस्सिणो ।
तणेसु सयमाणस्स, हुज्जा गायविराहणा ॥३४॥
સાધક કોઈ વિરુદ્ધ આહાર કે પાણીના કારણે કે અન્ય કોઈ કારણોથી શરીરમાં રોગાદિ ઉત્પન્ન થાય, ત્યારે ઉદ્વિગ્ન થાય નહીં પરંતુ અશુચિ પદાર્થોના સ્થાનરૂપ, અનિત્ય તેમજ શરણરહિત (રક્ષણ ન કરી શકાય તેવા) આ શરીર પ્રત્યે નિઃસ્પૃહી થઈ જાય અને રોગની દવા કરાવવાનો સંકલ્પ પણ કરે નહિ. તે બિમારીને પ્રસન્નતાપૂર્વક સહન કરે. આમ, અનેક બિમારીઓ ઉદયમાં આવવા છતાં પણ જે સાધક સંયમમાં સ્થિર રહે, રોગાધીન થઈ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરે નહીં, તે રોગ પરીષહ વિજયી કહેવાય છે.
जंण कुज्जा ण कारवे:-: - રોગનો તીવ્ર ઉદય થવા છતાં પણ મુનિ ચિકિત્સા કરે નહીં અને કરાવે પણ નહીં, જિનકલ્પી, પ્રતિમાધારી સાધુ કોઈ ચિકિત્સા કરે નહિ, કરાવે પણ નહીં પરંતુ સ્થવિરકલ્પી સાધુ માટે એકાંત નિષેધ નથી કારણ કે દરેક સાધુની શારીરિક અને માનસિક સ્થિતિ, યોગ્યતા તેમજ સહનશક્તિ એક સરખી નથી હોતી, માટે સ્થવિરકલ્પી મુનિએ જ્યાં સુધી શકય હોય, ત્યાં સુધી સહન કરવું જોઈએ, પરંતુ સહન શક્તિના અભાવમાં ગુરુ આજ્ઞાથી સ્થવિરકલ્પી મુનિ રોગનો યથાયોગ્ય ઉપચાર કરાવી શકે છે. શાસ્ત્રમાં શૈલક રાજર્ષિ વગેરેનાં વર્ણનમાં ઔષધ ઉપચાર કરાવવાનું વર્ણન છે.
(૧૭) તૃણસ્પર્શ પરીષહ :
३४
શબ્દાર્થ :- અવેલTH = ઓછાં વસ્ત્રોવાળા કે વસ્ત્ર રહિત, જૂહÆ = રુક્ષ શરીરવાળા, રુક્ષ આહારથી જીવનારા, સંનયલ્સ - સંયમી, તવસિળો “તપસ્વી મુનિને, તળેલુ = તૃણો પર, તૃણોના સંથારા પર, સત્યમાળલ્સ - સૂવાથી, ગાય વિરાહા- શરીરમાં પીડા, દુગ્ગા = થાય છે.
=
ભાવાર્થ :- વસ્ત્ર વિના રહેનાર અથવા અલ્પવસ્ત્રવાળા અને રુક્ષ શરીરવાળા કે રુક્ષ આહાર કરનાર સંયમપાલક તપસ્વી સાધુને ઘાસ પર સૂવાથી શરીરમાં પીડા થાય છે.