________________
[૫૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
કરતાં આહાર મળે કે ના મળે તો પણ પ્રજ્ઞાવાન સાધુ કયારે ય ખેદ કરે નહિ, દુઃખી થાય નહીં. ३१ अज्जेवाहं ण लब्भामि, अवि लाभो सुए सिया ।
जो एवं पडिसंचिक्खे, अलाभो तं ण तज्जए ॥३१॥ શબ્દાર્થ - અમને, મને આજે, ન માન-આહાર નથી મળ્યો તો, સુપ - કાલે, કવિ - તો હવે, તમો = આહાર પાણીનો લાભ, સિયા = થઈ જશે, ગો = જે સાધુ, પર્વ = આ રીતે, દિવિજQ = વિચાર કરીને દીનભાવ નથી લાવતો, સંતોષ ધારણ કરે, તે = તેને, અલમો = આલાભ પરીષહ, નહીં મળવાનું દુઃખ, જ તાણ- સતાવતું નથી, મનને ક્ષુબ્ધ કરતું નથી.
ભાવાર્થ :- 'આજે મને ભિક્ષામાં કંઈ મળ્યું નથી પરંતુ સંભવ છે કે કાલે મળી જશે', આ પ્રમાણે ચિંતન કરનારને અલાભનો પરીષહ ત્રાસ આપતો નથી, દુઃખનું કારણ બનતો નથી.
વિવેચન :
અનેક ક્ષેત્રોમાં વિચરતાં ભિક્ષને કદાચ ધનાઢય, ગરીબ કે મધ્યમ ઘરોમાં ગોચરી માટે જતાં ભિક્ષા ન મળે તો મનમાં જરા પણ સંકલેશ ન કરે. તે દાતાની પરીક્ષા કરવાની ઉત્સુકતા પણ રાખે નહીં. ભિક્ષા ન મળે, ત્યારે ક્ષેત્ર કે વ્યક્તિની નિંદા કરે નહીં પરંતુ અલાભમાં પણ 'મને તપનો લાભ છે', એમ વિચારે. વળી સમતાભાવ રાખીને બીજીવાર કયારેક મળી જશે, એવી આશાથી સંતોષવૃત્તિ રાખે. આ પ્રમાણે અલાભની પીડાને જે સહન કરે, તે અલાભ પરીષહ વિજય છે.
(૧૬) રોગ પરીષહ :असा णच्चा उप्पइयं दुक्खं, वेयणाए दुहट्ठिए ।
__ अदीणो ठावए पण्णं, पुट्ठो तत्थऽहियासए ॥३२॥ શબ્દાર્થ :- ૩ = રોગનાં દુઃખો, ૩પ્રદ્ય = ઉત્પન્ન થયેલાં, = જાણીને, વેચાણ = વેદનાથી, કુટ્ટ - દુઃખી થયેલા સાધુ, દુઃખમાં રહેલા ભિક્ષુ, આવી - અદીન ભાવથી, પvi - પોતાની બુદ્ધિને, તાવ = સ્થિર રાખે, તત્વ = રોગાવસ્થામાં, કો = કષ્ટ થવા છતાં પણ, દિયાસણ - સમભાવથી સહન કરે છે. ભાવાર્થ :- શરીરમાં અત્યંત દુસ્સા વેદના કરનાર કોઈ રોગને ઉત્પન્ન થયેલો જાણી પ્રજ્ઞાવાન મુનિ તે દુઃખમાં પણ દીનભાવ ન કરે પરંતુ દીનતારહિત અર્થાત્ પ્રસન્નભાવમાં આત્માને સ્થિર કરે અને સમભાવથી સહન કરે.
तेगिच्छं णाभिणंदेज्जा, संचिक्खऽत्तगवेसए । एवं खु तस्स सामण्णं, ज ण कुज्जा , ण कारवे ॥३३॥
३३