________________
૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ઉપદ્રવ હોય સ્વાધ્યાય, ધ્યાનાદિમાં વિઘ્નરૂપ હોવાથી પણ અમંગલકારી સ્થાન છે (૩) કોઈ પુણ્યશાળી દ્વારા નિર્મિત વિવિધ મણિકિરણોથી પ્રકાશિત, મજબૂત મણિમય સ્તંભો અને ચાંદી વગેરે ધાતુઓની દિવોલોથી સમૃદ્ધ, હવા ઉજાસયુક્ત સ્થાન શાતાકારી છે અને જીર્ણશીર્ણ તૂટેલા ખંઢેર જેવું, તૂટેલા દરવાજાવાળું કે લાકડાની છતવાળો, જેની આજુબાજુમાં ઘાસ, કચરો, ધૂળ, રાખ અને ભૂસું પડયું હોય, ઉંદરોનાં દર હોય, નોળિયા, બિલાડી, કૂતરાં આદિની અવરજવર હોય, મળ–મૂત્રાદિથી દુર્ગંધ યુક્ત હોય, માખીઓ બણબણતી હોય, તેવું સ્થાન અશાતાકારી છે.
અહિયાલમ્ :- સુખ હોય કે દુઃખ સમભાવપૂર્વક સહન કરે, અથાત્ તે જ સ્થાનમાં રહે.
(૧૨) આક્રોશ પરીષહ :
२४
अक्कोसेज्जा परे भिक्खु, ण तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं, तम्हा भिक्खू ण संजले ॥२४॥ શબ્દાર્થ :– પડે – કોઈ વ્યક્તિ, મિવવું - સાધુને, અવોલેખ્ખા = ગાળો દે, ખરાબ વચનો કહે, સેસિ - તેના પર, ૫ ડિસંગણે – સામો ક્રોધ ન કરે, વાતાળ = અજ્ઞાનીઓના (સામે ક્રોધ કરવાથી), સરિસો = તેની સમાન, હોર્ = થઈ જાય છે, તન્હા = તેથી, ૫ સંગતે = કયારે ય ક્રોધ ન કરે.
=
ભાવાર્થ :- જો કોઈ વ્યક્તિ ભિક્ષુને ગાળ આપે અથવા ખરાબ વચન કહીને અપમાન કરે, તો તેના પ્રત્યે ક્રોધ કરે નહિ કારણ કે ક્રોધ કરનાર અજ્ઞાની જેવા જ થઈ જાય છે, માટે મુનિ કયારે ય ઉત્તેજિત ન થાય. सोच्चाणं फरुसा भासा, दारुणा गामकंटगा । तुसिणीओ उवेज्जा, ण ताओ मणसीकरे ॥२५॥
२५
શબ્દાર્થ :- ગામ૮ = શરીરમાં કાંટો ખેંચવાની વેદનાની જેમ, વારુળા = દારુણ, ભયંકર, ક્ષા = કઠોર, ભાલા = ભાષાને, સોજ્વાળ = સાંભળીને, તુસિળીઓ = મૌન રહીને તેની, વેદેખ્ખા - ઉપેક્ષા કરે, સહન કરે, તાઓ = એ કઠોર ભાષા પ્રત્યે, મળતી = મનમાં કંઈ પણ સંકલ્પ– વિકલ્પો, ૫ રે = કરે નહીં, દ્વેષભાવ ન લાવે.
ભાવાર્થ :- અસહ્ય અને કર્ણકંટક (કાનમાં ખૂંચે એવી) કઠોર ભાષાને સાંભળીને પણ સાધક મૌન રહે, તેને મનમાં પણ ન લાવે કે તેને ચિંતનનો વિષય બનાવે નહીં અર્થાત્ પ્રસન્ન ચિત્તે આક્રોશ વચન સહન કરે.
વિવેચન -
ક્રોધાગ્નિને ઉત્પન્ન કરનાર આક્રોશયુક્ત, કઠોર, અવજ્ઞાયુક્ત, નિંદારૂપ, તિરસ્કારસૂચક અને અસભ્ય વચનને સાંભળવા છતાં જેનું ચિત્ત તેના તરફ જતું નથી અથવા તેનો પ્રતિકાર કરવા સમર્થ હોવા