________________
અધ્યયન-૨ પરીષહ
છતાં પણ જે પ્રતિકાર કરતા નથી, પ્રસન્ન ભાવે સહન કરે, તે મુનિ આક્રોશ પરીષહ વિજયી બને છે. અFોળા :- આક્રોશ શબ્દનો પ્રયોગ તિરસ્કાર, અનિષ્ટ વચન, ક્રોધાવેશમાં આવી ગાળ દેવી વગેરે અર્થોમાં થાય છે. સાધક પ્રત્યે કોઈ આક્રોશ કરે, તો પણ તેણે ક્ષમા આપીને તેના પ્રત્યે આક્રોશ ન કરે. પોતાના ઉપર આક્રોશ કરનારનો પણ ઉપકાર માને. જો આક્રોશ કરનારનો આક્રોશ સત્ય હોય તો તેના ઉપર ક્રોધ કરવાની શું જરૂર? આક્રોશ કરનારને પોતાનો ઉપકારી અને હિતશિક્ષા દેનાર માને અને ભવિષ્યમાં આક્રોશનું નિમિત્ત ન બને તેનું ધ્યાન રાખે. જો કોઈ ખોટો આક્રોશ કરે, તો તેના પ્રત્યે પણ રોષ ન કરે પરંતુ ગાળ દેનાર પ્રત્યે સાધક વિચારે કે જેની પાસે જે હોય તે જ આપે. આ રીતે આક્રોશ વચનનો પ્રતિકાર કરવા સમર્થ હોવા છતાં તેનો ઉત્તર ન આપે પરંતુ ધીર અને ક્ષમાશીલ થઈ અર્જુનમાળી અણગારની જેમ તેને સમભાવથી સહન કરે. આ રીતે કર્મોની નિર્જરાનું લક્ષ્ય રાખી આક્રોશ પરીષહ ઉપર વિજય પ્રાપ્ત કરે. ડિસનને (પ્રતિસંજ્વલન) :- (૧) આક્રોશ અને ઘાત સામે પ્રત્યાઘાત કરવો, તે સામે પ્રતિસંજ્વલન છે. (૨) બદલો લેવા માટે ગાળની સામે ગાળ દેવી, એ પ્રતિસંજ્વલન છે.
મટT (ગ્રામકંટક) – કાનમાં કાંટાની જેમ ખૂંચતી પ્રતિકૂળ ભાષા અથવા ગ્રામીણ અસંસ્કારિત લોકોના વચનરૂપી કાંટા. (૧૩) વધ પરીષહ :२६ हओ ण संजले भिक्खू, मणं पि ण पओसए ।
तितिक्खं परमं णच्चा भिक्खुधम्म विचिंतए ॥२६॥ શબ્દાર્થ :- fબહૂ - સાધુને, ડ્રો - કોઈ મારે તો પણ, ન સંગ - તેના પર ગુસ્સે ન થાય, માં જિ-મનમાં પણ, ન પોષણ - તેના પર ક્રોધ ભાવ ન રાખે, રોષ ન કરે, તિતિાં પરમં . સહન ન કરવું, એ સાધુનો ઉત્કૃષ્ટ ધર્મ છે, પરમ કર્તવ્ય છે, ક્વા - એવું જાણીને, fમgધH - શ્રમણ ધર્મનો, યતિધર્મનો, વિતા - વિચાર કરે, પાલન કરે. ભાવાર્થ - કોઈ મારે પીટે તો તેના પ્રત્યે ભિક્ષુ ક્રોધભાવ પ્રગટ ન કરે અને મનમાં પણ ક્રોધભાવ લાવે નહીં. ક્ષમાભાવ રાખે, એ જ સાધુનો પરમ ધર્મ છે. એમ જાણી સાધુધર્મનું ચિંતન કરે અર્થાત્ ક્ષમારૂપ સાધુધર્મમાં જ સ્થિર રહે. २७ समणं संजयं दंतं, हणिज्जा कोई कत्थई ।।
___णत्थि जीवस्स णासु त्ति, एवं पेहेज्ज संजए ॥२७॥ શબ્દાર્થ :- સંત-પાંચ ઇન્દ્રિયોનું દમન કરનારો, સંગ - સંયમવાન, યતનાશીલ, સમ્યફ પ્રયત્ન કરનાર, સમi = તપસ્વી સાધુને, #ો = કોઈ પણ વ્યક્તિ, વત્થ = કયારે ય પણ, કોઈ પણ