________________
અધ્યયન-૨:પરીષહ
[ ૪૯]
શબ્દાર્થ - થાવ - પરીષહોને સહન કરવામાં દઢ મનોબળી, સક્ષમ ભિક્ષુ, વાવાહિં, ઊંચી-નીચી, અનુકૂળ-પ્રતિકૂળ, સારી ખરાબ, સેનાહિં - શય્યા મળે તો, અd = સંયમ મર્યાદાનો ભંગ કરે નહીં, વિદum - હર્ષ-શોક કરે નહીં, ખેદ પામે નહીં, પવવિઠ્ઠી = ખોટું વિચારનારો પ્રમાદી સાધુ, વિદUડુ - ખેદ પામે, દુઃખી થાય, હર્ષ-શોક કરે, સંયમનો નાશ કરે. ભાવાર્થ :- તપસ્વી સામર્થ્યવાન ભિક્ષુ અનુકૂળ કે પ્રતિકૂળ, સારી કે ખરાબ શય્યા, ઉપાશ્રય વગેરે સ્થાન મળે, ત્યારે સંયમ મર્યાદાનો ભંગ કરે નહીં, હર્ષ કે વિષાદ કરે નહીં. પાપદષ્ટિવાળો અર્થાત ખોટી વિચારણા કરનાર અસ્થિરચિત્ત સાધુ હર્ષ-શોકથી મર્યાદાનો ભંગ કરે છે, દુઃખી થાય છે. २३ पइरिक्कुवस्सयं लथु, कल्लाणं अदुव पावगं ।
किमेगरायं करिस्सइ, एवं तत्थऽहियासए ॥२३॥ શબ્દાર્થ :- પરિશ્ન = સ્ત્રી, પશુ રહિત, સ્તા ભલું, અનુકૂળ, મહુવ = અથવા, પાવ - ખરાબ, પ્રતિકૂળ, ૩વસ્મય - સ્થાન, મકાન, ઉપાશ્રય, તળું - મેળવીને, પ્રાપ્ત કરીને, પારાય - એક રાતમાં, વિ-શું, વરિલ્સ - કરશે? શું થઈ જશે?, પર્વ - એમ વિચારીને (સાધુ), તલ્થ - ત્યાં, તે વિષયમાં, તે સ્થાનની પ્રતિકૂળતાને, દિયાસણ = સમભાવથી સહન કરે. ભાવાર્થ :- મુનિને સ્ત્રી, પશુ, પંડક આદિ રહિત એકાંત સ્થાન પ્રાપ્ત થાય, તે સ્થાન અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, તો પણ, "એક રાતમાં શું દુઃખ થઈ જવાનું છે", એમ વિચારીને સમભાવપૂર્વક શય્યા પરીષહ સહન કરે.
વિવેચન :
ઊંચી-નીચી વિષમ, કાંકરાવાળી, પથ્થરના ટુકડાવાળી, અતિ ઠંડી કે અતિ ગરમીવાળી જગ્યા કે ઉપાશ્રય મળે તો તેમાં આર્ત-રૌદ્રધ્યાનરહિત થઇને સાધક સમભાવપૂર્વક રહે. જીવોની હિંસા ન થાય એ રીતે વારંવાર પડખું ફેરવ્યા વગર શયન કરે. તે હર્ષવિષાદ રહિત બનીને પોતાનું ચિત્ત જ્ઞાનભાવમાં સ્થિર કરે તથા દેવ, મનુષ્ય, તિર્યંચકૃત ઉપસર્ગોથી ચલાયમાન થાય નહિ. આ રીતે સ્થાન સંબંધી કષ્ટો ને સહન કરવા, તે શય્યા પરીષહ જય છે. જે સાધક શય્યા સંબંધિત બાધાઓને મર્યાદામાં રહીને સમભાવથી સહન કરે છે, તે શય્યા પરીષહ વિજયી કહેવાય છે. પાત વિરોઝા :- મર્યાદાનું ઉલ્લંઘન કરી સંયમનો નાશ ન કરે અર્થાત્ અસંયમી ન બને. વહરતા અટુવ પાવ - (૧) સુંદર મકાન અથવા સુંદરતાથી રહિત ધૂળ, કચરો, ગંદકી સહિતનું ખરાબ મકાન (૨) આજુબાજુનું વાતાવરણ સારું હોવાથી, શાંતિ અને સમાધિદાયક હોવાથી મંગલકારી સ્થાન છે અને આજુબાજુનું વાતાવરણ ખરાબ, કામોત્તેજક, અશ્લીલ, હિંસાદિને વધારનાર હોવાથી તથા કોલાહલવાળું હોવાથી અશાંતિ તથા અસમાધિદાયક અમંગલકારી, અથવા ત્યાં કોઈ વ્યંતરાદિનો