________________
[૪૮]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
(૧૦) નિષધા પરીષહ :२० सुसाणे सुण्णगारे वा, रुक्ख-मूले व एगओ ।
अकुक्कुओ णिसीएज्जा, ण य वित्तासए परं ॥२०॥ શબ્દાર્થ :- = સ્મશાનમાં, સુણ રે - ખાલી ઘરમાં, હવ-મૂત્તે - વૃક્ષની નીચે, અશુ - કોઈ પ્રકારની અશિષ્ટ ચેષ્ટા ન કરતો, પત્રો - રાગ-દ્વેષ રહિત, એકલો, બિલીપળા - બેસે, પરં - કોઈને જ વિરાસણ ત્રાસ ન પહોંચાડે. ભાવાર્થ :- રાગ-દ્વેષ રહિત એકાકી મુનિ સ્મશાનમાં, નિર્જન ઘરમાં કે વૃક્ષની નીચે રહેવા માટે કયાંય પણ જગ્યા મળે, ત્યારે શાંત ચિત્તે સ્થિર આસને બેસે અને આસપાસનાં બીજાં કોઈ પણ પ્રાણીઓને સહેજ પણ ભયભીત કરે નહિ, ત્રાસ પહોંચાડે નહિ. २१ तत्थ से चिट्ठमाणस्स, उवसग्गाभिधारए ।
संकाभीओ ण गच्छेज्जा, उट्रित्ता अण्णमासणं ॥२१॥ શબ્દાર્થ :- તલ્થ -ત્યાં સ્મશાન વગેરેમાં, વિદુમાણસ - બેઠેલા, રે -એ સાધુ પર, ૩૧T = જો ઉપસર્ગ આવે તો, અમારા = સમભાવપૂર્વક સહન કરે, સંબો = ઉપસર્ગ કે વિજ્ઞાની શંકાથી ભયભીત થઈને, ફેરા = પોતાના સ્થાન પરથી ઊઠીને, પણ = બીજા, સાસણ = સ્થાન પર, ન ઓઝા ન જાય. ભાવાર્થ :- ઉક્ત સ્થાનોમાં બેઠેલા મુનિને કોઈ મનુષ્ય, દેવ કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે, તો તેને સમભાવથી અને દઢ મનોબળથી સહન કરે પરંતુ અનિષ્ટની આશંકાથી ભયભીત થઈને ત્યાંથી ઊઠીને અન્ય સ્થાન પર જાય નહિ. વિવેચન :
નિષદ્યાના બે અર્થ છે– ઉપાશ્રય અને બેસવું. અનભ્યસ્ત અને અપરિચિત સ્થાન, સ્મશાન, ઉદ્યાન, ગુફા, શૂન્ય ઘર, વૃક્ષમૂળ, ખંડેર, કે ઊંચી નીચી જગ્યામાં સ્ત્રી, પશુ, નપુંસકરહિત સ્થાનોમાં રહ્યા હોય, ત્યારે ત્યાંની અનુકૂળતા કે પ્રતિકૂળતાને સમભાવથી સહન કરે અથવા ધ્યાન સાધનાદિ માટે વીરાસનાદિ કોઈ પણ આસને સ્થિર થયા હોય, ત્યારે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી કોઈ પણ ઉપસર્ગ આવે, તેને સમભાવથી સહન કરે પરંતુ મોક્ષમાર્ગથી શ્રુત થાય નહીં. આ રીતે નિષધાકૃત વિધનોને સહન કરવાં, તે નિષધા પરીષહ જય છે. જે નિષધાજનિત કષ્ટોને સમભાવપૂર્વક અને નીડરતાથી સહન કરે, તે નિષધા પરીષહ વિજયી કહેવાય છે. (૧૧) શય્યા પરીષહ :२२ उच्चावयाहिं सेज्जाहिं, तवस्सी भिक्खू थामवं ।
णाइवेलं विहण्णेज्जा, पावदिट्ठी विहण्णइ ॥२२॥