________________
અધ્યયન-૨ પરીષહ
૪૭]
રહાણ = રાજધાનીમાં, 1 વ = એકલો જ, એકત્વ ભાવમાં, વરે = વિહાર કરે, વિચરણ કરે.
ભાવાર્થ :- વિહારનાં કષ્ટોને સહન કરી તે સંબંધી પરીષહોને જીતી મુનિ સંયમપાલનને યોગ્ય સુલભ ગામ, નગર, નિગમ અથવા રાજધાની વગેરે સ્થાનોમાં હંમેશાં એકત્વ ભાવનામાં રમણ કરતાં વિચરણ કરે અર્થાત્ કયાં ય પણ આસકત થાય નહિ. १९ असमाणो चरे भिक्खू , णेव कुज्जा परिग्गहं ।
असंसत्तो गिहत्थेहिं, अणिकेओ परिव्वए ॥१९॥ શબ્દાર્થ - fમfq = સાધુ, સમrળો = એક જગ્યાએ વધારે ન રહેતાં, ઘરે = અવિરત વિહાર કરે, પરિવા€ - પરિગ્રહ, ગ્રામાદિમાં મોહ-મમત્વ ભાવ, વ શુળા - કયારેય પણ ન કરે, દિહિં ગૃહસ્થો સાથે, અત્તો - વધારે સંબંધ ન રાખતો, ગૃહસ્થો પ્રત્યે આસકત ન થતો,
જેઓ = ઘર રહિત થઈને, પરિબા = વિહાર કરતો રહે.
ભાવાર્થ :- ભિક્ષુ કોઈ પણ એક સ્થાને સ્થિર નહિ રહેતાં અપ્રતિબદ્ધપણે વિહાર કરે. ગામ, નગર વગેરેમાં કે આહારાદિ કોઈ પણ પદાર્થમાં મમત્વબદ્ધિ કે પરિગ્રહ કરે નહીં, ગુહસ્થો સાથે અનાસક્તપણે રહીને, કોઈ પણ સ્થાનને પોતાનું ઘર નહીં બનાવતાં, એકત્વભાવમાં રમણ કરે, રાગ - દ્વેષ રહિત થઈ વિચરણ કરે.
વિવેચન :
વાયુ સમાન નિસંગ અને અપ્રતિબદ્ધ બનીને સાધક માસકમ્પાદિ નિયમાનુસાર વિહાર કરે. પગમાં કાંટા કાંકરા આદિ લાગવાથી પણ ખેદ કરે નહીં, વળી પૂર્વે ભોગવેલા વાહન આદિનું સ્મરણ પણ કરે નહિ તથા યથાકાલે દરેક સાધુચર્યાઓનું સમ્યગુપરિપાલન કરે, તે દ્રવ્યથી ચર્યા પરીષહ જય છે.
કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વ્યક્તિમાં મમત્વભાવ રાખે નહીં. ગૃહસ્થો સાથે વધારે પરિચય કે મોહભાવ અથવા સ્વાર્થભાવ રાખે નહિ પરંતુ જે એકત્વભાવનાથી સંયમ સ્વીકાર કર્યો છે, તે જ એકત્વ ભાવમાં રમણ કરે અર્થાત્ મારું ગામ, મારાં ઘરો, મારા શ્રાવકો, મારા શિષ્યો – શિષ્યાઓ એવા ભાવ અંતરમાં રાખે નહીં. આવી સાવધાની રાખી વિરક્તભાવે વિચરણ કરે, તેને ભાવથી ચર્યા પરીષહનો વિજય કહેવાય. પ પત્ર – એકાકી, રાગદ્વેષ રહિત, એકત્ત્વ ભાવનાથી ભાવિત બની. તા:- સંયમ પાલનને માટે યોગ્ય ક્ષેત્રને લાઢ' કહે છે. અનાળો રે – (૧) ગૃહસ્થોને આધીન થઈને વિચરણ ન કરે અર્થાત્ તેની પરાધીનતારહિત વિચરણ કરે. (૨) કલ્પ મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના, સ્થાયી નિવાસ કર્યા વિના વિચરણ કરે.