________________
[ ૪૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- ઉપરોકત તત્ત્વને સારી રીતે સ્વીકાર કરતાં મુનિ, સ્ત્રીઓને સયંમ માર્ગમાં કીચડરૂપ ગણી તેના રૂપ આદિમાં કિંચિત્ પણ આસક્ત થાય નહીં, કીચડમાં ફસાય નહિ. આત્મકલ્યાણનું લક્ષ્ય રાખી સંયમમાં સ્થિર ચિત્તે વિચરણ કરે. વિવેચન :
એકાંત બગીચા અથવા ભવન આદિ સ્થાનોમાં, મનને શુભ સંકલ્પોથી ચલિત કરનારી નવયૌવના સ્ત્રીઓના સંસર્ગથી દૂર રહીને સાધુ મન અને ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ કરે. સ્ત્રીઓનાં અંગ-પ્રત્યંગની આકૃતિનું, તેના મંદ સ્મિત વગેરે ક્રિયાઓ અને હાવભાવ આદિ વિલાસોનો કદિ વિચાર પણ કરે નહીં અને સ્ત્રીઓને વિકારદષ્ટિથી જુએ નહીં. 'આ સ્ત્રી શરીર પણ રકત માંસરૂપ અશુચિનો પિંડ છે. મોક્ષ માર્ગની અર્ગલા છે', આરીતે આત્મકલ્યાણના ચિંતન વડે કામબુદ્ધિને નિષ્ફળ બનાવે અને સ્ત્રીઓથી સદા વિરકત રહે, તે સાધક સ્ત્રી પરીષહ વિજયી છે. પuિળવા :- 'આ લોક અને પરલોકમાં સ્ત્રીઓ પુરુષ માટે મોટી આસક્તિની હેતુભૂત છે.' એમ જ્ઞ પરિજ્ઞાથી સ્ત્રીઓના સ્વરૂપને જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેની આસક્તિનો ત્યાગ કરે, તે પરિજ્ઞાત કહેવાય છે.
સ્ત્રી પરીષહ વિજય માટેનું દષ્ણત:- કોશા નામની ગણિકામાં આસકત એવા સ્થૂલિભદ્ર વિરકત બનીને આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે ચાતુર્માસનો સમય નજીક આવ્યો, ત્યારે ગુરુ આજ્ઞાથી સ્થૂલિભદ્ર મુનિ ગણિકાગૃહમાં, બીજા ત્રણ ગુરુભાઈઓમાંથી એકે સપના રાફડા પર, બીજાએ સિંહની ગુફામાં અને ત્રીજાએ કૂવાને કાંઠે ચાતુર્માસ કારવાનો નિર્ણય કર્યો. ચારેય મુનિ ચાતુર્માસ પૂર્ણ કરી ગુરુની પાસે પહોંચ્યા. ત્યારે ગુરુએ સ્થૂલિભદ્રના કાર્યને દુષ્કર-દુષ્કર (ઘણું કઠિન) કહ્યું, જ્યારે બાકીના ત્રણે ય શિષ્યોને 'દુષ્કર' એટલું જ કહ્યું. આ અંગે પૂછવામાં આવતાં તેમણે સમાધાન કર્યું કે સર્પ, સિંહ અને કૂવાનો કાંઠો તો માત્ર શરીરને જ પીડા પહોંચાડી શકે, પરંતુ ગણિકાસંગ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રને સર્વથા નષ્ટ કરી નાખવા સમર્થ છે. સ્થૂલિભદ્રનું આ કાર્ય તલવારની ધાર ઉપર ચાલવા સમાન અને અગ્નિમાં કૂદવા સમાન હતું. આ સ્ત્રી પરીષહ વિજય છે. એક સાધુને ગુરુ વચન ઉપર અશ્રદ્ધા થઈ. તે વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવા ગયા, પરંતુ અસફળ થયા. આમ લિભદ્રમુનિ સ્ત્રી પરિષહ વિજયી બન્યા અને બીજા મુનિ સ્ત્રી પરીષહમાં પરાજિત બન્યા.
(૯) ચર્ચા પરીષહ :१४ एग एव चरे लाढे, अभिभूय परीसहे ।
गामे वा गरे वावि, णिगमे वा रायहाणीए ॥१८॥ શબ્દાર્થ :- તા. સંયમ યોગ્ય ક્ષેત્રમાં, કરી રે - પરીષહોને, મિજૂર્ય - જીતીને, મને વા - ગામડામાં અથવા, નજરે = શહેરોમાં, વાવ = અથવા, ઉપામે = વેપારી વસતિવાળા પ્રદેશમાં,