________________
અધ્યયન-૨:પરીષહ
કુમાર્ગ પર ચાલવા લાગ્યો, તેથી સાધુએ તેને કહ્યું કે "માર્ગ છોડીને કુમાર્ગ પર કેમ જઈ રહ્યાં છો? ત્યારે દેવે સાધુને કહ્યું કે આપ વિશુદ્ધ સંયમ માર્ગને છોડીને આધિ-વ્યાધિરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાર્ગમાં જવા કેમ તૈયાર થયા છો? તો પણ સાધુ ન સમજ્યા, આગળ ચાલતા બંને એક યક્ષાયતન પાસે પહોંચ્યા.
ત્યાં જોયું કે વારંવાર યક્ષની પૂજા કરવા છતાં પણ તે ઊંધા મુખે પડી જતો હતો. આ જોઈ સાધુએ કહ્યું, "આ યક્ષ પૂજા કરવા છતાં પણ કેમ પડી જાય છે?" ત્યારે દેવે કહ્યું – આપ વંદનીય અને પૂજનીય હોવા છતાં પણ વારંવાર સંયમમાર્ગમાંથી શા માટે ચલિત થાઓ છો ? "આ વાત સાંભળી સાધુ ચોંકી ઊઠયા અને તેણે પેલા દેવનો પરિચય પૂછયો 'તમો કોણ છો?' ત્યારે દેવે તેને તેના પૂર્વભવ સંબંધી મૂંગાનું સ્વરૂપ દેખાડીને કહ્યું- હે મિત્ર ! તમે મને કહ્યું હતું કે હું દેવભવ પછી તમારો સહોદર બનીશ, તમે મને જૈન ધર્મનો પ્રતિબોધ આપજો. તમારા એ કથનનો મેં તે સમયે સ્વીકાર કરી લીધો હતો. જેથી મારી પ્રતિજ્ઞા અનુસાર હું તમોને પ્રતિબોધિત કરવા માટે અહીં આવ્યો છું.
આમ દેવ દ્વારા વિસ્તૃત પરિચય સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેને સંયમમાં રુચિ જાગી અને દઢતા આવી. મુંગાના બંધુને દેવ પ્રતિબોધથી સંયમમાં રતિ આવી એ વાતને જાણીને સઘળા મુનિઓએ જાણવું જોઈએ કે સંયમમાં અરતિ ઉત્પન્ન થાય, તો જ્ઞાનબળ વડે તેના પર વિજય મેળવી અરતિ પરીષહ વિજયી બનવું જોઈએ. (૮) સ્ત્રી પરીષહ :RE संगो एस मणुस्साणं, जाओ लोगम्मि इथिओ ।
जस्स एया परिणाया, सुकडं तस्स सामण्णं ॥१६॥ શબ્દાર્થ :- તો નિ - લોકોમાં, ગાગો-જે, પણ-0િો - આ સ્ત્રીઓ છે, પુસામનુષ્યોને માટે, તેનો - સંગ રૂપ છે, આસક્તિનું કારણ છે, પડ્યા - એ સ્ત્રીઓને, - જે સાધુએ, પરિયા - ત્યાજ્ય સમજીને છોડી દીધી છે, તસ - એ સાધુનું, સામા - સાધુત્વ, સુવું - સફળ છે. ભાવાર્થ :- આ લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષો માટે આસક્તિનું કે કર્મબંધનું કારણ છે. જે સાધકે આ તત્ત્વને યથાર્થ રૂપે જાણી જીવનમાં ઉતારી લીધું છે અર્થાત્ સ્ત્રી સંગનો સદા ત્યાગ કરે છે, તેનું સાધુપણું સફળ બને છે. १७ एवमादाय मेहावी, पंकभूया उ इथिओ ।
णो ताहिं विणिहणिज्जा, चरेज्जऽत्तगवेसए ॥१७॥ શદાર્થ :- = આ પ્રકારે, સ્થિો સ્ત્રીઓના સંગને, પંપૂ૩= કીચડ રૂપ (સંસારમાં ફસાવા માટે), આકાય = માનીને, મેદાવી બુદ્ધિમાન સાધુ, તાર્દિ તેમાં, વિnિળના ફસાય નહીં, આસકત થાય નહીં, અત્ત વેસણ = આત્મદષ્ટ બનીને, રોઝ = સંયમ માર્ગમાં જ વિચરણ કરે.