________________
૪૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સમાન છે.
અરતિ પરીષહનું ઉદાહરણ:- કૌશાંબી નગરીમાં એક શ્રેષ્ઠી લોભવશ પોતાના જ ઘરમાં સુવર (ભૂંડ) રૂપે જન્મ્યા. એક દિવસ તેના પુત્રોએ પોતાના પિતાના શ્રાદ્ધ નિમિત્તે આ સૂવરને મારી નાંખ્યું. તે મૃત્યુ પામીને ફરીથી પોતાના જ ઘરમાં સર્પ થયો. આ ભવમાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું, પુત્રોએ પોતાના ઘરમાં સર્પને જોયો, ત્યારે તેને મારી નાખ્યો. ત્યાર પછી મૃત્યુ પામીને તે ત્રીજા ભવમાં પોતાના જ પુત્રનો પુત્ર થયો.
આ અવસ્થામાં પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. સંકોચવશ તેણે મૌન વ્રત ધારણ કરી લીધું. એક વખત ચાર જ્ઞાનના ધારક આચાર્ય આ મૂંગાની પરિસ્થિતિ જાણીને તેને પ્રતિબોધિત કરવા માટે શિષ્ય પરિવાર સાથે ત્યાં પધાર્યા. તેમના મુખે ધર્મનો ઉપદેશ સાંભળીને તે શ્રાવક બની ગયો અને તેણે મૌનનો ત્યાગ કર્યો.
એક અમાત્ય પુત્ર પૂર્વજન્મમાં સાધુ હતો. તે મરીને દેવ બન્યો હતો. તે મૂંગાની પાસે આવ્યો અને બોલ્યો કે હું તમારો ભાઈબનીશ. તમે મને ધર્મબોધ આપજો. મૂંગાએ સ્વીકારી લીધું. તે દેવ મૂંગાની માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ને મૂંગો તેને સાધુદર્શન વગેરે સ્થાને લઈ જતો પણ તે દુર્લભબોધિ કોઈ પણ રીતે પ્રતિબોધિત ન થયો. મુંગાએ દીક્ષા લઈ લીધી. ચારિત્ર પાલન કરીને દેવ બન્યો. પોતાના સહોદરને પ્રતિબોધિત કરવા માટે તે દેવે તેના શરીરમાં જલોદરનો રોગ ઉત્પન્ન કર્યો. પછી દેવે પોતે વૈદ્યનું રૂપ ધારણ કરીને તેની પાસે આવીને કહ્યું કે સમસ્ત રોગોને નિવારવાનો ઇલાજ મારી પાસે છે, તેથી તે જલોદરના રોગીએ પોતાના રોગનો ઈલાજ કરવાનું કહ્યું, એટલે વૈદ્ય રૂપ તે દેવે કહ્યું કે તમારો આ રોગ અસાધ્ય છે. છતાં એવી શરતે હું પ્રયત્ન કરું કે તમે મારા આ ઔષધિઓ ભરેલા કોથળાને તમારા ખભા પર ઉપાડીને મારી પાછળ પાછળ ચાલો.
જલોદર રોગીએ શરત સ્વીકારી લીધી. પછી વૈદ્યરૂપી તે દેવે તેનો રોગ મટાડી દીધો. તે રોગી કોથળાને ખભા ઉપર ઉપાડીને તે વૈદ્યની પાછળ ચાલતો રહ્યો.દેવની માયાથી માર્ગમાં કોથળો ઘણો વજનદાર (ભારે) બની ગયો. આથી તે ઘણો જ થાકી ગયો. ચાલવા સમર્થ ન હોવા છતાં ફરી પાછો જલોદરનો ઉપદ્રવ થશે તેવા ભયને કારણે તે ચાલતો રહ્યો. આ માયાધારી વૈધ એ જલોદરના રોગીને મુનિની પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે જો તમે દીક્ષા ગ્રહણ કરી લો, તો હું તમને છોડી દઉં. ભારથી હેરાન થયેલા તેણે વિચાર કર્યો કે ઠીક છે, દીક્ષા લેવાથી આ વજન ઉપાડવાના દુઃખમાંથી તો બચી જઈશ. આમ વિચારી તેણે કહ્યું કે ભલે, હું દીક્ષા લઈશ. દીક્ષા લીધા પછી દેવ ચાલ્યા ગયા. ટૂંક સમયમાં જ તે દીક્ષાનો પરિત્યાગ કરવા તૈયાર થયો. દેવે ફરીથી તેને જલોદર રોગી બનાવી દીધો અને વૈધના સ્વરૂપે આવી ફરી પ્રતિબોધિત કર્યો.
આમ તેણે ત્રણવાર દીક્ષા લઈને છોડી દીધી. આથી ચોથીવાર તેને પ્રતિબોધિત કરવા અને સંયમમાં સ્થિર કરવાના ઉદેશથી દેવ પોતે તેની પાસે રહેવા લાગ્યો. એક સમયે તે દેવ મનુષ્યનો વેશ ધારણ કરીને એક ગામમાં આગ લાગી હતી ત્યાં ઘાસ લઈને જવા લાગ્યા. તે સમયે તે સાધુએ તેને કહ્યું, "આગથી બળી રહેલા ગામમાં ઘાસનો ભારો લઈને કેમ જાઓ છો?" ત્યારે દેવે કહ્યું – માન, માયા અને લોભ રૂપી અગ્નિથી પ્રજ્વલિત અને સકળ અનર્થોના ઉત્પાદક એવા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશની ઈચ્છા શા માટે કરો છો?" આમ દેવના સમજાવવા છતાં પણ તે સમજયો નહિ. પછી બંને એક જંગલમાં પહોંચ્યા ત્યારે દેવ