________________
|
૪ ૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પામીને દેવલોકમાં પધાર્યા. આ મુનિની જેમ અન્ય મુનિજનોએ પણ મધ્યસ્થ ભાવથી ડાંસ અને મચ્છરોના પરીષહને સહન કરવો જોઈએ. (૬) અચેલ પરીષહ :१२ परिजुण्णेहिं वत्थेहि, होक्खामि त्ति अचेलए ।
___ अदुवा सचेले होक्खं, इइ भिक्खू ण चिंतए ॥१२॥ શબ્દાર્થ :- વલ્વેદિં વસ્ત્રો, પરિગુહિં = જીર્ણ થઈ જતાં, વેત - વસ્ત્ર રહિત, હોમ - થઈ જઈશ, ઉત્ત- આ રીતે, મહુવા - અથવા, સવેતર : વસ્ત્રોવાળો, નવા વસ્ત્રવાળો, હોજ - થઈ જઈશ, - આ રીતે. ભાવાર્થ :- વસ્ત્રો અતિ જીર્ણ થવાથી 'હવે હુંઅચલકથઈ જઈશ.' અથવા 'નવાં વસ્ત્રો ફરી મળશે તો હું પાછો સચેલક થઈ જઈશ. ભિક્ષુ આ પ્રકારનું ચિંતન કયારેય કરે નહિ અર્થાત્ દીનતા કેહર્ષના ભાવ લાવે નહીં. १३ एगया अचेलए होइ, सचेले यावि एगया।
- પ ધરિયું , ગાળા નો રહેવા શરૂા. શબ્દાર્થ :- ક્યારેય, યા વિ.અને, પયં આ બન્ને અવસ્થાઓને, અહિયં ધર્મને માટે હિતકારી અથવા હિતકારી સાધુ ધર્મ, - જાણીને, માનીને, સમજીને, ગાળી - જ્ઞાની પુરુષ, નો પરિવેવ - ખેદ ન કરે, દુઃખી ન થાય. ભાવાર્થ - વિભિન્ન અને વિશિષ્ટ પરિસ્થિતિઓને કારણે મુનિ ક્યારેક અલ્પ કે જીર્ણ વસ્ત્રવાળો થઈ જાય, તો ક્યારેક નવીન અને મનોજ્ઞ વસ્ત્રો પ્રાપ્ત થઈ જાય છે. આ બંને પ્રસંગ સંયમ ધર્મ માટે હિતકારી છે, એમ સમજીને જ્ઞાની શ્રમણ કયારેય દુઃખી થાય નહિ અર્થાતુ મનમાં વસ્ત્ર સંબંધી ખેદ કરે નહીં.
વિવેચન :
પI :- ગાથામાં પથ શબ્દથી શાસ્ત્રકારે મુનિની જિનકલ્પી અને સ્થવિરકલ્પી અવસ્થાઓ, વસ્ત્રાભાવ અને સવસ્ત્ર આદિ અવસ્થાઓ બતાવી છે. જિનકલ્પી અવસ્થામાં મુનિ અચેલક હોય છે.
વિરકલ્પ અવસ્થામાં પણ જ્યારે વસ્ત્રની પ્રાપ્તિ કઠિન થઈ જાય કે વસ્ત્રો સદંતર મળે જ નહિ અથવા વસ્ત્રો જીર્ણશીર્ણ થઈ જાય, ત્યારે તે અચેલક બની જાય છે.
ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સ્થવિર કલ્પી મુનિ પોતાના સાધનાકાળમાં જ સચેલક અને અચેલક બને અવસ્થામાં રહે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે હેમંત ઋતુ પૂરી થતાં અને ગ્રીષ્મઋતુ (ઉનાળો) આવતાં મુનિ એક વસ્ત્રને ધારણ કરે અથવા અચેલક બની જાય છે.
સ્થાનાંગસૂત્રમાં પાંચ કારણોથી અચલકને પ્રશસ્ત (વખાણવા યોગ્ય) કહ્યા છે– (૧) તે સાધુને