________________
| અધ્યયન-૨: પરીષહ
[ ૪૧ ]
શબ્દાર્થ :- - જે રીતે, હાથી, સંમતી-સંગ્રામમાં મોખરે રહીને, સૂરો - શૂરવીર યોદ્ધો, પરં - શત્રુને, અમને - મારે છે. વિજય મેળવે છે, મહામુft - ઉત્તમ સાધુ, સંસદ્ધિ =ડાંસ, મચ્છર વગેરે, પુટ્ટો ય = કરડવાથી કષ્ટ આવે ત્યારે, સમર = આત્મસંયમરૂપ સંગ્રામમાં ટકી રહે.
ભાવાર્થ :- જેમ યુદ્ધના મોરચે રહેલો હાથી અને શૂરવીર યોદ્ધો શત્રુના બાણોની પરવા કર્યા વિના શત્રુઓને હણે છે અને વિજય મેળવે છે, તેમ ઉત્તમમુનિ ડાંસ, મચ્છર આદિના ડંસની પરવા કર્યા વિના, ક્રોધાદિ ભાવ શત્રુઓ પર વિજય મેળવવા માટે આત્મસંગ્રામમાં ટકી રહે.
आ ण संतसे ण वारिज्जा, मणंऽपि ण पओसए । ११
उवेहे ण हणे पाणे, भुंजते मंस-सोणियं ॥११॥ શદાર્થ - નિંગ -માંસ અને રકતને, બુનો -ચૂસતાં, પાળે - ડાંસ, મચ્છર વગેરે પ્રાણીઓને જ નહીં, ન સંતને - તેને ત્રાસ પહોંચાડે નહીં, ન વારિજ્ઞા - તેને રોકી વિક્ષેપરૂપ-અંતરાય કરે નહીં, કવિ-મનથી પણ તેના ઉપર જ
પોષ કરે નહીં, કહે - સમભાવ રાખે.
ભાવાર્થ :- મુનિ માંસ અને લોહી પીનારા જંતુ કે પ્રાણીઓને મારે નહિ, તેને ત્રાસ પહોંચાડે નહીં. રોકીને તેને અંતરાય પાડે નહિ, તેને ઉડાડે નહીં, મનથી પણ તેના પ્રત્યે દ્વેષભાવ કરે નહીં પરંતુ સમભાવ રાખે અથવા તેની ઉપેક્ષા કરે, પ્રતિકાર કરે નહીં.
વિવેચન :
અહીં 'ડાંસ, મચ્છર એ શબ્દ દ્વારા જૂ, લીખ, માંકડ, માખી, કડા, કીડી, વીંછી વગેરે ક્ષુદ્ર જંતુઓની પણ ગણના કરી છે. ટીકાકાર આચાર્ય શાંતિસૂરીએ હિંસક, તેમજ મારક એવા શિયાળ, વરુ, ગીધ, કાગડા વગેરે તથા ભયંકર હિંસક વન્યપ્રાણીઓનો પણ હરામ' શબ્દમાં સમાવેશ કર્યો છે. આમ દેહપીડક ડાંસ, મચ્છર આદિ પ્રાણીઓ ખ મારે કે અન્ય કોઈ પણ પ્રકારે પીડા આપે અને લોહી પીએ તો પણ મુનિ તેના પ્રત્યે દ્વેષભાવ કરે નહિ, તેમને હણે નહીં પરંતુ તે જીવો અજ્ઞાની આહારાર્થી છે અને મારું શરીર તેમને માટે ભોજ્ય છે, માટે ભલે ખાય, એવો ઉપેક્ષાભાવ રાખે, તે ડાંસ મચ્છર પરીષહજય છે. ઉપરોકત પીડા પહોંચાડનાર પ્રાણીઓનો પ્રતિકાર કર્યા વગર જ તેને સહન કરે તથા મન, વચન અને કાયાથી તેમને બાધા ન પહોંચાડે, તે વેદનાને સમભાવપૂર્વક સહન કરે, તે મુનિ ડાંસ, મચ્છર પરીષહ વિજયી કહેવાય છે. ડાંસ મચ્છર પરીષહ વિજય માટે દષ્ટાંત :- ચંપાનગરીના જિતશત્રુ રાજાના પુત્ર યુવરાજ સુમનભદ્ર સાંસારિક કામભોગોથી વિરકત બની ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લીધી. એકલવિહારી પ્રતિમા અંગીકાર કરી વિહાર કરતાં એકવાર જંગલમાં રાત્રિના સમયે કાયોત્સર્ગ કર્યો. આખી રાત મચ્છરોએ ભયંકર ડંખ માર્યા. ડાંસ, મચ્છરોના પરીષહને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયથી સહન કર્યો તથા પ્રશસ્તધ્યાનમાં કાળધર્મ