________________
૪૦
વિવેચન :
ગ્રીષ્મકાલીન ઉનાળાનો પ્રખર તાપ, લૂ, તડકાથી તપેલી જમીન કે મકાન આદિની ઉષ્ણતાથી ત્રસ્ત મુનિ ઉષ્ણતાની નિંદા કરે નહિ. છાયા આદિ કે ઠંડકની ઈચ્છા કરે નહિ. પંખા વગેરેથી હવા નાંખે નહિ. પોતાના માથાને ઠંડા પાણીથી ભીનું કરે નહિ પરંતુ ઉષ્ણતાની વેદનાને સમભાવથી સહન કરે, તે ઉષ્ણ પરીષહનો વિજય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
પરિવારેખ ઃ- દાહ બે પ્રકારના છે. (૧) બાહ્ય અને (ર) આપ્યંતર, પસીનો, મેલ આદિથી શરીરમાં થતી બળતરા, એ બાહ્ય દાહ છે. જયારે તૃષાથી ઉત્પન્ન થયેલો દાહ, આંતરિક પરિદાહ છે. અહીં બંને પ્રકારના દાહ સૂચિત છે.
ઉષ્ણ પરીષહ વિજય માટે દષ્ટાંત :– તગરા નગરીમાં અન્મિત્ર આચાર્ય પાસે દત્ત નામના વણિકે તેની પત્ની ભઠ્ઠા અને પુત્ર અહંન્નક સાથે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી પિતા, પુત્રની બધી જ સેવા કરતા અને પુત્ર પ્રેમને કારણે તેને ભિક્ષા લેવા મોકલતા ન હતા. આ રીતે દત્ત મુનિના પુત્રરૂપ શિષ્ય ઘણા જ સુકુમાર અને સુખ-સુવિધાની વૃત્તિવાળા બની ગયા. દત્ત મુનિના સ્વર્ગવાસ પછી સાધુઓની પ્રેરણાથી પ્રેરિત બનીને તે સુકુમાર મુનિ ઉનાળાની ઋતુમાં ભિક્ષા લેવા માટે ગયા. તાપથી બચવા તે બાળમુનિ અહંનક મોટાં મોટાં મકાનોની છાયામાં ઊભા રહેતાં, બેસતાં, જઈ રહ્યા હતા. તેમની આવી સ્થિતિ જોઈ એક સ્ત્રીએ વિચાર કરી તેમને પોતાના ઘરે બોલાવ્યા. વિવિધ સુખ સાધનોનું પ્રલોભન આપી ત્યાં જ રહી જવાનું નિવેદન કર્યું. સંયમી જીવનની કઠિનાઈથી ગભરાયેલા અહંન્તક મુનિ ત્યાં જ રોકાઈ ગયા અને સંયમ છોડી દીધો, સુખભોગમાં આસકત બની ગયા. તેની માતા ભદ્રા સાધ્વી પુત્રમોહમાં પાગલ બની 'હું અહંન્તક, હે અર્જુન્નક' એમ મોટેથી બૂમો પાડતી શેરીએ શેરીએ ભટકવા લાગી. એક દિવસ બારીમાં બેઠેલા અર્હન્તકે પોતાની માતાનો અવાજ સાંભળ્યો અને તે મહેલમાંથી નીચે ઊતરી ગયો. અત્યંત શ્રદ્ધાવશ તે માતાનાં ચરણોમાં નમીને બોલ્યા− મા ! હું જ તમારો અર્હન્નક છું. ત્યારે માતાએ કહ્યું– હે વત્સ ! તમે ખાનદાન કુળમાં જન્મેલા છો, છતાં તમારી આવી દશા કેમ થઈ ? અહંન્નકે કહ્યું– હે માતા ! મારી ચારિત્રપાલનની અસમર્થતા જ આમાં કારણ છે. ત્યારે માતાએ કહ્યું- આવા અસંયમી જીવન કરતા તો અનશન કરવું શ્રેષ્ઠ છે. સાધ્વી માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને તેનો સૂતેલો વૈરાગ્ય જાગી ઊઠ્યો અને તેણે સર્વ સાવધ યોગનું પ્રત્યાખ્યાન કરી પુનઃ સંયમને ધારણ કર્યો. માતાના ઉદ્બોધનથી તેણે ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરી, ઉષ્ણ પરીષહને સહન કર્યો. અંતે એક ગરમ ધગધગતી શિલા ઉપર બેસી અનશન ધારણ કરી સમાધિભાવથી અર્હન્નક મુનિએ પાદપોપગમન સંથારો કર્યો. આ રીતે ઉષ્ણ પરીષહને સમ્યક્ પ્રકારે સહન કરી સમાધિમરણપૂર્વક તે આરાધક બન્યા. આ રીતે પ્રત્યેક મુનિએ ઉષ્ણ પરીષહ સહન કરવો જોઈએ.
(૫) ડાંસ મચ્છર પરીષહ :
१०
पुट्ठो य दंसमसएहिं समरे व महामुनी ।
"
णागो संगामसीसे वा, सूरो अभिहणे परं ॥ १० ॥