SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨ પરીષહ [ ૩૯ ] સેવન કરે નહિ પરંતુ ઠંડીના કષ્ટને સમભાવપૂર્વક સહન કરે, તે શીત પરીષહનો વિજય છે. શીત પરીષહ વિજય માટે દષ્ટાંત :- રાજગૃહ નગરના ચાર મિત્રોએ ભદ્રબાહુસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. શાસ્ત્રાધ્યયન કરી ચારે ય મુનિઓએ એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી. એકવાર તે ચારે ય ત્રીજા પ્રહરમાં ભિક્ષા લઈને પાછા ફરતા હતા. તે વખતે શિયાળો હતો. પ્રથમ મુનિરાજને વૈભારગિરિની ગુફાના પ્રવેશદ્વાર પાસે આવતાં આવતાં ચોથો પહોર થઈ ગયો. તેથી તે વૈભારગિરિની ગુફા પાસે જ રોકાઈ ગયા. રાત્રિ થવાથી બીજા મુનિ બગીચામાં રોકાઈ ગયા, ત્રીજા મુનિ બગીચા પાસે રોકાઈ ગયા. જ્યારે ચોથા મુનિ રાજગૃહ નગરની પાસે પહોંચ્યા, ત્યાં ચોથો પ્રહર સમાપ્ત થયો. રોકાઈ ગયેલા પ્રથમ મુનિ ભયંકર ઠંડીને કારણે પીડિત થઈને રાત્રિના પહેલા પ્રહરમાં સ્વર્ગવાસ પામ્યા, બીજા મુનિ બીજા પ્રહરમાં, ત્રીજા મુનિ ત્રીજા પ્રહરમાં અને ચોથા મુનિ ચોથા પ્રહરમાં સ્વર્ગવાસી થયા. આ ચારે ય મુનિ ઠંડીનો પરીષહ સહન કરી કાળધર્મ પામી દેવ બન્યા. એ જ રીતે પ્રત્યેક સાધુ-સાધ્વીએ સમતાપૂર્વક શીત પરીષહને સહન કરવો જોઈએ. (૪) ઉષ્ણ પરીષહ :| उसिणं परियावेणं, परिदाहेण तज्जिए । प्रिंसु वा परियावेणं, सायं णो परिदेवए ॥८॥ શબ્દાર્થ :- fધણુ - તાપના, તડકાના, વા = વળી, સિM - સ્વાભાવિક ગરમીના, ત્યારે - કષ્ટથી, રિલાદેન - શરીરની અંદર અને બહારના દાહથી, તજ્ઞ - પીડિત થયેલા સાધુ, સાથે - સુખને માટે, નો પલેિવા - વિલાપ ન કરે કે દુઃખી ન થાય. ભાવાર્થ :- ગરમ ભૂમિ, શિલા અને લૂ આદિ ઉષ્ણતાના પરિતાપથી, પસીનો કે તરસની બળતરાથી અથવા ઉનાળાના સૂર્યના પરિતાપથી, અત્યંત પીડિત થવા છતાં પણ મુનિ ઠંડક આદિ સુખ માટે વ્યાકુળ થાય નહીં, કે વિલાપ કરે નહીં. उण्हाहितत्तो मेहावी, सिणाणं णो वि पत्थए । गायं णो परिसिंचेज्जा, ण वीएज्जा य अप्पयं ॥९॥ શબ્દાર્થ – ૩vહતો -ગરમીથી અત્યંત પીડિત, મેદાવ - બુદ્ધિમાન સાધુ, સિગાઈ . સ્નાનની, Mો વિ પત્થર - અભિલાષા ન કરે, આવું - શરીરને, નો પરિક્ષા = પાણીથી ન ભીંજવે, અપડ્યું - પોતાના શરીર ઉપર, થોડી પણ, વાળા - પંખા વગેરેથી હવા ન નાંખે. ભાવાર્થ :- ગરમીથી પરેશાન થાય, ત્યારે મેધાવી મુનિ સ્નાનની (સર્વજ્ઞાનની) ઈચ્છા કરે નહીં તેમજ પાણીથી શરીરના કોઈ અવયવોને સિંચન (દેશસ્નાન) પણ કરે નહિ અને પોતાના શરીરને પંખા વગેરેથી વીંઝે નહિ અર્થાત્ થોડી પણ હવા નાખે નહિ.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy