________________
३८
નગરમાં પહોંચ્યા. એક મુનિ પોતાનું આસન છેલ્લા ગોકુલમાં ભૂલી ગયા હતા. તેથી તે આસન લેવા પાછા ગયા પરંતુ ત્યાં ન હતું આસન કે ન હતું ગોકુલ. બધા સાધુઓએ તેને દેવમાયા જાણી. ત્યાર પછી તે દેવે આવીને પોતાના સંસારી અવસ્થાના પિતા ધનમિત્ર મુનિ સિવાયના બાકીના સાધુઓને વંદના કરી. આ અંગે આચાર્યે પૂછ્યું, ત્યારે તે દેવે, પોતાને પિતા મુનિએ સચિત્ત પાણી પીવાનું કહ્યું હતું, તે પૂર્વ વૃત્તાંત સહુને કહ્યો, આમ કહીને તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ રીતે સાધકોએ ધનશર્મામુનિની જેમ પિપાસા
પરીષહનો વિજય કરવો જોઈએ.
(૩) શીત પરીષહ :
६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
चरतं विरयं लूहं, सीयं फुसइ एगया ।
णाइवेलं मुणी गच्छे, सोच्चाणं जिणसासणं ॥६॥
શબ્દાર્થ:- વિયં= આરંભથી નિવૃત્ત, તૂ = રુક્ષ શરીરવાળા સાધુને, પરંત = સંયમ માર્ગમાં વિચરતાં, પાયા = કયારેક, લય = શીતકાળમાં ઠંડીનો, બ્રુસફ = સ્પર્શ થાય, ઠંડી લાગે, મુળી= સાધુ, મુનિ, નિસાસળ = જિનાગમને, સુજ્વાળ = સાંભળીને, અવેલાં = સાધુ મર્યાદા બહાર, ળ યજ્ઞે
= ન જાય.
७
ભાવાર્થ - પાપોથી વિરત થઈ સંયમમાં વિચરણ કરતાં મુનિને શીતકાળમાં ઠંડીનું કષ્ટ આવે, તો પણ મુનિ જિનશાસનને સાંભળીને અર્થાત્ વીતરાગ ભગવાનની શિક્ષાઓને સાંભળી અને વિચારીને સંયમની મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ.
ण मे णिवारणं अत्थि, छवित्ताणं ण विज्जइ ।
अहं तु अग्गिं सेवामि, इइ भिक्खू ण चिंतए ॥७॥
શબ્દાર્થ :- નિવારÜ = ઠંડી નિવારણ માટે યોગ્ય (મકાન વગેરે), મે – મારી પાસે, ૫ અસ્થિ - નથી, વિજ્ઞાળ – શરીરની રક્ષા માટે ઓઢવાનાં વસ્ત્ર, પ્ન વિન્ગર્ - મારી પાસે નથી, અહં – હું, તુ = ખરેખર, અન્જિં = અગ્નિનું, સેવામિ - સેવન કરી લઉં, સેવન કરીશ, ડ્ - આ રીતે, ન ચિંતક્ - વિચાર ન કરે.
ભાવાર્થ :- શીતપરીષહથી આક્રાંત થઈ ભિક્ષુ વિચારે નહીં કે મારી પાસે ઠંડીના નિવારણ માટે યોગ્ય મકાન આદિ કોઈ સાધન નથી. ઠંડીથી રક્ષણ કરવા ધાબળા આદિ વસ્ત્ર પણ નથી, તો હું અગ્નિનું સેવન કરી લઉં.
વિવેચન :
બંધ મકાન ન મળે અને ઠંડીથી અત્યંત પીડા થાય, તો પણ સાધુએ અકલ્પનીય અથવા મર્યાદા ઉપરાંત વસ્ત્રો લેવાં નહિ. પોતે જાતે અગ્નિને પ્રગટાવીને અથવા બીજા દ્વારા પ્રજ્વલિત થયેલા અગ્નિનું