________________
અધ્યયન-૨:પરીષહ
[ ૩ ૭ ]
= લજ્જા અને સંયમવાન સાધુ, વાસા = તરસથી, પુદ્દો = પીડાતો, સીવ = સચિત પાણીનું, જ વિઝા - સેવન ન કરે, - અચિત્ત પાણીની ઈચ્છા માટે, ગવેષણા માટે, વરે - વિચરણ કરે.
ભાવાર્થ :- અસંયમ પ્રત્યે અરુચિ રાખનાર, લજ્જાવાન સંયમી ભિક્ષુ તરસથી પીડાતો હોય, તો પણ સચિત્ત પાણીનું સેવન ન કરે પરંતુ અચિત્ત ગરમ પાણીની ગવેષણા કરે. ५ छिण्णावाएसु पंथेसु, आउरे सुपिवासिए ।
परिसुक्क मुहाऽदीणे, तं तितिक्खे परीसहं ॥५॥ શબ્દાર્થ :- ઉછાળવાપણું = જ્યાં લોકોનું આવાગમન નથી તેવા નિર્જન, પંથેલુ = માર્ગમાં જતાં સાધુ, સુપિવાસ - તરસથી, આયરે - અતિવ્યાકુળ થઈ જાય, પરિશુક્ર - ગળું સુકાઈ જાય, અહીને = દીનતા રહિત થઈને, તે પરસ૬ = એ તરસના પરીષહને, ત નિતિન9 = સહન કરે. ભાવાર્થ :- લોકોના આવાગમન રહિત એકાંત નિર્જન માર્ગમાં ભારે તરસથી પીડાતો હોય અને મુખ અત્યંત સૂકાતું હોય તો પણ મુનિ જરા ય દીન થયા વિના તૃષાના પરીષહને પ્રસન્નતાથી સહન કરે. વિવેચન :
ગમે તે સ્થાનમાં (વસતિમાં કે જંગલમાં) અને ગમે તેટલી તૃષાની વેદના હોય તો પણ તત્ત્વજ્ઞ સાધુ સ્વીકારેલી મર્યાદાથી વિરુદ્ધ સચિત્ત જળ ગ્રહણ કરે નહિ. સમભાવપૂર્વક એ વેદનાને સહન કરે. તેને પિપાસા–પરીષહ જય કહે છે. 'અતિરૂક્ષ આહાર, ઉનાળાનો તાપ, પિત્ત-જવર, અનશન આદિનાં કારણે ઉત્પન્ન થયેલી કે શરીર અને ઈન્દ્રિયોને પીડા કરનારી તુષાને શાંત કરવા સાધુ સચિત્ત જલનો ઉપયોગ કરવાનો વિચાર પણ કરે નહિ પરંતુ એ તૃષારૂપ અગ્નિને સંતોષરૂપી માટીના નવા ઘડામાં ભરેલા શીતળ સુગંધિત સમાધિરૂપી જળથી શાંત કરે, તેનો પિપાસા પરીષહ જય પ્રશંસનીય બને છે. વિયર્સ – અગ્નિ કે ક્ષારયુકત પદાર્થો આદિથી વિકૃતિ પામેલું જળ અર્થાત્ શસ્ત્ર પરિણત અચિત્ત પાણી. પિપાસા પરીષહ વિજય માટે દષ્ટાંત :- ઉજ્જયિની નિવાસી ધનમિત્ર શેઠે પોતાના પુત્ર ધનશર્માની સાથે દીક્ષા ધારણ કરી. એક સમયે તે બંને આચાર્ય સાથે એલકાક્ષ નગર તરફ વિહાર કરી રહ્યા હતા. ક્ષુલ્લક સાધુને અત્યંત તરસ લાગી હતી. બીજા સાધુઓ સાથે આચાર્યને આગળ ગયેલા જાણીને ધનમિત્ર મુનિએ નદી જોઈને પુત્ર પ્રેમને વશ થઈ ધનશર્માને કહ્યું "હે વત્સ! પાણી પી લો. પછી આલોચનાથી તેની શુદ્ધિ કરી લેજો," તેમ કહીને ધનમિત્ર મુનિ નદી પાર કરીને એક તરફ ઊભા રહ્યા. "હું આ અકલ્પનીય સચિત્ત પાણી કેવી રીતે પી શકું?" તેમ વિચારી ધનશર્મામુનિ સંયમની રક્ષા કાજે પાણી પીધું નહીં, અતિ તરસને કારણે ધનશર્મા મુનિ આગળ જઈ શક્યા નહીં અને સમભાવપૂર્વક ત્યાં જ સમાધિમરણ પામ્યા અને દેવ પણે ઉત્પન્ન થયા. તે દેવે સાધુઓ માટે ઠેક ઠેકાણે ગોકુલ રચીને મુનિઓની તૃષા શાંત કરી. બધા મુનિગણ