________________
નિરયાવલિકા વર્ગ-૧ : અધ્ય.—૧
પહોંચ્યા. તેમણે માછલા મારવા માટે ઉદ્યત થયેલા સાધુને જોઈને કહ્યું– ઓહ ! તમે સાધુ થઈ આ દુષ્ટ આચરણ શા માટે કરો છો ? ત્યારે તે સાધુવેષધારી દેવે કહ્યું– આ ગર્ભવતી સાધ્વીને માછલા ખાવાનો દોહદ થયો છે; તેના માટે આ ક્રિયા કરી રહ્યો છું. જાઓ રાજન્ ! એનું આપને શું પ્રયોજન ? સાધુના વચનો સાંભળીને રાજા શ્રેણિકે અત્યંત ગંભીર થઈને કહ્યું– અરે ! પ્રભુના શાસનમાં અહિંસાના ઉપાસક શ્રમણોની આ પ્રવૃત્તિ કેમ ચાલે ? તમે આ પ્રવૃત્તિ છોડી, પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ. પેલા સાધુવેષધારી દેવે નિર્લજ્જ– પણે કહ્યું– હે રાજન્ ! ગૌતમાદિ ૧૪૦૦૦ સાધુ અને ચંદનાદિ ૩૬૦૦૦ સાધ્વીજીઓ તમામે તમામ દુરાચારી છે; તેઓ માત્ર બહારથી જ સાધુપણાનો આડંબર દેખાડે છે. તો આપ મને એકલાને જ શું કહો છો ?
૪૫
શ્રેણિકના અંતરમાં દઢતમ શ્રદ્ધા અને જિનધર્માનુરાગ હતો, જૈન શ્રમણો પ્રતિ તેને પૂર્ણ વિશ્વાસ હતો, તેથી તેઓએ અંતરના અવાજથી કઠોર અને સ્પષ્ટ શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો કે– અરિહંત પ્રભુ મહાવીર સ્વામીના અણગારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ હોય શકે જ નહીં; તમે તમારા દોષને ઢાંકવા બીજાને બદનામ કરો તે યોગ્ય નથી. ગૌતમાદિ અણગારો અને ચંદનાદિ સાધ્વીજીઓ દરેકે દરેક આચારનિષ્ઠ, મર્યાદાશીલ અને મહાનગુણોના ભંડારરૂપ છે. તમે આવી પ્રવૃત્તિથી પોતાના આત્માને અને જિન શાસનને કલંકિત કરો છો. માટે તમે આ સાધુવેષને છોડી દો અને ચાલો મારા રાજ્યમાં; હું તમારી ઈચ્છિત બધી સગવડ કરી દઈશ પરંતુ તમે આ રીતે ધર્મને દૂષિત ન કરો. ત્યાર પછી તે બંને દેવોએ અવધિજ્ઞાન દ્વારા રાજાની ધર્મ શ્રદ્ધાને નિશ્ચલ જાણી, તેની પ્રશંસા કરવા લાગ્યા− હે રાજન્ ! ધન્ય છે આપની શ્રદ્ધાને; પ્રથમ દેવલોકના ઈન્દ્ર શક્રેન્દ્રે આપના જે ગુણાનુવાદ કર્યા છે તે યથાર્થ છે. તે ગુણો આપનામાં સાક્ષાત્ દેખાય છે.
આ રીતે પ્રશંસા કરતા દેવોએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને, દેવદર્શન અમોધ હોય છે તેવા ભાવથી એક દેવે દિવ્ય અઢારસરો હાર અને બીજા દેવે માટીના બે ગોળા રાજાને ભેટ આપ્યા અને સ્વસ્થાને ચાલ્યા ગયા. આ રીતે અઢારસરો દિવ્ય હાર રાજા શ્રેણિકને દેવ દ્વારા પ્રાપ્ત થયેલ હતો.
રોષ યુક્ત દૂતનું ગમન અને યુદ્ધઘોષણા
५३ तए णं से कूणिए राया तस्स दूयस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म आसुरत्ते जाव मिसिमिसेमाणे तच्चं दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छह णं तुमं देवाणुप्पिया ! वेसालीए जयरीए चेडगस्स रण्णो वामेणं पाएणं पायपीढं अक्कमाहि, अक्कमित्ता कुंतग्गेणं लेहं पणावेहि, पणावित्ता आसुरत्ते जाव मिसिमिसेमाणे तिवलियं भिउडिं णिडाले साहट्टु चेडगं रायं एवं वयाहि- हं भो चेडगराया ! अपत्थियपत्थिया जाव परिवज्जिया ! एस जं कूणिए राया आणवेइ- पच्चप्पिणाहि णं कूणियस्स रण्णो सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं, वेहल्लं च कुमारं पेसेहि अहवा जुद्धसज्जे चिट्ठाहि । एस णं कूणिए राया सबले सवाहणे सखंधावारे णं जुद्धसज्जे हव्वमागच्छइ ।
: