________________
| ૪૬ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
ભાવાર્થ :- દૂત પાસેથી ચેડારાજાનો આ પ્રમાણેનો પ્રત્યુત્તર સાંભળી, અવધારીને કોણિક રાજા ગુસ્સાથી લાલચોળ થઈ યાવતુ દાંત કચકચાવતા ફરીથી ત્રીજી વાર દૂતને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું– દેવાનુપ્રિય! તું વૈશાલીનગરી જા અને ડાબા પગથી પાદપીઠને ઠોકર મારીને ચેડા રાજાને ભાલાની અણીથી આ પત્ર દેજે, પત્ર દઈને ક્રોધિત થઈને યાવતુ દાંત કચકચાવતાં ભૃકુટી તાણી કપાળમાં ત્રિવલિ-ત્રણ કરચલી પાડીને ચેડા રાજાને આ પ્રમાણે કહેજે- હે અકાળ મૃત્યુને ઈચ્છનારા, અભાગી થાવત નિર્લજ્જ ચેડારાજા! કોણિક રાજા આ પ્રમાણે આદેશ આપે છે કે કોણિક રાજાને સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર પાછા આપો અને વેહલ્લકુમારને પાછો મોકલો અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ. કોણિક રાજા સેના, વાહન તથા છાવણીઓ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈને શીઘ આવી રહ્યા છે. |५४ तएणं से दूर करयल जावजेणेव चेडए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेत्ता एवं वयासी- एस णं सामी ! ममं विणयपडिवत्ती । इमा कूणियस्स रण्णो आण त्ति- चेडगस्स रण्णो वामेणं पाएणं पायपीढं अक्कमइ, अक्कमित्ता आसुरत्ते कुंतग्गेण लेहं पणावेइ, तं चेव सव्वं जाव सबले सवाहणे सखंधावारे णं जुद्धसज्जे इह हव्वमागच्छइ । ભાવાર્થ - ત્યારે દૂતે પૂર્વોક્ત પ્રકારે હાથ જોડી કોણિકના આદેશનો સ્વીકાર કર્યો. તે વૈશાલીનગરી પહોંચ્યો. જ્યાં ચેડારાજા હતા ત્યાં આવ્યો. આવીને હાથ જોડી યાવત વધાઈ આપીને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! આ તો મારો વિનય છે પરંતુ કોણિક રાજાની આજ્ઞા આ પ્રમાણે છે– એમ કહી ડાબા પગથી ચેડારાજાના પાદપીઠને ઠોકર મારી, ક્રોધિત થઈને ભાલાની અણીથી પત્ર આપ્યો વગેરે સર્વ વર્ણન કરવું થાવત્ કોણિકરાજા સૈન્ય, વાહન, છાવણીઓ સાથે યુદ્ધ માટે સજ્જ બનીને શીઘ આવી રહ્યા છે.
५५ तए णं से चेडए राया तस्स दूयस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म आसुरत्ते जावसाहटु एवं वयासी- ण अप्पिणामि णं कूणियस्स रण्णो सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं, वेहल्लं च कुमारं णो पेसेमि, एस णं जुद्धसज्जे चिट्ठामि । तं दूयं असक्कारियं असम्माणियं अवद्दारेणं णिच्छुहावेइ । ભાવાર્થ - ત્યારે ચેડા રાજાએ દૂત પાસેથી આવી ધમકી સાંભળી, અવધારણ કરી, ક્રોધિત થઈ, ભૃકુટી ચઢાવી, આ પ્રમાણે ઉત્તર આપ્યો- કોણિકરાજાને સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર પાછા નહીં આપું અને વેહલ્લકુમારને પણ નહીં મોકલું, હું યુદ્ધ માટે તૈયાર છું. આ પ્રમાણે કહીને તે દૂતને અપમાનિત કરી પાછળના દરવાજેથી કાઢી મૂક્યો. યુદ્ધની તૈયારી અને વૈશાલી તરફ પ્રયાણ :५६ तए णं से कूणिए राया तस्स दूयस्स अंतिए एयमढे सोच्चा णिसम्म आसुरत्ते