________________
[ ૪૪ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી તે દૂત કાવત્ ચંપા નગરીમાં પહોંચીને કોણિક રાજાને જય વિજય શબ્દથી વધાવીને આ પ્રમાણે કહ્યું– ચેડા રાજાએ ફરમાવ્યું છે કે દેવાનુપ્રિય! જેમ કોણિક રાજા શ્રેણિકના પુત્ર અને ચેલણાદેવીના અંગજાત છે, યાવત્ અધું રાજ્ય આપો તો જ વેહલકુમારને મોકલીશ અન્યથા મોકલીશ નહીં. તેથી તે સ્વામી!ચેડારાજાએ સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર આપ્યા નથી અને વેહલ્લકુમારને પણ મોકલ્યા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મહાસંગ્રામની પૂર્વભૂમિકાનું પ્રતિપાદન છે.
બંને ભાઈઓ પોતાની વિવાદાસ્પદ વાતનું સમાધાન ન કરી શક્યા. તેથી તે વાત માતામહ-નાના ચેડારાજા સુધી પહોંચી. ચેડારાજાએ એક રાજા તરીકે, શરણાગતની રક્ષા માટે ન્યાયના પક્ષે પોતાના કર્તવ્યનું પાલન કર્યું.
ભવિતવ્યતાના કારણે વિચિત્ર ઘટનાઓ ઘટી જાય છે તેથી જ વીતરાગ ધર્મને પામેલા પરમ ભક્ત આત્માઓ સાક્ષાત્ તીર્થકર વિચરતા હોવા છતાં તેની પાસે સમાધાન કરી શક્યા નહીં અને યુદ્ધની ભૂમિકા તૈયાર થઈ ગઈ. તુવે ન સમુપ સં ગદ્ય- શ્રેયણ સંપન્થી, અફારસેવં હારે – દૂત દ્વારા પ્રેષિત સંદેશમાં કોણિક રાજાએ ચેડા રાજાને આ વાત સ્પષ્ટ કરી હતી કે શ્રેણિક રાજાના રાજ્યકાલમાં બે વિશિષ્ટ રત્નો પ્રાપ્ત થયા હતાએક તો સેંચનક હાથી અને બીજો અઢારસરો હાર. તે બંને રત્નોની ઉપલબ્ધિનું વિવરણ શ્રેણિક ચરિત્રમાં મળે છે. તે અનુસાર સેચનક ગંધહસ્તીની ઉપલબ્ધિ મગધ દેશના વન વિભાગમાં થઈ હતી અને અઢારસરા હારની પ્રાપ્તિ દેવ દ્વારા થઈ હતી. તેનું કથાનક આ પ્રમાણે છેહાર ઉપલબ્ધિનું કથાનક - શ્રેણિક રાજા પોતાના જીવનમાં પહેલાં દઢ બૌદ્ધ ધર્મી હતા. ત્યાર પછી ચેલણા રાણીની સાથે કરેલી ચર્ચાઓ, વિવિધ પ્રકારે કરેલી કસોટીઓમાંથી પાર ઉતરેલા જૈન શ્રમણોના પ્રસંગો તેમજ અનાથી મુક્તિ અને પ્રભુ મહાવીર સ્વામીના સત્સંગથી રાજા જૈનધર્મમાં અનુપમ–પ્રગાઢ શ્રદ્ધાવાન થયા અને દઢધર્મી, પ્રિયધર્મીના બિરુદને પામી, રાજ્યમાં અમારિ ઘોષણા કરાવી, ઉચ્ચ ધર્મના ભાવો સાથે રાજ્ય પાલન કરતા હતા.
એકદા સૌધર્મ દેવલોકની સુધર્મા સભામાં શક્રેન્દ્ર સભાગત દેવોની સમક્ષ રાજા શ્રેણિકની નિગ્રંથ પ્રવચન-વીતરાગ ધર્મ ઉપરની દઢતમ શ્રદ્ધાની પ્રશંસા કરી. તે સાંભળી ઘણા દેવો પ્રસન્ન થયા, પ્રફુલ્લિત થયા અને આનંદિત થયા પરંતુ બે દેવો આ પ્રશંસામાં સંમત થયા નહીં. તે બંને દેવો રાજા શ્રેણિકના સમક્તિની કસોટી કરવા મૃત્યુલોકમાં આવ્યા. વૈક્રિયલબ્ધિથી વિમુર્વણા કરીને અનેક પ્રકારે પરીક્ષા કરી; તે સર્વમાં ઈન્દ્રના વચન ખરા નીવડ્યા. અંતે તેઓ સાધુ-સાધ્વીનું રૂપ ધારણ કરી, તળાવના કાંઠે માછલા પકડવાની જાળ ફેલાવીને ઊભા રહ્યા. તે વખતે મહારાજ શ્રેણિક ક્રીડા નિમિત્તે ફરતાં ફરતાં ત્યાં આવી