________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
रज्जस्स य जाव जण - वयस्स य अद्धं दलयइ तो णं अहं सेयणगं गंधहथि अट्ठारसवंकं हारं च कूणियस्स रण्णो पच्चप्पिणामि, वेहल्लं च कुमारं पेसेमि । तं दूयं सक्कारेइ सम्माणेइ पडि - विसज्जेइ ।
૪૨
ભાવાર્થ :- આ સાંભળીને ચેડા રાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! જેમ રાજા કોણિક શ્રેણિક રાજાનો પુત્ર, ચેલણા રાણીનો આત્મજ તથા મારો દોહિત્ર છે, તેમ વેહલ્લકુમાર પણ શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણા રાણીનો આત્મજ અને મારો દોહિત્ર છે. શ્રેણિક રાજાએ પોતાના જીવનકાલ દરમ્યાન જ વેહલ્લકુમારને સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર આપ્યા હતા. જો રાજા કોણિકને હાથી તથા હાર જોઈતા હોય તો તે વેહલ્લકુમારને રાજ્ય અને દેશનો અર્ધોભાગ આપે, તો જ હું હાથી તથા હારની સાથે વેહલ્લકુમારને પાછો મોકલીશ. આ પ્રમાણે કહી, તે દૂતનો આદર–સત્કાર કરી તેને વિદાય આપી. દૂતનું કોણિક પાસે આગમન અને નિવેદન :
४९ तए णं से दूए चेडएणं रण्णा पडिविसज्जिए समाणे जेणेव चाउरघंटे आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरुहइ, वेसालि णयरिं मज्झंमज्झेणं णिग्गच्छइ, णिगच्छित्ता सुहेहिं वसहीहिं जाव वद्धावेत्ता एवं वयासी- एवं खलु सामी ! चेडए राया आणवेइ - जह चेव णं कूणिए राया सेणियस्स रण्णो पुत्ते, चेल्लणाए देवीए अत्तए, मम णत्तुए, तं चेव भाणियव्वं जाव वेहल्लं च कुमारं पेसेमि । तं ण देइ णं सामी ! चेडए राया सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं, वेहल्लं च णो पेसेइ |
ભાવાર્થ :- ત્યાર પછી ચેડા રાજા પાસેથી વિદાય લઈને દૂત જ્યાં ચાર ઘંટાવાળો અશ્વરથ હતો ત્યાં આવ્યો, આવીને તે રથમાં બેસી વૈશાલીનગરીની મધ્યમાં થઈને નીકળ્યો, નીકળીને સુખપૂર્વક યોગ્ય વસતિમાં વિશ્રામ કરતો યાવત્ રાજા કોણિક પાસે જઈ હાથ જોડી 'જય–વિજય' શબ્દોથી વધાવીને આ પ્રમાણે કહ્યું– હે સ્વામી ! ચેડા રાજાએ ફરમાવ્યું છે કે– કોણિક રાજા જેમ શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ અને મારો દોહિત્ર છે તેમ વેહલ્લકુમાર પણ છે વગેરે ચેડારાજાએ જે સંદેશ મોકલ્યો હતો તે કહી સંભળાવ્યો. તેથી હે સ્વામી ! ચેડા રાજાએ સેચનક ગંધહાથી અને અઢારસરો હાર આપ્યા નથી અને વેહલ્લકુમારને પણ મોકલ્યા નથી.
દૂતનું પુનઃ વૈશાલી ગમન :
५० तए णं से कूणिए राया दोच्चं पि दूयं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीगच्छह णं तुमं देवाणुप्पिया ! वेसालिं णयरिं, तत्थ णं तुमं मम अज्जगं चेडगं रायं जाव एवं वयाहि- एवं खलु सामी ! कूणिए राया विण्णवेइ- जाणि कणि