________________
| નિરયાવલિકા વર્ગ-૧ઃ અધ્ય.-૧
|
૪૧
|
हव्वमागए । तए णं तुब्भे सामी ! कूणियं रायं अणुगिण्हमाणा सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं कूणियस्स रण्णो पच्चप्पिणह, वेहल्लं कुमारं च पेसेह । ભાવાર્થ - જ્યારે આ સમાચારની રાજા કોણિકને ખબર પડી ત્યારે તેણે વિચાર્યું કે વેહલ્લકુમાર મને કાંઈ પણ કહ્યા વિના જ પોતાના અંતઃપુર પરિવારસહિત સેચનક ગંધહસ્તિ, અઢાર સરવાળો હાર અને સંપૂર્ણ ગૃહસામગ્રી લઈને નાના(માતામહ)રાજા ચેડાને આશ્રયે જઈને રહ્યો છે. તેથી એ જ મારા માટે યોગ્ય છે કે દૂત મોકલી સેચનક ગંધહસ્તિ અને અઢાર સરવાળો હાર મંગાવી લઉં. આ પ્રમાણે વિચાર કરી, દૂતને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિય! તમે વૈશાલીનગર જાઓ. ત્યાં મારા નાના ચેડારાજાને બંને હાથ જોડીને યાવત જય-વિજય શબ્દોથી વધાવીને આ પ્રમાણે કહો- હે સ્વામી ! કોણિકરાજા નિવેદન કરે છે કે વેહલકુમાર કોણિક રાજાને કહ્યા વિના જ સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર લઈને ત્યાં આવ્યો છે. તેથી હે સ્વામી ! તમે કોણિક રાજાના નિવેદનને માન આપી, કૃપા કરીને વેહલ્લકુમારને સેચનક હાથી અને અઢારસરા હાર સહિત મોકલી આપો. ४७ तए णं से दूए कूणिएणं रण्णा एवं वुत्ते समाणे हट्ठ तुट्ठ जाव पडिसुणित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जहा चित्तो जाव जेणेव चेडए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता चेडगं रायं करयलपरिग्गहियं जाव कटु जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता एवं वयासी- एवं खलु सामी ! कूणिए राया विण्णवेइ- एस णं वेहल्ले कुमारे, तहेव भाणियव्वं जाव वेहल्लं कुमारं च पेसेह। ભાવાર્થ - ત્યારપછી તે દૂત કોણિક રાજાના આ પ્રમાણે કહેવાથી હર્ષિત અને સંતુષ્ટ થયો યાવત તેની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરીને દૂત જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો. આવીને ચિત્તસારથિની જેમ થાવતું જ્યાં ચેડા રાજા હતા ત્યાં આવ્યો, આવીને બંને હાથ જોડી 'જય વિજય’ શબ્દોથી તેને વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામી ! કોણિક રાજા આ પ્રમાણે વિજ્ઞપ્તિ(નિવેદન) કરે છે કે મારો નાનો ભાઈ વેહલકુમાર, હાથી અને હાર લઈને મારી આજ્ઞા વિના અહીં આવી ગયો છે ઈત્યાદિ કથન કરીને થાવત વેહલ્લકુમારને હાર, હાથી સાથે પાછા મોકલો. દૂતના સત્કાર સાથે ચેડારાજાનો ઉત્તર :|४८ तए णं से चेडए राया तं दूयं एवं वयासी- जह चेव णं देवाणुप्पिया ! कूणिए राया सेणियस्स रण्णो पुत्ते चेल्लणाए देवीए अत्तए ममं णत्तुए, तहेव णं वेहल्ले वि कुमारे सेणियस्स रण्णो पुत्ते, चेल्लणाए देवीए अत्तए, मम णत्तुए । सेणिएणं रण्णा जीवतेणं चेव वेहल्लस्स कुमारस्स सेयणगे गंधहत्थी अट्ठारसवंके य हारे पुव्व विइण्णे । तं जइ णं कूणिए राया वेहल्लस्स