________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
अज्जगं चेडयं रायं उवसंपज्जि - ताणं विहरित्तए; एवं संपेहेइ, संपेहित्ता कूणियस्स रण्णो अंतराणि य छिद्दाणि य विवराणि य पडिजागरमाणे विहरइ ।
४०
ભાવાર્થ :- ત્યાર પછી કોણિક રાજાએ વારંવાર હાથી તથા હારની માંગણી કરી તેથી વેહલ્લકુમારના મનમાં વિચાર આવ્યો કે કોણિક રાજા હાર અને હાથી મારી પાસેથી છીનવી લેવા, લઈ લેવા અને આંચકી લેવા માંગે છે. મારે માટે એ જ યોગ્ય છે કે જ્યાં સુધીમાં કોણિક મારી પાસેથી હાથી અને હાર છીનવી લે, લઈ લે કે આંચકી લે તે પહેલાં જ સેચનક ગંધહસ્તી તથા અઢાર સરવાળો હાર, અંતઃપુર પરિવાર સહિત ઘરની ઘરવખરી, સંપૂર્ણ સામગ્રી લઈને ચંપાનગરીથી ભાગી જઈને મારા નાના (માતાના પિતા– માતામહ) ચેડારાજાની પાસે વૈશાલીનગરીમાં આશ્રય લઈને રહું. આ પ્રમાણે વિચાર કરીને પછી તે કોણિક રાજાની અસાવધાનીની તક અને અંતરંગ રહસ્યની જાણકારીની પ્રતીક્ષા કરતો સમય પસાર કરવા લાગ્યો.
४५ त णं से वेहल्लेकुमारे अण्णया कयाइ कूणियस्स रण्णो अंतरं जाणइ, सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं गहाय अंतेउरपरियालसंपरिवुडे सभंड मत्तोवगरण- मायाए चंपाओ णयरीओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव वेसाली णयरी, तेणेव उवागच्छइ, उवागच्छित्ता वेसालीए णयरीए अज्जगं चेडयं उवसंपज्जित्ताणं विहरइ ।
ભાવાર્થ :– એકવાર વેહલ્લકુમાર કોણિક રાજાની ગેરહાજરી જોઈ પોતાના અંતઃપુર પરિવારની સાથે સેચનક હાથી, અઢાર સરવાળો હાર અને સંપૂર્ણ ગૃહસામગ્રીને લઈને ચંપાનગરીથી નીકળી, વૈશાલી નગરીમાં આવ્યો અને નાના ચેડાની પાસે રહેવા લાગ્યો.
કોણિકની પ્રતિક્રિયાએ દૂતનું વૈશાલી ગમન :
I
४६ तए णं से कूणिए राया इमीसे कहाए लद्धट्ठे समाणे - एवं खलु वेहल्ले कुमारे ममं असंविदिएणं सेणयगं गंधहत्थि अट्ठारसवंकं च हारं गहाय अंडरपरियाल संपरिवुडे जाव अज्जगं चेडयं रायं उवसंपज्जित्ताणं विहरइ । तं सेयं खलु ममं सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं आणेउं दूयं पेसित्तए; एवं संपेहेइ, संपेहित्ता दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुमं देवाणुप्पिया ! वेसालिं णयरिं । तत्थ णं तुमं ममं अज्जं चेडगं रायं करयल जाव वद्धावेत्ता एवं वयाहि- एवं खलु सामी ! कूणिए राया विण्णवेइ- एस णं वेहल्ले कुमारे कूणियस्स रण्णो असंविदिएणं सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं गहाय इहं