________________
[ ૩૬ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
નિદર્શન છે.
કર્મના ઉદયે શ્રેણિકના જીવનમાં અનેક પ્રકારની ઉથલપાથલો જોઈ શકાય છે. રાજગૃહીના મહારાજા શ્રેણિક પુણ્યવાન અને બુદ્ધિ સંપન્ન હતા. તેની હોંશિયારીના કારણે ભાઈઓને ઈર્ષ્યા થઈ, તેથી તેઓ કુમારાવસ્થામાં જ ઘર છોડીને નીકળી ગયા. ક્ષત્રિય પુત્ર હોવા છતાં શ્રેષ્ઠી પુત્રી નંદા સાથે તેનું પાણિગ્રહણ થયું. ત્યાં ઘર જમાઈ રહ્યા. ત્યારપછી તે બૌદ્ધ ધર્મી બની ગયા. કાલી આદિ દશ રાણી, નંદાદિ તેર રાણીઓ થઈ, તેમ છતાં ચેલણાનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યા. ચેલણા સાથે ધર્મ સંબંધી વિચાર ભેદ હંમેશાં રહેતો. શ્રેણિક રાજાએ પોતાના જીવનમાં ચલણા સાથે થતાં ધર્મ વિવાદને કારણે અનેકવાર જૈન મુનિઓ સાથે દુર્વ્યવહાર કર્યા હતા અને કરાવ્યા હતા. એક તાપસ સાથે પણ તેના દ્વારા અવિવેકથી અનાયાસે અક્ષમ્ય અપરાધ થયો હતો. તે નિમિત્તે થયેલી તાપસની વૈરવૃત્તિના કારણે તેને જીવનનો અંતિમકાલ બંધનગ્રસ્ત અવસ્થામાં વ્યતીત કરવો પડ્યો.
અર્જનમાલી દ્વારા રાજગૃહીમાં જે નર સંહાર થયો હતો અને તે લગભગ છ મહીના સુધી ચાલ્યો હતો, તેમાં પણ મૂલ નિમિત્ત શ્રેણિક રાજા જ હતા. અભયકુમાર જેવા મંત્રી હોવા છતાં ભવિતવ્યતાના કારણે તેના જીવનમાં અનેક અનુચિત પ્રસંગો થયા હતા.
- જીવનની પાછલી ઊંમરે તેઓએ અનાથી મુનિના સંગે વીતરાગ ધર્મની દઢ શ્રદ્ધા પ્રાપ્ત કરી. પ્રભુ મહાવીરના પરમ ભક્ત બની અહિંસાના પરમ પૂજારી બની, અમારિ પડહ વગડાવ્યો, ઘોષણા કરી પોતાના આખા રાજ્યમાં પંચેન્દ્રિય જીવોનો વધ બંધ કરાવ્યો. અન્ય પણ અનેક ધર્મ દલાલીના કાર્યો કરી તીર્થકર નામ કર્મ બાંધ્યું. તેમ છતાં જીવનમાં ઉપાર્જિત વિવિધ પાપ કર્મના પ્રભાવે કોણિકને આવતાં જોયો ત્યારે તેને મતિ ભ્રમથી દુર્વિચાર પ્રગટ્યો. પૂર્વે નરકના આયુષ્યનો બંધ પડી ગયો હતો તેથી જ નરકગમન યોગ્ય વેશ્યાના પરિણામ આવી ગયા અને રાજાએ વીંટીનું ઝેર ચૂસીને આત્મહત્યા કરી, નરકગામી બની ગયા.
કર્મની વિચિત્રતાએ રાજા કોણિક પિતાને બંધન મુક્ત કરવાની ભાવનાને પૂર્ણ કરી શક્યા નહીં, તે પહેલા જ પિતા સ્વયં પરલોક ગામી બની ગયા. આ દશ્ય જોઈને રાજા કોણિકને પારાવાર દુઃખ થયું. નિરાશ બનીને ભવિતવ્યતાનો સ્વીકાર કર્યો; રાજગૃહીને છોડીને ચંપાનગરીમાં રહેવા લાગ્યા. પોતાના વચનાનુસાર દશે ભાઈઓને રાજ્યનો ભાગ આપી દીધો. વેહલ્લકુમારની ક્રીડા - ३९ तत्थ णं चंपाए णयरीए सेणियस्स रण्णो पुत्ते चेल्लणाए देवीए अत्तए कुणियस्स रण्णो सहोयरे कणीयसे भाया वेहल्ले णामं कुमारे होत्था- सूमाले નાવ સુવે !
तए णं तस्स वेहल्लस्स कुमारस्स सेणिएणं रण्णा जीवंतएणं चेव सेयणए गंधहत्थी अट्ठारसवंके हारे पुव्वदिण्णे । ભાવાર્થ :- ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર, ચેલણા દેવીનો આત્મજ કોણિક રાજાનો નાનો ભાઈ